Malaika Arora Shoulder Massage Viral Video : બોલિવૂડ એક્ટ્રેસ મલાઈકા અરોરા અવારનવાર કોઈને કોઈ કારણોસર હેડલાઈન્સમાં રહે છે. ક્યારેક તેની ફિટનેસ માટે તો ક્યારેક તેની ડ્રેસિંગ સેન્સને કારણે અભિનેત્રી લાઈમલાઈટમાં રહે છે. અભિનેત્રીની એક ઝલક મેળવવા માટે ચાહકો આતુરતાથી રાહ જોઈ રહ્યા છે. અભિનેત્રી સોશિયલ મીડિયા પર ખૂબ જ એક્ટિવ છે અને તેના ફેન્સ સાથે તેના અપડેટ્સ શેર કરતી રહે છે. હવે એક્ટ્રેસનો એક વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે. આ વીડિયોના કારણે તે સોશિયલ મીડિયા પર ટ્રોલ પણ થઈ રહ્યો છે.
મલાઈકા અરોરાનો વીડિયો વાયરલ (Malaika Arora Shoulder Massage Viral Video)
હકીકતમાં મલાઈકા અરોરાનો એક વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે, જેમાં તે પેઇન રિલિફ ટ્રીટમેન્ટ લેતી જોવા મળી હતી. વીડિયોમાં જોઈ શકાય છે કે મલાઈકા એક ટેલબ પર સૂઈ ગઇ છે અને ઓર્થોપેડિક સર્જન અભિનેત્રીના ખભા પર મસાજ આપી રહ્યો છે. વીડિયોમાં મલાઈકા પણ એકદમ રિલેક્સ દેખાઈ રહી છે.

જો કે, આ વીડિયો વાયરલ થતાં જ લોકો ઘણી બધી વાતો કરી રહ્યા છે. એક્ટ્રેસને આ રીતે શોલ્ડર મસાજ કરાવતી લોકોને પસંદ આવી નથી અને તેણે એક્ટ્રેસ વિશે કમેન્ટ કરવાનું શરૂ કરી દીધું છે. અભિનેત્રીને આ હાલતમાં જોઈને અમુક લોકો થોડા ચિંતિત થઈ ગયા છે અને તેને તેની હાલત વિશે પૂછી રહ્યા છે.
મલાઈકા અરોરા સોશિયલ મીડિયામાં ટ્રોલ થઇ
મલાઈકા અરોરા આ શોલ્ડર મસાજના વીડિયોને કારણે સોશિયલ મીડિયામાં ટ્રોલ થઇ છે. આ વીડિયો વિશેર કોમેન્ટ કરતાં એક યુઝરે લખ્યું કે અર્જુન કપૂર ગુસ્સે થઈ જશે. એકે લખ્યું, ‘અમીર લોકો પૈસા આપીને હાડકાં ભાંગે છે અને ગરીબ લોકો મહેનત કરીને હાડકાં ભાંગે છે.’ એક યુઝરે લખ્યું, ‘આમાં ઘણો સ્કોપ છે, લાગે છે કે તમારે શીખવું પડશે.’
આ પણ વાંચો | બોલિવૂડથી લઇને મુકેશ અંબાણી સાથે ખાસ ઓળખ ધરાવનાર ઓરી કોણ છે? કેમ પરેશાન? જાણો
એક યુઝરે લખ્યું કે ‘આ ઉંમરે દુખાવો જ થાય છે.’ એક યુઝરે લખ્યું કે ધ્યાન રાખો કે તમારી ગરદન તૂટી ન જાય. એક યુઝરે લખ્યું, ‘મને ખાતરી છે કે આ કોર્સ કરવાથી ઘણો સ્કોપ મળશે.’





