ગુજરાત વિધાનસભા ચૂંટણીને ગણતરીના કલાકો બાકી છે. જેમાં સૌપ્રથમવાર 80 વર્ષથી વધુની ઉંમરવાળા વ્યક્તિઓ તેમજ વિકલાંગ મતદાતાઓ માટે વોટ ફ્રો હોમની વ્યવસ્થા કરવામાં આવી છે. જે સંબંધિત સમાચાર પ્રત્યક્ષ આવ્યાં છે કે, આ વ્યવસ્થા અંતર્ગત અત્યારસુધીમાં માત્ર 20, 804 લોકોએ જ રસ દાખવ્યો છે.
ચૂંટણી પંચના એક અધિકારીએ જણાવ્યું હતું કે, વોટ ફ્રોમ હોમ માટે કુલ 8 લાખ જેટલા ફોર્મનું વિતરણ કરવામાં આવ્યું છે. જેમાંથી ગયા સપ્તાહના અંત સુધીમાં 20,804 જેટલા પ્રાપ્ત થયા છે. એટલે કે 2.6 ટકા લોકોએ જ આ વૈકલ્પિક વ્યવસ્થાનો ઉપયોગ કર્યો છે.મહત્વનું છે કે, લોકોને તેના ઘરેથી મતદાન કરવા માટે પ્રોત્સાહના ભાગરૂપે ગુજરાતમાં મુખ્ય ચૂંટણી અધિકારીની કચેરીએ લગભગ 8 લાખ જેટલા 12D ફોર્મનું વિતરણ કરવામાં આવ્યું હતું.
મતદાર યાદીના આંકાડા પર નજર કરીએ તો ગુજરાતની મતદાર યાદીમાં 80 વર્ષથી વધુ ઉંમર ધરાવનાર કુલ 9.87 લાખથી વધુ મતદાતાઓ છે. જ્યારે વિકલાંગ મતદાતાઓની સંખ્યા 4.03 લાખથી વધુ છે. આ બંને શ્રેણીઓના મતદાતાઓ જેમાં કોવિડ-19થી સંક્રમિત થયેલા લોકોનો પણ સમાવેશ થાય છે.જેને આ સુવિધાનો લાભ ઉઠાવવાની પરવાનગી આપવામાં આવી છે. ત્યારે તેમના મતને પોસ્ટલ બેલેટ માનવામાં આવશે.
ચૂંચણી પંચના અધિકારીએ માહિતી આપતા કહ્યું હતું કે, ઘરેથી મતદાન કરવાની પ્રક્રિયાનો પ્રારંભ થઇ ગયો છે. જે અંતર્ગત ગયા સપ્તાહના અંત સુધીમાં 3300 જેટલા મત પડ્યા હતા. મહત્વનું છે કે, આ પ્રક્રિયા મતદાનના બે દિવસ પહેલા સમાપ્ત થવાની શક્યતા છે. જેને લઇને ચૂંટણી પંચના અધિકારીએ વધુમાં જણાવ્યું હતું કે, પ્રથમ તબક્કામાં ઘરેથી મતદાન કરવાની પ્રક્રિયા 29 નવેમ્બરના રોજ સમાપ્ત થઇ જશે. જ્યારે બીજા તબક્કામાં આ પ્રક્રિયા 3 ડિસેમ્બરના રોજ પૂર્ણ થશે.
ચૂંટણી પંચના અધિકારીએ જણાવ્યું કે, ઘરેથી સૌપ્રથમ મતદાન કરનાર જામનગરના જામસાહેબ શત્રુશલ્યા સિંહજી હતા. જેને 1 નવેમ્બરના રોજ ડેપ્યુટી જિલ્લા કેલેક્ટરની હાજરીમાં તેમના ઘરેથી મતદાન કર્યું હતું. તેઓ જામનગર જિલ્લાના 442 મતદારોમાં સામેલ હતા જેમણે ઘરેથી મતદાન કરવા માટે નોંધણી કરાવી હતી. આ પ્રયાસની પ્રશંસા કરતા પીએમ નરેન્દ્ર મોદીએ ટ્વીટ કર્યું હતું કે, “હું જામ સાહેબ શ્રી શત્રુસલ્યાસિંહજીને લોકશાહીના તહેવાર પ્રત્યેના આ નોંધપાત્ર જુસ્સા માટે બિરદાવું છું.તેમનાથી પ્રેરિત થઇ મને આશા છે કે, ગુજરાતમાં રેકોર્ડ બ્રેક મતદાન થશે. ખાસ કરીને યુવા અને પ્રથમવાર મતદાન કરનાર લોકો મતદાતાઓ વચ્ચે.
એક સત્તાવાર પ્રકાશનમાં ચૂંટણી આયોગે જણાવ્યું હતું કે, રાજ્યની રાજધાની ગાંધીનગરમાં સેક્ટર 1માં નિવાસ કરતા નિવૃત્ત સરકારી અધિકારી સુરેશ ભટ્ટ, જેઓ ડિસેમ્બરમાં 85 વર્ષના થયા છે. તેમણે રવિવારે ઘરેથી મતદાન કર્યું હતું. જ્યારે બૂથ-લેવલ ઓફિસર અને અન્ય અધિકારીઓ તેમના નિવાસસ્થાને પહોંચ્યા હતાં.





