Solar Eclipse April 2023 sutak and patak kal : ગુરુવારે 20 એપ્રિલના દિવસે વર્ષ 2023નું પહેલું સૂર્ય ગ્રહણ થશે. વૈદિક જ્યોતિષ અનુસાર જ્યારે કોઈ ગ્રહણ લાગે એના પહેલા સૂતક કાળ શરુ થઈ જાય છે. સૂર્ય ગ્રહણથી 12 કલાક પહેલા સૂતક કાળ શરુ થઈ જાય છે. સૂર્ય ગ્રહણથી 12 કલાક સૂતક કાળ હોય છે જ્યારે ચંદ્ર ગ્રહણમાં સૂતક કાળનો સમય 9 કલાકનો હોય છે. આ સમયે પૂજા-પાઠ, ખાવા-પીવાનું કરવામાં આવતું નથી.
માન્યતા છે કે જો સૂતકકાળ પહેલા ખાવાનું બની ચૂક્યું છે તો તેમાં તુલસીના પત્તા અથવા ડાભરો નાખીને રાખવવું.અહીં અમે તમને જણાવીશું કે સૂતક અને પાલક શું હોય છે. અને આ ક્યારે ક્યારે લાગુ પડે છે. સાથે જ માનવ જીવનમાં આનો શું પ્રભાવ પડે છે.
શું છે સૂતક કાળ?
વૈદિક જ્યોતિષ અનુસાર સૂર્યગ્રહણ અને ચંદ્રગ્રહણ ઉપરાંત જ્યારે કોઈ બાળકનો જન્મ થાય છે ત્યારે સૂતક લાગે છે. આ સમયે ભગવાનને સ્પર્શ કરવાની મનાઇ હોય છે. સાથે જ કોઈ ધાર્મિક ગતિવિધિઓમાં સામેલ ન થઈ શકાય. એટલું જ નહીં છોટીના પૂજન સુધી ઘરની રસોડામાં બાળકની માતાને આવવાની મનાઇ હોય છે.
આ પણ વાંચોઃ- Solar Eclipse 2023: ગુરુવારે થશે વર્ષનું પહેલું સૂર્ય ગ્રહણ, 12 રાશિઓ ઉપર કેવી થશે અસર? શુભ ફળ મેળવવા શું કરવું?
સૂર્ય અને ચંદ્ર ગ્રહણના સૂતક કાળમાં મંદિરના કપાટ બંધ કરવામાં આવે છે. અને જ્યારે ગ્રહણ ખતમ થઇ જાય છે ત્યારે મંદિરનું શુદ્ધિકરણ બાદ કપાટ ખોલવામાં આવે છે. સૂતક ગ્રહણના સૂતક કાળમાં લોકોને ભગવાનનું મનમાં જ ભજન કરવું જોઇએ. જો તમે સૂતકકાળનું પાલન નહીં કરો તો તમારા જીવનમાં દરિદ્રતા આવી શકે છે. સાથે જ આર્થિક તંગીનો સામનો કરવો પડી શકે છે.
શું છે પાતક કાળ
ગરુણ પુરાણમાં વર્ણન મળે છે કે જ્યારે કોઈ વ્યક્તિનું મૃ્યુ થાય છે ત્યારે તેના ઘરમાં પાતક કાળ લાગી જાય છે. સ્ત્રીના મૃત્યુ પર પાતક 12 અને પુરુષના મૃત્યુ થવા પર પાતક 13 દિવસ સુધી લાગે છે. આ દરમિયના ભગવાનને સ્પર્શ કરવાની મનાઇ છે. સાથે જ રસોડામાં જવું કે રાંધવા પર પણ મનાઇ હોય છે.
આ પણ વાંચોઃ- surya grahan 2023: 20 એપ્રિલે વર્ષનું પહેલું સૂર્ય ગ્રહણ, જાણો ભારતમાં સૂતકકાળ માન્ય થશે કે નહીં?
ઉલ્લેખનીય છે કે વ્યક્તિનું મૃત્યુ થાય છે. તેનાથી જે અશુદ્ધિ ફેલાય છે તેના કારણે પાતક લાગે છે. જ્યારે ઘરના સભ્ય પવિત્ર નદીમાં સ્નાન અને બ્રાહ્મણને ભોજન કરાવ્યા બાદ જ પાતક કાળ સમાપ્ત થાય છે. એટલું જ નહીં શાસ્ત્રોમાં પણ વર્ણન મળે છે કે સ્ત્રીના ગર્ભપાત અને પાળતુ પ્રાણીના મૃત્યુ પર પણ પાતક કાળનું પાલન કરવું જોઇએ. જે લોકો પાતક કાળનું પાલન કરતા નથી અને શાસ્ત્ર વિરુદ્ધ જાય છે તેમને જીવનમાં અનેક મુશ્કેલીઓનો સામનો કરવો પડે છે.