ગુજરાત વિધાનસભા ચૂંટણીઃ સ્વાસ્થ્ય, આવાસ, શિક્ષાથી ઉપર એક ચિંતા, “મોદીજીની ઇજ્જત ખરાબ થાય એવું કોઈ કામ નહીં કરીએ”

Gujarat Assembly election PM Narendra Modi: ગુજરાતમાં મતદાતાઓ પોતાના પૂર્વ મુખ્યમંત્રી અને વર્તમાન વડાપ્રધાન પાછળ વ્યક્તિગ હુમલો થાય એવું કામ નહીં કરે. તેઓ આવાસ, શિક્ષા, સ્વાસ્થ્ય સુવિધાઓ અંગે નાખુશ હોઈ શકે છે પરંતુ રાજ્યભરમાં એ ભાવના સામાન્ય છે કે "મોદીજીને અપમાનિત નહીં કરી શકીએ".

Updated : November 30, 2022 08:48 IST
ગુજરાત વિધાનસભા ચૂંટણીઃ સ્વાસ્થ્ય, આવાસ, શિક્ષાથી ઉપર એક ચિંતા, “મોદીજીની ઇજ્જત ખરાબ થાય એવું કોઈ કામ નહીં કરીએ”
વડાપ્રધાન નરેન્દ્ર મોદી

લિઝ મૈથ્યુઃ ગુજરાતમાં વિધાનસભા ચૂંટણીના પહેલા તબક્કાના પ્રચારના પડઘમ શાંત પડી ગયા છે. ત્યારે સ્ટાર પ્રચારકો બીજા તબક્કાના જિલ્લાોમાં ચૂંટણી પ્રચાર માટે ધામા નાખ્યા છે. ત્યારે ભારતીય જનતા પાર્ટી મંગળવારે કોંગ્રેસ રાષ્ટ્રીય અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગેની નરેન્દ્ર મોદી અને રાવણની એક શ્વાસમાં વાત કરવાની ટિપ્પણીને જવા નહીં દે. ગુજરાતમાં મતદાતાઓ પોતાના પૂર્વ મુખ્યમંત્રી અને વર્તમાન વડાપ્રધાન પાછળ વ્યક્તિગ હુમલો થાય એવું કામ નહીં કરે. તેઓ આવાસ, શિક્ષા, સ્વાસ્થ્ય સુવિધાઓ અંગે નાખુશ હોઈ શકે છે પરંતુ રાજ્યભરમાં એ ભાવના સામાન્ય છે કે “મોદીજીને અપમાનિત નહીં કરી શકીએ”.

આવો દાવો કરનારા કાઠપુર ગામના ચંપાબહેન પણ છે. કામ ઉપર જતા સમયે પોતાના પાલવને કસીને પકડીને તેઓ કહે છે કે “અમારી પાસે ઘર નથી, આ દરેક વખે અમે આવાશ યોજના અંતર્ગત ઘરની માંગણી કરીએ છીએ, તો સ્થાનિક સરપંચ અમારી અરજીને નકારી કાઢે છે અને પોતાના સાથીઓની મદદ કરે છે. અમારા ગામમાં સ્વાસ્થ્ય કેન્દ્ર નથી, અને ધોરણ પાંચ પછી આગળ ભણવા માટે ગામમાં સ્કૂલ નથી. પરંતુ અમે મોદી સાહેબનું માન રાખીશું.”

ગુજરાત તેમનું સમર્થન કરે તો મોદીજીનું અપમાન થશે

ખેડબ્રહ્મા શહેરના બહારી વિસ્તારમાં આવેલા એક નાના ગામમાં ચૌધરી સમુદાયનું પ્રભુત્વ છે. ધરોઈ બંધના કારણે સ્થળાંતર થયા બાદ અહીં સ્થિત થયા છે. ચમકદાર સાડીઓ, સોનાની ચેન, બંગડીઓ, ભારે ઝુમકા પહેરેલા વીનાબહેન કરે છે કે જો ગુજરાત તેમનું સમર્થન ન કરે તો તે મોદીજીનું અપમાન થશે. આપણે મોદીજીના હાથ મજબૂત કરવા પડશે.

આ પણ વાંચોઃ- પીએમ મોદીનો પાલીતાણા, અંજારમાં હુંકાર: ‘2022ની ચૂંટણી પાંચ વર્ષ નહીં 25 વર્ષના નિર્ણય માટે, કોંગ્રેસ કચ્છની ઘોર દુશ્મન’

મોદી 2001થી 2014 સુધી ગુજરાતના મુખ્યમંત્રી હતા. આઠ વર્ષ બાદ આઠ વર્ષ બાદ પણ ભાજપ રાજ્યમાં પોતાનું સતત કાર્યકાળ ચલાવે છે. આજે પણ તેમનું નામ છે જે ભાજપ વિરુદ્ધ ભયંકર હુમલાને પણ માત આપે છે. પોતાના રાજ્યના કવચમાં ત્રિરાડો ભરી દે છે. નેતાઓથી અપેક્ષા રાખવામાં આવે છે કે તેઓ નબળા ઉમેદવારોને ફિનિશ લાઇનથી આગળ લઈ જાય. મોટા પ્રમાણમાં મૌન ધાર્મિક અને જાતિગત પ્રતિક્ષેપોને ખતમ કરી દેશે.

"મોતના સોદાગર" અને "નીચ"ની કિંમત ચૂકવવી પડી

વાસ્તરમાં આ મોદીની સામે એક હુમલો અથવા ટિપ્પણી છે જે મતદાતાઓને ભાજપ સામે તેમની વિરુદ્ધ એકજુટ કરવાની ક્ષમતા રાખે છે. જો 2007માં તત્કાલિન કોંગ્રેસ અધ્યક્ષ સોનિયા ગાંધીના મોદીજી પર કરેલા “મોતના સોદાગર” વાળા નિવેદન પર ચૂંટણીની દિશા નિર્ધારીત કરી હતી. જ્યારે મણિશંકર અય્યરની ‘નીચ’ ટિપ્પણીની કિંમત પાંચ વર્ષ બાદ કોંગ્રેસને ચૂકવવી પડી હતી. ભાજપ નેતા અનુસાર આમ આદમી પાર્ટીના ગુજરાત પ્રદેશ પ્રમુખ ગોપાલ ઇટાલિયાની મોદી અને તેમની માતા સામેની જૂની કથિ ટિપ્પણીઓએ આ વખત રાજ્યમાં પાર્ટીના પ્રારંભીક ઉત્સાહને ઓછો કરી દીધો છે.

વતનની વાત આવે ત્યારે ગુજરાતીઓની માનસિક્તા અને દ્રષ્ટી અલગ હોય છે

ગુજરાતમાં પાર્ટી પ્રચાર અભિયાન સાથે જોડાયેલા ભાજપના એક વરિષ્ઠ નેતા કહે છે કે “જ્યારે વાત વતનની આવે છે તો ગુજરાતીઓની માનસિક્તા અને દ્રષ્ટી એકદમ અલગ હોય છે. મહાત્મા ગાંધીજી અને સરદાર પટેલ બાદ રાષ્ટ્રીય કદના રાજ્યના નેતાઓ માટે લોકો હંમેશા તૈયાર હોય છે. મોદીજીએ આ વાતને મહેસૂસ કર્યું અને 2002થી આ ઉપર કામ કર્યું છે. લગભગ તેમના દરેક કામો આ ભાવનાને પુરી કરે છે.”

આજે આપણે જે ગુજરાત જોઈએ છીએ એ મોદીજીના કારણે છે

પૂર્વ બેન્ક કર્મચારી અને ગાડુકમ્પા ગામના પૂર્વ સરપંચ રવિન્દ્રભાઈ પટેલ 1995માં ભાજપમાં પોતાની વફાદારી બદલવા સુધી તેઓ એક વફાદાર કોંગ્રેસી હતી. તેઓ કહે છે કે “આ ગુજરાતને સૌથી આગળ જોઈએ તો ગર્વ અને રક્ષા કરવાની ઈચ્છાનું મિશ્રણ હતું. હિન્દુ ઓળખને સન્માન અને અહીં દરેક જાણે છે કે ગુજરાત આજે શું છે. આ મોદીજીના કારણે છે.” પટેલ કહે છે કે “કોંગ્રેસ જૂથવાદી, તૃષ્ટીકરણની રાજનીતિ અને સાંપ્રદાયિક કાર્ડ રમવાના કારણે મેં પાર્ટી છોડી દીધી. ભાજપ વિકાસોન્મુખ હતી. ભાજપ અંતર્ગત ગુજરાતના ગામોમાં પાણી અને વીજળી મળવા લાગી. દરેક ગામોને રસ્તાઓથી જોડવામાં આવ્યા છે. આજે આપણે જે ગુજરાત જોઈએ છીએ એ મોદીજીના કારણે છે.”

આ પણ વાંચોઃ- મલ્લિકાર્જૂન ખડગેએ પીએમ મોદીની સરખામણી રાવણ સાથે કરી, સંબિત પાત્રાએ કહ્યું- કોંગ્રેસને ગુજરાતના લોકો પાઠ ભણાવશે

100 વિઘા ખેતર અને એક ડઝન ગાયો રાખનાર 34 વર્ષીય ખેડૂત રઘુ કહે છે કે “જો મોદી બીજું કંઈ જ ન કરે તો પણ હું તેમને જ વોટ આપીશ કારણે હું તેમને નિરાશ ન કરી શકું”. તેમના પડોશી 75 વર્ષીય પ્રભુભાી, રાજ્યમાં તાજેતરમાં આયુષ્માન ભારત યોજના માટે કરવામાં આવેલા કાર્યોમાં મોદીના આભારી છે. જે અંતર્ગત તેમણે પોતાના ગેગ્રીન થયેલા ડાબા પગનું ઓપરેશન કરાવવા માટે નાણાંકિય સહાય મળી હતી. પગ ઉપર હજી પણ પાટા લગાવેલા છે જોકે તેઓ પાંચ ડિસેમ્બરે મોદીને વોટ આપશે.

Read More
Read More
આજના લેટેસ્ટ ગુજરાતી સમાચાર અને ટ્રેન્ડિંગ ન્યૂઝ વાંચો ઈન્ડિયન એક્સપ્રેસ ગુજરાતી પર. અહીં તમને મળશે ગુજરાત, સ્પોર્ટ્સ, ધર્મ, વેપાર, લાઇફ સ્ટાઇલ, મનોરંજન, કરિયર તેમજ ભારત અને વિશ્વભરના દૈનિક સમાચાર અપડેટ્સ ગુજરાતી ભાષામાં.
Show comments
Next Story
ચેનલ JOIN કરો Follow us Shorts ટોપ ન્યૂઝ