Malaika Dance: અર્જુન કપૂરની બર્થ ડે પાર્ટીમાં મલાઇકા અરોરાનો હોટ ડાન્સ જોઇ ફેન્સ પણ બોલી ઉઠ્યા ચલ છૈયા છૈયા…

મલાઇકા અરોરા હોટ ડાન્સ વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઇ રહ્યો છે. અર્જુન કપૂરની બર્થ ડે પાર્ટીમાં મલાઇકા અરોરાએ ચલ છૈયા છૈયા ગીત પર હોટ ડાન્સ કર્યો હતો.

Written by Ajay Saroya
Updated : June 26, 2023 17:28 IST
Malaika Dance: અર્જુન કપૂરની બર્થ ડે પાર્ટીમાં મલાઇકા અરોરાનો હોટ ડાન્સ જોઇ ફેન્સ પણ બોલી ઉઠ્યા ચલ છૈયા છૈયા…
Malaika Dance: અર્જુન કપૂરના બર્થ ડે પર મલાઇકા અરોરા બરોબર ઝુમી હતી. છૈયા છૈયા ગીત પર હોટ ડાન્સ કર્યો હતો. (તસ્વીર- સોશિયલ)

મલાઇકા અરોરા અને અર્જુન કપૂરની લવ સ્ટોરી જાણીતી છે. મલાઇકા અરોરા અને અર્જુન કપૂર બોલિવૂડના મશહુર કપલ પૈકીના એક છે. બંને વચ્ચે ઉંમરનો ઘણો તફાવત છે પરંતુ બંનેનો એકબીજા માટેનો પ્રેમ અને કેમેસ્ટ્રી જોતાં ફેન્સ પણ બંનેને એક સાથે જોવા પસંદ કરી રહ્યા છે. બંને જ્યારે પણ એકસાથે આવે છે તો ફેન્સના હોશ ઉડાવી દે છે.

તાજેતરમાં જ અર્જુન કપૂરે પોતાનો બર્થ ડે સેલિબ્રેટ કર્યો હતો. અર્જુન કપૂર નો બર્થ ડે હોય અને મલાઇકા અરોરાની ચર્ચા ન થાય એવું બને નહીં અને થયું પણ એવું જ. અર્જુન કપૂરની બર્થ ડે પાર્ટીમાં મલાઇકા અરોરા પાર્ટીની જાન બની હતી. મલાઇકા અરોરાએ હોટ ડાન્સ કરી અર્જુન કપૂરના બર્થ ડેને યાદગાર બનાવી દીધો. મલાઇકા અરોરાએ એવો ડાન્સ કર્યો કે કોઇ કહી ન શકે કે આ અભિનેત્રીની ઉંમર 48 વર્ષ હશે.

Photo Gallery: ડીપનેક બોડીકોન ડ્રેસમાં મલાઇકા અરોરાનો હોટ લુક, જુઓ ફોટા

અર્જુન કપૂરની બર્થ ડે પાર્ટીમાં મલાઇકા અરોરાએ એવા હોટ મૂવ કર્યા કે એ જોઇને સૌ કોઇ જોતા જ રહી ગયા. મલાઇકા અરોરાએ પોતાના જ હિટ સોન્ગ છૈયા છૈયા પર ડાન્સ કર્યો હતો. આ ગીત પર ઝુમતાં તેણીએ હુક સ્ટેપ પણ કર્યા. મલાઇકા અરોરાનો ડાન્સનો આ વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થતાં ફેન્સ પણ છૈયા છૈયા બોલી ઉઠ્યા.

નિર્દેશક મણિરત્નમની દિલ સે ફિલ્મનું મશહુર ગીત ચલ છૈયા છૈયા રિલીઝ થયાને 25 વર્ષ થયા છે. આ ગીત સિંગર સુખવિંદર સિંહ અને સપના અવસ્થીએ ગાયું હતું. આ ગીત ઘણું પોપ્યુલર બન્યું હતું. આ આઇટમ સોન્ગ માટે પહેલા રવિના ટંડનને ઓફર કરાઇ હતી પરંતુ તેણીએ આ પરફોર્મ કરવાની મનાઇ કરતાં મલાઇકા અરોરાને આ ગીત મળ્યું હતું.

https://www.instagram.com/p/Ct8OZvKIxEn/

આ ગીત પર મલાઇકાએ ડાન્સ કરી પ્રેમી અર્જુન કપૂરના બર્થ ડેને યાદગાર બનાવી દીધો. અર્જુન કપૂરની બર્થ ડે પાર્ટીમાં અંશુલા કપૂર, પિતરાઇ ખુશી કપૂર સહિત અંગત મિત્રો પણ હાજર હતા. અર્જુન કપૂર 38 વર્ષનો થયો છે અને મલાઇકા અરોરા એનાથી 10 વર્ષ મોટી છે. પરંતુ બંનેની લવ સ્ટોરી બોલિવૂડમાં ટોક ઓફ ધ ટાઉન જેવી છે.

Read More
Read More
આજના લેટેસ્ટ ગુજરાતી સમાચાર અને ટ્રેન્ડિંગ ન્યૂઝ વાંચો ઈન્ડિયન એક્સપ્રેસ ગુજરાતી પર. અહીં જાણો બોલિવૂડ, હોલીવુડ, OTT, સેલેબ્સ અને અન્ય વધુ રસપ્રદ મનોરંજન સમાચાર તેમજ ભારત અને વિશ્વભરના દૈનિક સમાચાર અપડેટ્સ ગુજરાતી ભાષામાં.
Show comments
Next Story
ચેનલ JOIN કરો Follow us Shorts ટોપ ન્યૂઝ