malaika arora : મલાઈકા અરોરા 49 વર્ષની ઉંમરે મા બનવા જઈ રહી? બોયફ્રેન્ડ અર્જુન કપૂરે જણાવ્યું સત્ય

malaika arora News : મલાઈકા અરોરા માતા (Mother) બનવા જઈ રહી તેવો દાવો ગત વર્ષે કરવામા આવ્યો હતો. અર્જુન કપૂરે (arjun kapoor) ફરી એકવાર સોશિયલ મીડિયા (Social Media) પર થઈ રહેલી ચર્ચાનો જવાબ આપ્યો અને કહ્યું - 'અમારૂ પણ અંગત જીવન છે, કોઈ પણ સમાચાર ફેલાવતા પહેલા ક્રોસ ચેક તો કરી લો'.

Written by Kiran Mehta
Updated : June 01, 2023 15:29 IST
malaika arora : મલાઈકા અરોરા 49 વર્ષની ઉંમરે મા બનવા જઈ રહી? બોયફ્રેન્ડ અર્જુન કપૂરે જણાવ્યું સત્ય
મલાઈકા અરોરા પ્રેગનન્સીના સમાચાર પર અર્જુન કપૂરનો જવાબ (ફોટો - સોશિયલ મીડિયા)

Malaika Arora Pregnancy : બોલિવૂડ એક્ટ્રેસ મલાઈકા અરોરા પોતાની પર્સનલ લાઈફને લઈને હંમેશા ચર્ચામાં રહે છે. અભિનેત્રી ઘણીવાર અર્જુન કપૂર સાથે ક્વોલિટી ટાઈમ પસાર કરતી જોવા મળે છે. મલાઈકા અને અર્જુન કપૂર લાંબા સમયથી એકબીજાને ડેટ કરી રહ્યાં છે. બંને સોશિયલ મીડિયા પર ખૂબ જ એક્ટિવ છે અને અવારનવાર અહીં નવી તસવીરો અને વીડિયો શેર કરે છે. પરંતુ બંને વચ્ચે ઉંમરનું ઘણું અંતર છે.

આ કપલ વચ્ચે 12 વર્ષની ઉંમરનો તફાવત છે, જેના માટે બંનેને વારંવાર ટ્રોલ કરવામાં આવે છે. પરંતુ બંનેના પ્રેમમાં કોઈ ફરક પડતો નથી. ગયા વર્ષે, મલાઈકાની પ્રેગ્નન્સીના સમાચારોએ ઘણી હેડલાઈન્સ બનાવી હતી, જો કે અર્જુન કપૂરે પણ આ સમાચાર પર મીડિયા અને પેપ્સ પર ઘણો ગુસ્સો વ્યક્ત કર્યો હતો. હવે ફરી એકવાર અર્જુન કપૂરે આ અંગે પ્રતિક્રિયા આપી છે. અભિનેતાએ કહ્યું છે કે, નેગેટિવ પબ્લિસિટી મેળવવી સરળ છે, પરંતુ અમારી પણ લાઈફ છે. કંઈપણ બોલતા પહેલા હકીકત તપાસો.

મલાઈકા અરોરા માતા બનવા જઈ રહી છે?

હકીકતમાં, ગયા વર્ષે નવેમ્બરમાં એક મીડિયા રિપોર્ટમાં દાવો કરવામાં આવ્યો હતો કે, મલાઈકા અરોરા અર્જુન કપૂરના બાળકની માતા બનવા જઈ રહી છે. આ રિપોર્ટ દ્વારા કહેવામાં આવ્યું હતું કે, બંને ઓક્ટોબર 2022માં લંડન ગયા હતા, જ્યાં તેમણે તેમના નજીકના લોકોને પ્રેગ્નન્સી વિશે જણાવ્યું હતું. જે બાદ અર્જુન કપૂરે મીડિયામાં આવા સમાચાર બતાવવા સામે વાંધો ઉઠાવ્યો હતો. અર્જુન કપૂરે કહ્યું હતું કે, ‘આવા સમાચારો ચલાવતા પહેલા એકવાર ક્રોસ ચેક કરી લો. અમે પણ માણસ છીએ અને અન્ય લોકોની જેમ અમારી પણ કેટલીક અંગત જિંદગી છે. હવે અર્જુને આ સમગ્ર મામલે ફરી એકવાર પોતાની વાત રજૂ કરી છે. તેણે લોકોને એ પણ જણાવ્યું કે, આવા સમાચારોએ તેમના જીવન પર કેવી અસર કરી છે.

કપૂરે શું કહ્યું?

હાલમાં જ મીડિયા સાથે વાત કરતાં અર્જુન કપૂરે કહ્યું હતું કે, ‘મીડિયાએ એવું કંઈ ન કહેવું જોઈએ, જેનાથી કોઈનું જીવન બદલાઈ જાય’. આવા નકારાત્મક સમાચાર ફેલાવવા સરળ છે. લોકોનું ધ્યાન આકર્ષિત કરવાની આ એક સારી રીત છે, પરંતુ તમારે એ પણ ધ્યાનમાં રાખવું જોઈએ કે, અમારી પણ કેટલીક અંગત જિંદગી હોય છે. અમારા ચાહકો અમારા સુધી પહોંચવા માટે મીડિયા પર ભરોસો રાખે છે, પરંતુ તમારે એ પણ સમજવું જોઈએ કે, અમે પણ માણસો છીએ. જો તમે આવું કંઇક લખતા હોવ તો ઓછામાં ઓછું એક વાર ક્રોસ ચેક તો કરી લો.

અભિનેતાએ આગળ કહ્યું કે, ‘સૌથી પહેલા તો વ્યક્તિએ પોતાના જ મંતવ્ય પ્રમાણે ન વિચારવું જોઈએ. આ બાબત પ્રકાશમાં આવતાં તે સમયે પરિસ્થિતિ સંભાળી લેવામાં આવી હતી. અર્જુને કહ્યું કે, તેણે ક્યારેય પોતાની અંગત જિંદગી વિશે કંઈપણ છુપાવ્યું નથી. તેણે આ નિવેદનો એટલા માટે આપ્યા કારણ કે, તેને સમજાયું કે તે ખોટું થઈ રહ્યું છે અને લાગ્યું કે, તે મીડિયા પર વિશ્વાસ કરી શકે છે.

Read More
Read More
આજના લેટેસ્ટ ગુજરાતી સમાચાર અને ટ્રેન્ડિંગ ન્યૂઝ વાંચો ઈન્ડિયન એક્સપ્રેસ ગુજરાતી પર. અહીં જાણો બોલિવૂડ, હોલીવુડ, OTT, સેલેબ્સ અને અન્ય વધુ રસપ્રદ મનોરંજન સમાચાર તેમજ ભારત અને વિશ્વભરના દૈનિક સમાચાર અપડેટ્સ ગુજરાતી ભાષામાં.
Show comments
Next Story
ચેનલ JOIN કરો Follow us Shorts ટોપ ન્યૂઝ