Mamta Kulkarni Dhirendra Shastri Controversy: બોલિવૂડ અભિનેત્રી મમતા કુલકર્ણી મહા કુંભ મેળામાં મહામંડલેશ્વર બનવા અને પદ પરથી હટાવ્યા બાદ સતત ચર્ચામાં છે. મમતા કુલકર્ણીને મહામંડલેશ્વર બનાવતા બાગેશ્વર ધામના બાબા ધીરેન્દ્ર શાસ્ત્રે સવાલ ઉઠાવ્યા હતા. બાગેશ્વર બાબાના સવાલનો મમલા કુલકર્ણીએ જડબાતોડ જવાબ પણ આપ્યો છે. મમતા કુલકર્ણીએ ધીરેન્દ્ર શાસ્ત્રીને જવાબ આપતા કહ્યું કે, જેટલી તેમની ઉંમર છે એટલું મે ધ્યાન કર્યું છે.
મમતા કુલકર્ણી લગભગ 25 વર્ષ સુધી લાઇમલાઇટથી દૂર રહી હતી. ત્યારે આટલા લાંબા સમય બાદ ભારત પરત ફર્યા બાદ તેમણે હંગામો મચાવ્યો હતો. તે પરત ફરી ત્યારથી જ ચર્ચામાં છે. તાજેતરમાં જ સાધ્વી બનવાના તેમના નિર્ણયથી હોબાળો મચી ગયો હતો. તેમણે આધ્યાત્મિક જીવન અપનાવ્યું અને મહાકુંભ મેળામાં તેમને મહામંડલેશ્વરની ઉપાધિ આપવામાં આવી. જો કે બાદમાં તેને આ પદ પરથી પણ હટાવી દેવામાં આવી હતી, જે બાદ તે ઘણા વિવાદોમાં રહી છે. બાગેશ્વર ધામના બાબા રામદેવ અને ધીરેન્દ્ર કૃષ્ણ શાસ્ત્રીએ તેમના સાધ્વી બનવા પર સવાલ ઉઠાવ્યા હતા.
હકીકતમાં જ્યારે મમતા કુલકર્ણીને મહામંડલેશ્વરનું પદ મળ્યું ત્યારે અનેક ધાર્મિક વ્યક્તિઓએ તેમના પર પ્રતિક્રિયા આપી હતી. આ અંગે પણ સવાલો ઉભા થયા હતા. જ્યારે તે સાધ્વી બની ત્યારે તેણે આ માટે પૈસા આપ્યા હોવાની પણ અટકળો થઇ હતી. તેમાંથી એક બાબા રામદેવે સવાલો ઉઠાવ્યા હતા અને તેની ટીકા કરતાં કહ્યું હતું કે, એક દિવસમાં કોઈને સંતનું બિરુદ મળતું નથી. તે માટે વર્ષોની કઠિન સાધના તપસ્યાની જરૂર પડે છે. તેમણે મમતા કુલકર્ણી પર નિશાન સાધતા કહ્યું કે આજકાલ લોકોને અજીબ રીતે મહામંડલેશ્વરની ઉપાધિ આપવામાં આવે છે. આ સાથે જ ધીરેન્દ્ર શાસ્ત્રીએ પણ મમતા કુલકર્ણી સામે સવાલ ઉઠાવીને વિરોધ નોંધાવ્યો છે.

ધીરેન્દ્ર શાસ્ત્રીએ મમતા કુલકર્ણીના સાધ્વી બનવા પર સવાલ ઉઠાવતા કહ્યું હતું કે, આ પ્રકારના સન્માન એવા લોકો માટે અનામત રાખવા જોઈએ જેઓ ખરેખર સંતની ભાવનાને મૂર્તિમંત કરે છે. સાથે જ હવે મમતા કુલકર્ણીએ આ સવાલોના જવાબ આપ્યા છે. હાલમાં જ તે રજત શર્માના શો આપ કી અદાલતમાં જોવા મળી હતી. સૌથી પહેલા તેમણે બાબા રામદેવના સવાલનો જવાબ આપતા કહ્યું કે તેમને બાબા રામદેવ શું જોઈએ છે? અભિનેત્રીએ વધુમાં કહ્યું કે બાબા રામદેવે મહાકાલ અને મહાકાળીથી ડરવું જોઈએ.
મમતા કુલકર્ણી એ ધીરેન્દ્ર શાસ્ત્રી વિશે શું કહ્યું?
મમતા કુલકર્ણી આટલેથી ન અટકી. તેણે બાગેશ્વર ધામના બાબા ધીરેન્દ્ર શાસ્ત્રીને જડબાતોડ જવાબ આપ્યો અને તેમને એક નિર્દોષ છોકરો ગણાવ્યો. અભિનેત્રી વધુમાં કહે છે કે, તેમની જેટલી ઉંમર છે, એટલું તેમણે ધ્યાન કર્યું છે 25 વર્ષ. મમતાએ વધુમાં સૂચવ્યું કે તે તેના ગુરુને પૂછો કે તે કોણ છે અને ચૂપ રહે.
આ પણ વાંચો | મમતા કુલકર્ણી પૈસા આપી મહામંડલેશ્વર બની? અભિનેત્રીએ આપ કી અદાલતમાં ખોલ્યા રાઝ
મમતા કુલકર્ણી મહામંડલેશ્વર પદેથી હટાવાઇ
તમને જણાવી દઇયે કે, વિવાદો બાદ મમતા કુલકર્ણીને મહામંડલેશ્વરના પદ પરથી હટાવી દેવામાં આવી છે. આ વિવાદ વચ્ચે કિન્નર અખાડાના સંસ્થાપક ઋષિ અજય દાસે અભિનેત્રી મમતા કુલકર્ણી સાથે આચાર્ય મહામંડલેશ્વર લક્ષ્મી નારાયણ ત્રિપાઠીને પણ હાંકી કાઢ્યા છે. મમતા કુલકર્ણી અંગે વિવાદ ઊભો થયો ત્યારે તેમણે આ નિર્ણય આપ્યો હતો. તેમના પર સંસ્થાપકની સંમતિ વિના નિમણૂક કરવાનો આરોપ મૂકવામાં આવ્યો હતો. આ પછી લોકોમાં ભારે રોષ જોવા મળ્યો હતો. આધ્યાત્મિક ગુરુ પણ ખૂબ ગુસ્સે થયા.