Vastu Tips: ઘરની આ દિશામાં ક્યારેય ન લગાવો ઘડિયાળ, બની શકો છો કંગાળ, જાણો શું કહે છે વાસ્તુશાસ્ત્ર

Vastu Shastra : વાસ્તુશાસ્ત્ર અનુસાર વસ્તુ કઈ દિશામાં રાખવી ન રાખવી અનુસાર શુભ (Shubh) અને અશુભ (Ashubh) ની વાત કરવામાં આવી છે, તો જોઈએ ઘડિયાળ (Clock) કઈ દિશામાં રાખવી અને કઈ દિશામાં ન રાખવી.

Written by Kiran Mehta
Updated : January 06, 2023 18:57 IST
Vastu Tips: ઘરની આ દિશામાં ક્યારેય ન લગાવો ઘડિયાળ, બની શકો છો કંગાળ, જાણો શું કહે છે વાસ્તુશાસ્ત્ર
વાસ્તુ શાસ્ત્ર અનુસાર ઘડિયાણ કઈ દિશામાં રાખવી જોઈએ? (ફોટો - : ઈન્સ્ટાગ્રામ )

vastu shastra : વાસ્તુશાસ્ત્રમાં દિશાનું મહત્વ જણાવવામાં આવ્યું છે. ઘરની કઈ દિશામાં શું રાખવું જોઈએ અને શું ન રાખવું જોઈએ તેની માહિતી વાસ્તુશાસ્ત્રમાં આપવામાં આવી છે. આ સાથે એ પણ જણાવવામાં આવ્યું છે કે, કઈ દિશામાં શું રાખવુ શુભ અને અશુભ હોય છે. તો આવો જાણીએ ઘરની કઈ દિશામાં ઘડિયાળ રાખવી જોઈએ અને કઈ દિશામાં નહીં, તેના ફાયદા અને ગેરફાયદા શું છે.

ઘરમાં ક્યારેય તૂટેલી અને બંધ ઘડિયાળ ન રાખો

તૂટેલી અને અટકેલી ઘડિયાળ ક્યારેય ઘરમાં ન રાખવી જોઈએ, તે અશુભ માનવામાં આવે છે. વાસ્તુશાસ્ત્ર અનુસાર ઘરમાં બંધ અને તૂટેલી ઘડિયાળ રાખવાથી સકારાત્મક ઉર્જા આવતી નથી અને નકારાત્મક ઉર્જાનો વાસ થવા લાગે છે.

ઘરની દક્ષિણ દિશામાં ઘડિયાળ ન લગાવવી જોઈએ

વાસ્તુશાસ્ત્ર અનુસાર દક્ષિણ દિશાને યમની દિશા માનવામાં આવે છે. ઘડિયાળ આ દિશામાં ક્યારેય સેટ ન કરવી જોઈએ. તેનાથી તમારી પ્રગતિમાં ઘણી સમસ્યાઓ આવી શકે છે. આર્થિક નુકસાન પણ થઈ શકે છે. તો, ઘરની પશ્ચિમ દિશામાં ક્યારેય ઘડિયાળ ન રાખવી જોઈએ.

ઘરના મુખ્ય દરવાજા પર ઘડિયાળ ન લગાવવી જોઈએ

ઘરના મુખ્ય દરવાજા પર ઘડિયાળ લગાવવી અશુભ માનવામાં આવે છે. વાસ્તુશાસ્ત્ર અનુસાર, આ તમારા ઘરમાં તણાવ પેદા કરી શકે છે. નકારાત્મક ઉર્જા ઘર પર હાવી થઈ શકે છે અને તે તમારા જીવનને પણ અસર કરી શકે છે. જેના કારણે તમારે ઘણી સમસ્યાઓનો સામનો કરવો પડી શકે છે.

આ પણ વાંચો

મેષ રાશિ વાર્ષિક રાશિફળ – 2023વૃષભ રાશિ વાર્ષિક રાશિફળ – 2023
મિથુન રાશિ વાર્ષિક રાશિફળ – 2023કર્ક રાશિ વાર્ષિક રાશિફળ – 2023
સિંહ રાશિ વાર્ષિક રાશિફળ – 2023કન્યા રાશિ વાર્ષિક રાશિફળ – 2023
તુલા રાશિ વાર્ષિક રાશિફળ – 2023વૃશ્ચિક રાશિ વાર્ષિક રાશિફળ – 2023
ધન રાશિ વાર્ષિક રાશિફળ – 2023મકર રાશિ વાર્ષિક રાશિફળ – 2023
કુભ રાશિ વાર્ષિક રાશિફળ – 2023મીન રાશિ વાર્ષિક રાશિફળ – 2023

ઘડિયાળ ઘરની પૂર્વ કે ઉત્તર દિશામાં રાખવી જોઈએ

ઘડિયાળ હંમેશા ઘરની પૂર્વ કે ઉત્તર દિશામાં રાખવી જોઈએ. ઘડિયાળ ઉત્તર-પૂર્વ દિશામાં પણ મૂકી શકાય છે. વાસ્તુશાસ્ત્ર અનુસાર ઘડિયાળને પૂર્વ દિશામાં રાખવાથી ઘરનું વાતાવરણ સારું રહે છે અને ઘરના સભ્યો વચ્ચે પરસ્પર પ્રેમ પણ વધે છે. બીજી તરફ, ઉત્તર દિશામાં ઘડિયાળ દ્વારા પ્રગતિની નવી તકો મળવાની માન્યતા છે.

Read More
Read More
આજના લેટેસ્ટ ગુજરાતી સમાચાર અને ટ્રેન્ડિંગ ન્યૂઝ વાંચો ઈન્ડિયન એક્સપ્રેસ ગુજરાતી પર. અહીં તમને મળશે ગુજરાત, સ્પોર્ટ્સ, ધર્મ, વેપાર, લાઇફ સ્ટાઇલ, મનોરંજન, કરિયર તેમજ ભારત અને વિશ્વભરના દૈનિક સમાચાર અપડેટ્સ ગુજરાતી ભાષામાં.
Show comments
Next Story
ચેનલ JOIN કરો Follow us Shorts ટોપ ન્યૂઝ