અક્ષય કુમારે મરાઠી ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં ઝંપલાવ્યું, ફિલ્મ ‘વેદાત મરાઠે વીર દૌદાલે સાત’માં અભિનેતા શિવાજીના રોલમાં, કહ્યું…’મારું સપનું પૂરુ થયું’

Akshay Kumar Marathi Film debut- અક્ષય કુમારે ખુશી વ્યક્ત કરતા જણાવ્યું હતું કે, આ ફિલ્મમાં આ મહાન વ્યક્તિનો રોલ મળવો એ મારુ સપનું પૂરુ થવા સમાન છે. આ સાથે મને લાગે છે કે છત્રપતિ શિવાજી મહારાજને મોટી સ્ક્રીન પર પ્રેઝન્ટ કરવા મોટી જવાબદારી છે.

Written by mansi bhuva
November 03, 2022 11:38 IST
અક્ષય કુમારે મરાઠી ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં ઝંપલાવ્યું, ફિલ્મ ‘વેદાત મરાઠે વીર દૌદાલે સાત’માં અભિનેતા શિવાજીના રોલમાં, કહ્યું…’મારું સપનું પૂરુ થયું’
અક્ષય કુમારે મરાઠી ફિલ્મને લઇ ખુશી વ્યક્ત કરી

બોલિવૂડથી લઇ હોરર તેમજ કોમેડી ફિલ્મોમાં અભિનય કરી દર્શકોનું ભરપૂર મનોરંજન કરનાર અભિનેતા અક્ષય કુમાર હવે મરાઠી ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં પ્રવેશ કર્યો છે. અક્ષય કુમાર મહેશ માંજકરેકરની આગામી ફિલ્મ ‘વેદાત મરાઠે વીર દૌદાલે સાત’માં મહત્વની ભૂમિકામાં નજર આવશે.

વીર માંજરેકરની આગામી મરાઠી ફિલ્મમાં અક્ષય કુમાર મરાઠાઓનું ગૌરવ છત્રપતિ શિવાજી મહારાજની ભૂમિકા નિભાવશે તેવા સમાચાર સામે આવ્યાં છે. ફિલ્મ ‘વેદાત મરાઠે વીર દૌદાલે સાત’નું વસીમ કુરેશી દ્વારા નિર્માણ કરાયું છે.

આ મરાઠી ફિલ્મ સાત મહાન અને બહાદુર યોદ્ધાઓની કહાની પર આધારિત છે. જેના જીવનનો ઉદ્દેશ શિવાજી મહારાજના ‘સ્વરાજ્યના સપના’ને સિદ્ધ કરવાનો હતો. ઉલ્લેખનીય છે કે, આ ઇતિહાસના સૌથી ગૌરવશાળી પાત્રોમાંથી એક છે.

વેદત મરાઠે વીર દૌદાલે 7 ટીમની મુંબઇમાં એક અસામાન્ય મૂહુર્ત શોર્ટ કાર્યક્રમ યોજાયો હતો. જેમાં મહારાષ્ટ્રના મુખ્યમંત્રી એકનાથ શિંદે અને મનસે પ્રમુખ રાજ ઠાકરે સહિત દિગ્ગજ વ્યક્તિ હાજર રહ્યા હતા.

આ કાર્યક્રમમાં અક્ષય કુમારે ખુશી વ્યક્ત કરતા જણાવ્યું હતું કે, આ ફિલ્મમાં આ મહાન વ્યક્તિનો રોલ મળવો એ મારુ સપનું પૂરુ થવા સમાન છે. આ સાથે મને લાગે છે કે છત્રપતિ શિવાજી મહારાજને મોટી સ્ક્રીન પર પ્રેઝન્ટ કરવા મોટી જવાબદારી છે. એવામાં જ્યારે મને રાજ સર મારી સમક્ષ આ પ્રસ્તાવ લઇને આવ્યા તે સમયે હું દંગ રહી ગયો હતો. પરંતુ આ મારા સપનાને હકીકતમાં તબદીલ કરે છે.

આ પણ વાંચો: દિવંગત અભિનેતા પુનીત રાજકુમારનું ‘કર્ણાટક રત્ન એવોર્ડ’થી સન્માન, પત્ની અશ્વિનીએ લીધો એવોર્ડ

અક્ષય કુમારે વધુમાં જણાવ્યું હતું કે, હું પ્રથમ વખત નિર્દેશક મહેશ માંજરેકર સાથે કામ કરીશ. આ તકે મને સારો અનુભવ થશે.

અંતિમ: ધ ફાઇનલ ટ્રુથના નિર્દેશકએ જણાવ્યું હતું કે, વેદાત મરાઠે વીર દૌદલ 7 મારો ડ્રિમ પ્રોજેક્ટ છે. હું આ પ્રોજેક્ટ પર છેલ્લા સાત વર્ષથી કામ કરી રહ્યો છું. આ એક એવો વિષય છે જેના પર વ્યાપક સંશોધનની જરૂર છે. આ સાથે આ મરાઠી ફિલ્મ ઇન્ડસ્ટ્રીના ઇતિહાસની અત્યારસુધીની સૌથી મોટી અને ભવ્ય મરાઠી ફિલ્મ છે. જેની વિશ્વભરમાં રિલીઝની સાથે હું ઇચ્છું છું કે લોકો શક્તિશાળી હિંદૂ રાજા છત્રપતિ શિવાજી મહારાજાની કહાણીથી વાકેફ થાય.

હું ભાગ્યશાળી છું કે શિવાજી મહારાજના કિરદારને અક્ષય કુમાર અદા કરશે. કારણ કે મને લાગે છે કે અક્ષય કુમાર આ પાત્ર માટે એકદમ બરાબર છે.

આ પણ વાંચો: Shah Rukh khan Birthday: શાહરૂખ ખાન બર્થ ડે સ્પેશિયલ, મારા જીવનમાં એક એવો સમય આવ્યો હતો જ્યારે હું હિંમત હારી ગયો હતો

આ ફિલ્મ અને ટીમ અંહે મહારાષ્ટ્રના CM એકનાથ શિંદેએ કહ્યું હતું કે, આ ફિલ્મ સુપરહિટ જશે, મારી શુભકામનાઓ તમારી સાથે છે. બાલાસાહેબ ઠાકરે મરાઠી સિનેમાને સપોર્ટ કરતા હતા, રાજ ઠાકરે પણ મરાઠી સિનેમાના સમર્થનમાં છે.

Read More
Read More
આજના લેટેસ્ટ ગુજરાતી સમાચાર અને ટ્રેન્ડિંગ ન્યૂઝ વાંચો ઈન્ડિયન એક્સપ્રેસ ગુજરાતી પર. અહીં જાણો બોલિવૂડ, હોલીવુડ, OTT, સેલેબ્સ અને અન્ય વધુ રસપ્રદ મનોરંજન સમાચાર તેમજ ભારત અને વિશ્વભરના દૈનિક સમાચાર અપડેટ્સ ગુજરાતી ભાષામાં.
Show comments
Next Story
ચેનલ JOIN કરો Follow us Shorts ટોપ ન્યૂઝ