surya grahan 2023: વર્ષનું પહેલું સૂર્ય ગ્રહણ 20 એપ્રિલ 2023ના રોજ લાગશે. આ કંકણાકૃતિ સૂર્ય ગ્રહણ હશે. જ્યારે ચંદ્ર સૂર્ય અને પૃથ્વી વચ્ચે આવે છે ત્યારે આને સૂર્ય ગ્રહણ કહેવામાં આવે છે. વર્ષનું પહેલું સૂર્ય ગ્રહણ હશે. જોકે આ ગ્રહણ ભારતમાં દેખાશે નહીં.
વર્ષનું પહેલું સૂર્ય ગ્રહણનો ચોક્કસ સમય
ઉલ્લેખનીય છે કે વર્ષનું પહેલું સૂર્ય ગ્રહણ 20 એપ્રિલ 2023, ગુરુવારે લાગશે. ભારતીય સમય અનુસાર સૂર્ય ગ્રહણ સવારે 7 વાગ્યે 4 મિનિટ પર પ્રારંભ થશે. સૂર્ય ગ્રહણ સવારે 7.4 વાગ્યે પ્રારંભ થશે જે બપોરે 12.29 વાગ્યે સમાપ્ત થશે. આ વખતે સૂર્ય ગ્રહણનો સમયગાળો 5.24 કલાકનું હશે.
વર્ષનું પહેલુ સૂર્ય ગ્રહણ કેવી રીતે ખાસ હશે?
વર્ષનું પહેલું સૂર્ય ગ્રહણ ખુબ જ ખાસ છે કારણ કે આ ત્રણ પ્રકારનું હશે. આ સૂર્ય ગ્રહણ આંશક, કુંડલાકાર અને પૂર્ણ હશે. આના કારણે તેને હાઇબ્રિડ સૂર્ય ગ્રહણ કહેવામાં આવે છે. આંશિક સૂર્ય ગ્રહણ એ હોય છે જ્યારે ચંદ્ર સૂર્યના નાના ભાગને પ્રભાવિત કરે છે. આ સાથે જ કુંડલાકાર ત્યારે થાય છે જ્યારે સૂર્ય ગ્રહણમાં ચંદ્ર સૂર્યની વચ્ચોવચ્ચ આવે છે. એટલે કે સૂર્ય એક ચમકદાર રિંગની જેમ દેખાય છે. આને વલયાકાર સૂર્ય ગ્રહણ અથવા કંકણાકૃતિ સૂર્ય ગ્રહણ પણ કહેવામાં આવે છે.
કઇ કઇ જગ્યાએ દેખાશે સૂર્ય ગ્રહણ
વર્ષનું પહેલું સૂર્ય ગ્રહણ ભારતમાં દેખાશે નહીં. આ સૂર્ય ગ્રહણ કંબોડિયા, ચીન, સમોઆ, સોલોમન, બરુની, સિંગાપુર, થાઇલેન્ડ, એન્ટાર્કટિકા, અમેરિકા, માઇક્રોનેશિયા, મલેશિયા, ફિજી, જાપાન, ઓસ્ટ્રેલિયા, ન્યૂઝિલેન્ડ વિયતનામ, તાઇવાન, પાપુઆ ન્યૂ ગિની, ઇન્ડોનેશિયા, ફિલિપીન્સ, દક્ષિણ હિન્દ મહાસાગર અને દક્ષિણ પ્રશાંત મહાસાગર જેવી જગ્યાએ જોવા મળશે.
ભારતમાં સૂતક કાળ માન્ય હશે કે નહીં?
શાસ્ત્રો અનુસાર ચંદ્ર અથવા સૂર્ય ગ્રહણ શરુ થયા બાદ આશરે 12 કલાક પહેલા સૂતક કાલ આરંભ થઈ જાય છે. માનવામાં આવે છે કે ગ્રહણના સમય સૂર્ય અથવા ચંદ્ર પીડામાં હોય છે. એટલા માટે સૂતક કાળના સમયે મંદિરના કપાટ બંધ કરવામાં આવે છે. ભગવાનની મૂર્તિને સ્પર્શ કરવામાં આવતી નથી. આ સાથે જ ખાવા-પીવા અને ઉંઘવાની પણ મનાઇ હોય છે. ગ્રહણ દરમિયાન જાપ અને ધ્યાન કરવું શુભ માનવામાં આવે છે. વર્ષનું પહેલું ગ્રહણ ભારતમાં દેખાશે નહીં. આવી સ્થિતિમાં સૂતક કાળ માન્ય નહીં રહે. એટલા માટે મંદિરો અને કપાટ બંધ નહીં રહે.