શું કામ દૂરદર્શન કરી રહ્યું છે અસ્તિત્વને ટકાવી રાખવાનો પ્રયત્ન?

OTT Platform: દૂરદર્શન ચેનલ સરકારી દાયરો અને મર્યાદાને કારણે આ ઓટીટી મંચનો લાભ લઇ શકતી નથી. જેને પગલે દૂરદર્શનની સીરિયલો દર્શકોની રાહ જોતા જોવા મળે છે.

Written by mansi bhuva
Updated : November 04, 2022 09:19 IST
શું કામ દૂરદર્શન કરી રહ્યું છે અસ્તિત્વને ટકાવી રાખવાનો પ્રયત્ન?
દુરદર્શનનું અસ્તિત્વ નાબુદ થવાના આરે

OTTના આગમનથી પ્રેક્ષકો ઓટીટી તરફ વળ્યાં છે. દર્શકોમાં વેબ સીરિઝનો ક્રેઝ પ્રતિદિન વઘતો જાય છે. ત્યારે ઓટીટીના કારણે દૂરદર્શન તેમજ ખાનગી ચેનલોને અનેક પ્રકારની સમસ્યાનો સામનો કરવાનો વારો આવ્યો છે. એક સમયે વિશ્વકક્ષાએ પ્રસિદ્ધી મેળવનાર દૂરદર્શન હાલ તેના અસ્તિત્વને ટકાવી રાખવા માટે પ્રયત્ન કરી રહ્યું છે.

OTTની 12 લોકપ્રિય ચેનલોનો દબદબો

OTTની આ 12 લોકપ્રિય ચેનલો એમેઝોન પ્રાઇમ, Mx પ્લેયર, જિયો, વૂટ, ઝી ફાઇવ વગેરે જેવી ચેનલો મહત્તમ પ્રેક્ષકો સુધી પહોંચવાના ભગીરથ પ્રયાસમાં છે. પરંતુ દૂરદર્શન ચેનલ સરકારી દાયરો અને મર્યાદાને કારણે આ ઓટીટી મંચનો લાભ લઇ શકતી નથી. જેને પગલે દૂરદર્શનની સીરિયલો દર્શકોની રાહ જોતા જોવા મળે છે.

દૂરદર્શનનું રાષ્ટ્રીય સ્તરે ધમાકેદાર એન્ટ્રી

1982ની એશિયન ગેમ્સ સાથે, ટેલિવિઝનની પ્રથમ રાષ્ટ્રીય સરકારી ચેનલ ‘દૂરદર્શન’નું રાષ્ટ્રીય સ્તરે આગમન ખુબ જ ધમાકેદાર રીતે થયું હતું. તમામ પ્રકારની અશ્લીલતાથી દૂર…એન્ટેના દ્વારા ઘરની અંદર શુદ્ધ મનોરંજન અને માહિતી પહોંચાડતી નાની સ્ક્રીન અચાનક સિનેમા K 70mm સેલ્યુલોઇડ બિગ સ્ક્રિનથી પણ વધુ લોકપ્રિયતા હાંસિલ કરવા લાગી હતી. દૂરદર્શની હમ લોગ, રામાયણ, મહાભારત, તમસ, બુનિયાદ, નુક્કડ, મનોરંજન, યે જો હૈ જીંદગી, તેનાલી રામ, માલગુડૂ ડેજ થા ભારત એક ખોજ સહિત કથાસાગર જેવી સિરિયલો લોકોને અત્યંત પસંદ આવી હતી.

‘મહિલા સશક્તિકરણ’નું આગમન

બાસુ ચેટર્જી જેવા વરિષ્ઠ ફિલ્મમેકર એક દબંગ મહિલા કેરેક્ટર સાથે ‘રજની’ને લઇ લોકો સમક્ષ ઉતર્યા. દિવગંત પ્રિયા તેંદુલકરે વ્યવસ્થા વિરુદ્ધ અવાજ બુલંદ કરનાર આ મહિલાના પાત્રને સાર્થક કર્યું હતું. થોડા સમય બાદ આ થીમ આધારિત સિરિયલ ઉડાનમાં કવિતા ચૌધરી બિંદાસ પોલીસ અધિકારીના રૂપમાં પ્રત્યક્ષદક્ષીઓ સામે આવી. ત્યારથી ‘મહિલા સશક્તિકરણ’નો પ્રથમ તબક્કાનું છોટા પર્દા પર આગમન થઇ ગયું હતું.

આ પણ વાંચો: બોની કપૂરે સોશિયલ મીડિયા પર તસવીર શેર કરી કહ્યું….’તે જાહ્નવી કપૂરનો સૌથી મોટો પ્રશંસક’

OTT દર્શકોને આકર્ષવામાં સફળ

OTTના તમામ ચેનલો તેમજ મનોરંજનની તમામ ચેનલોની અત્યારસુધીની લગભગ બધી સિરિયલોને ટક્કર આપી ચાર ગણી ફોજ વાર્તા, અભિનય, સિનેમેટોગ્રાફી લોકેશન અને ટેકનિકલ ગુણવત્તામાં રેકોર્ડ સર્જી ત્રણ વર્ષમાં ખાનગી નિર્માતાઓની પૂરી સેના ઉપરાંત દર્શકોને પણ પોતાની તરફ આકર્ષી સફળતા હાંસિલ કરી છે.

આ પણ વાંચો: અક્ષય કુમારે મરાઠી ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં ઝંપલાવ્યું, ફિલ્મ ‘વેદાત મરાઠે વીર દૌદાલે સાત’માં અભિનેતા શિવાજીના રોલમાં, કહ્યું…’મારું સપનું પૂરુ થયું’

દૂરદર્શન OTTનો શિકાર

દૂરદર્શન OTT ચેનલની મોબ લિંચિંગનો શિકાર બની છે. જેને પગલે હાલ દૂરદર્શન ચેનલ તેના અસ્તિત્વને ટકાવી રાખવાનો પ્રયાસ કરી રહ્યુ છે. સમયાંતરે, દૂરદર્શનના બોસ, પ્રસાર ભારતી બોર્ડે, કાર્યક્રમોમાં જરૂરી સુધારાઓ, રિયાલિટી શો પર ભાર અને અન્ય લોકપ્રિય પ્લેટફોર્મ પર તેની ઉપલબ્ધતા પર ગંભીરતાથી વિચાર કરવાની જરૂર પડશે.

Read More
Read More
આજના લેટેસ્ટ ગુજરાતી સમાચાર અને ટ્રેન્ડિંગ ન્યૂઝ વાંચો ઈન્ડિયન એક્સપ્રેસ ગુજરાતી પર. અહીં જાણો બોલિવૂડ, હોલીવુડ, OTT, સેલેબ્સ અને અન્ય વધુ રસપ્રદ મનોરંજન સમાચાર તેમજ ભારત અને વિશ્વભરના દૈનિક સમાચાર અપડેટ્સ ગુજરાતી ભાષામાં.
Show comments
Next Story
ચેનલ JOIN કરો Follow us Shorts ટોપ ન્યૂઝ