Gujarat Election 2022 : ગુજરાત વિધાનસભા ચૂંટણીને હવે ગણતરીના દિવસો જ બાકી છે ત્યારે છેલ્લી ઘડીએ ભાજપ (BJP), કોંગ્રેસ (Congress) અને આપ (AAP) એમ ત્રણે પાર્ટીઓ એડીચોટીનું જોર લગાવી રહ્યા છે. પાર્ટીના મોટા ચહેરાઓ સભાઓ ગજવી મતદારોને રિઝવવાનો પ્રયાસ કરી રહ્યા છે. ત્યારે આ અંતર્ગત પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી (PM Narendra Modi) એ આજે કચ્છના અંજાર ખાતે જાહેર સભા યોજી કોંગ્રેસ પર પ્રહાર કર્યા હતા અને વધુમાં વધુ મતદાન થકી ભાજપને જીતાડવા આહવાહન કર્યુ હતું.
2022ની ચૂંટણી 5 નહીં 25 વર્ષના નિર્ણય માટે મહત્ત્વની
પીએમ મોદીએ અંજારની ધરતીથી કચ્છના મારા ભાઇ-બહેનોને રામ રામ… કરતા સંબોધનની શરૂઆત કરી હતી. તેમણે કહ્યું, કચ્છની ધરતી કર્તવ્ય અને કૌશલ્યની ધરતી છે. આ સંકલ્પ અને ઇચ્છાશક્તિની ધરતી છે. 2001માં જયારે કચ્છમાં ભૂકંપ આવ્યો ત્યારે કચ્છ સહિત આખુ ગુજરાતના જીલ્લા અને ગામ તબાહીના શિકાર બન્યા લોકો કહેતા કે કચ્છ મોતની ચાદર ઓઢીને સુતુ છે આ કચ્છ ફરી બેઠુ નહી થાય આ કચ્છની ખમીરવંતી પ્રજા અને સરકારની નીતીની જુંગલબંદીએ ફરી કચ્છ તેજ ગતીથી દોડે છે. દેશની આઝાદીના 100 વર્ષ થાય ત્યારે ભારત વિકસીત હોય તેવો સંકલ્પ છે. 2022ની ચૂંટણી મહત્વપુર્ણ છે તેમાં પાંચ વર્ષનો નહી 25 વર્ષનો નિર્ણય કરવાનો છે. કચ્છના લોકોને ભરોસો જ નોહતો કે કોણ આવશે જે નર્મદાનું પાણી પહોંચાડશે. વિપરીત વાળામાં વાતારણમાં પણ નર્મદા માતાના નીર પહોંચે છે. આજે કચ્છ પાણીદાર બન્યું છે.
કોંગ્રેસ એટલે કચ્છની ઘોર દુશમન
તેમણે કોંગ્રેસ પર પ્રહાર કરતા જણાવ્યું કે, કોંગ્રેસ એટલે કચ્છની ઘોર દુશમન. કચ્છની પહેલી પ્રાથમિકતા પાણી હતી અને કચ્છમાં પાણી ન પહોંચે તે માટે ખેલ કરતા હતા તેમની જોડે દોસ્તી હતી. કચ્છને પાણી ન મળે તે માટે ષડયંત્ર થતું રોડા અટકાવવાનું કામ થતું. આ તમારો દિકરો ગાંઘીનગર બેઠો અને ઉપવાસ પર બેસી ડેમની ઉંચાઇ વધારવા લડત કરી અને પાણી પહોંચાડ્યુ. ભાજપ માત્ર વાતો નથી કરતું, એક વાર કહીએ તો કામ કરીને જ રહીએ. આજે કચ્છ દાડમ,ખૂજર, કમલમ, કચ્છની કેરી,એકસપોર્ટ કરતું થયું. આજે કચ્છની ખેતપેદાવર દુનિયામાં ડંકો વાગાડી રહી છે. 2023માં આખી દુનિયા મોટા અનાજના વર્ષની ઉજવણી કરશે અને બાજરી,જુવાર અને રાગીનો ડંકો વાગશે.સરકારે પશુપાલકોને થતા રોગચાળાને અટકાવવા 14 હજાર કરોડ રૂપિયા ખર્ચવાનું નક્કી કર્યુ છે. જેમ મનુષ્યના આધાર કાર્ડ કાઠયા છે તેમ પશુઓને નંબર આપવાનું કામ કર્યુ છે અને તેમની માવજત કરવાનું કામ કર્યુ.
કચ્છમાં આજે પર્યટનનો વિકાસ થયો
પીએમ મોદીએ કચ્છના વિકાસ મામલે વાત કરતા કહ્યું કે, કચ્છમાં આજે પર્યટનનો વિકાસ થયો છે. કેટલી નવી સંભાવનાવો પડી છે અને આજે આખુ રાજસ્થાન જોવા જેટલો સમય લાગે તેના કરતા વધુ દિવસ કચ્છ જોવા માટે લાગે . કચ્છમાં વધુમાં વધુ ટુરિસ્ટ આવે તે માટે કામ કરવામાં આવી રહ્યું છે. આજે કચ્છમાં 5જી આવી ગયું છે. ટુરિઝમ આવે એટલે કચ્છની આવક વધે. કચ્છમાં ત્રણ મહિનામાં પાંચ લાખ ટુરિસ્ટ આવે છે. સ્મૃતિવન એટલે આ ભૂજિયા ડુંગર એક જમાનામાં સુકો ભટ્ટ હતો પરંતુ મોદી સરકારના વિઝનથી ભૂજને કચ્છને નવું ફેફસુ મળ્યું છે. સ્મૃતીવન જીવનદાઇત્વ બને તેટલું મોટુ જંગલ બનાવ્યું છે અત્યાર સુધીમાં એક લાખ લોકો મુલાકાત કરી છે. કચ્છના કેટલાક વિસ્તારોમાં મુંબઇમાં જે ચોરસ ફુટના જમીનના જે ભાવ હોય તેના કરતા વધુ ભાવ છે.
કંડલામાં પહેલા સાત કરોડનું એક્સપોર્ટ થતુ હવે 9 હજાર કરોડનું એક્સપોર્ટ થાય છે
મોદીએ કહ્યું કે, આ કંડલા 25 વર્ષ પહેલા સાત કરોડ રૂપિયાનું એકસપોર્ટ થતું, આજે ત્યાથી 9 હજાર કરોડ રૂપિયાનું એક્સપોર્ટ થાય છે. મુંદ્રા દેશના કાર્ગો હેન્ડલીંગમાં નંબર એક પર પહોંચ્યુ છે. ગ્રીન હાઇડ્રોડનથી ભવિષ્યમાં કોર ચાલવાની છે અને ગ્રીન હાઇડ્રોજનનું મોટુ હબ કચ્છમાં બનાવાનું છે. આ વખતની ચૂંટણીમાં પોલીંગ બુથમાં ઐતિહાસીક મતદાન કરી ભાજપને જંગી મતોથી જીતાડજો તેમ વિનંતી કરી.
પીએમ મોદીએ પાલીતાણામાં શું કહ્યું?
ઉલ્લેખનીય છે કે, પીએમ મોદીએ ગુજરાત પ્રવાસમાં અંજાર પહેલા પાલીતાણામાં પણ સભા સંબોધી હતી. તેમણે પાલીતાણામાં કહ્યું, આ ચૂંટણી આપણું ગુજરાત સમૃદ્ધ બને અને વિકાસની નવી ઉંચાઇ પ્રાપ્ત કરે તેનો નિર્ણય કરશે. આઝાદીના 100 વર્ષે દેશના વિકાસની નવી ઉંચાઇ પર લઇ જવાની આ ચૂંટણી છે. ગુજરાતનો મતદાર સમજદાર છે. ગુજરાતની જનતા ભાજપ પર ભરોસો કરે છે કારણ કે આપણા વડિલોએ પહેલા કોંગ્રેસની સરકારના દિવસો જોયા છે. દેશની એકતામાં જેમ સરદાર સાહેબનું યોગદાન હતું તેમ દેશની એકતામાં રાજારજવાડાનું પણ યોગદાન હતું. આ દેશની આવનારી પેઢી જાણે કે અમારા રાજવી પરિવારોએ કેટલો મોટો ત્યાગ કર્યો એટલા માટે એકતા નગરમાં રાજવી પરિવારોનું મ્યુઝિયમ બનાવવાનું કામ ચાલી રહ્યુ છે.
તેમણે કોંગ્રેસ પર હુમલો કરતા કહ્યું કે, ગુજરાત રાજય પ્રગતી કરી રહ્યુ છે તેના મૂળમાં એકતા છે. કોંગ્રેસની મૂળ વિચારઘાર ભાગલા કરો અને રાજ કરો. વર મરો,કન્યા મરો પણ ગોર મહારાજનું તરભાણુ ભરો આ કોંગ્રેસની ચાલાકી હતી.ગુજરાત અને મરાઠાઓને લડાવાનું કામ કોંગ્રેસ કરતી હતી. ગુજરાતમાં કાઠીયાવાડ અને ગુજરાતને લડાવાનુ કામ કર્યુ.ગુજરાતના લોકો જાગૃત છે, ગુજરાતે એકતાનો રસ્તો અપનાવ્યો, આ એકતાના રસ્તાના પરિણામે એક જમનામાં મંદિર અને બજારોમાં બોમ્બ ધડાકા થતા ત્યારે સુરક્ષાના વાતાવરણ આપાવવામાં ગુજરાતની જનતાએ એકતાની તાકાત પકડી. ગુજરાત આજે 20 વર્ષથી નિરાંતર વિકાસ કરી રહ્યું છે. ભાજપે જયારે જનતાની સેવા કરવાનું શરૂ કર્યુ ત્યાથી દરરોજ ભાજપા પ્રત્યે જનતાનો વિશ્વાસ વઘતો જ ગયો અને ભાજપનો લોકો પર ભરોસો વધતો ગયો.
આ પણ વાંચો – ગુજરાત ચૂંટણી 2022: ગૃહમંત્રી અમિત શાહના ખેરાલુ ખાતે કોંગ્રેસ પર આકરા પ્રહાર, ઉત્તર ગુજરાત રણમાં ફેરવાઇ ગયું હોત…
પીએમ મોદીએ વધુમાં જણાવ્યું કે, ગુજરાત સુરક્ષીત, સદભાવના, સમરસ્તાવાળુ, એકતાનું વાતાવરણ એ ગુજરાતનો સ્વભાવ બન્યુ છે. ગુજરાત એકજૂટ થયુ અને વિભાજનકારી શક્તિને ગુજરાતમાં પગપેસારો કરવાની તાકાત ન મળી અને તેના કારણે કોંગ્રેસની વિદાય થઇ. કોંગ્રેસે જો ગુજરાતની જનતાનો વિશ્વાસ જીતવો હશે તો ભાગલા કરો અને રાજ કરો ની વાત છોડવી પડશે. કોંગ્રેસે જાતિવાદ, વોટબેંક, કોમવાદના રંગ છોડવા પડશે. નર્મદાનું પાણી,સૌની યોજના,સુજ્જલામ સુફલામ યોજના ગુજરાતને જળ સંકટ ખતમ કરવાની તાકાત છે,કોંગ્રેસે ખૂબ પ્રયત્નો કર્યા કે નર્માજનું પાણી સૌરાષ્ટ્ર ન પહોંચે. દિલ્હીમાં કોંગ્રેસની સરકાર હતી ત્યારે નર્માદાના કામમાં જેટલા આડા આવવી શકાતુ હતું એટલી બધી રીતે પ્રયત્નો કર્યા. જેમણે ગુજરાતને તરસ્યુ રાખ્યુ તે 40-40 વર્ષ સુધી નર્મદાને રોકી રાખી તેવા લોકો સાથે કોંગ્રેસ પદયાત્રા કરે છે આ વાત ગુજરાત કયારેય માફ નહી કરે. આજે ગુજરાતમાં પાણી મળવાના કારણે ખેતરો પણ લીલાછમ થઇ ગયા છે.