The Kerala story Collection : ભોલે, શહેઝાદા અને લાલસિંહ ચઢ્ઢાને પછાડી ધ કેરલા સ્ટોરીએ કરી આટલા કરોડની કમાણી

The kerala story Collection: કેરળ સ્ટોરી વર્ષ 2023ની પાંચમી સૌથી મોટી ઓપનિંગ સાથે ફિલ્મોની યાદીમાં સામેલ થઈ ગઈ છે. જાણો 'ધ કેરલા સ્ટોરી'એ પોતાની રિલીઝના છઠ્ઠા દિવસે કેટલા કરોડનું કલેક્શન કર્યું.

Written by mansi bhuva
May 11, 2023 12:18 IST
The Kerala story Collection : ભોલે, શહેઝાદા અને લાલસિંહ ચઢ્ઢાને પછાડી ધ કેરલા સ્ટોરીએ કરી આટલા કરોડની કમાણી
ધ કેરલા સ્ટોરીએ દસમાં દિવસે કરી આટલા કરોડની કમાણી

The Kerala Story Box Office Collection Day 6: સુદીપ્તો સેનની ફિલ્મ ધ કેરાલા સ્ટોરીનું ટ્રેલર રિલીઝ થયું ત્યારથી દેશભરમાં તેનો પ્રચંડ વિરોધ થઇ રહ્યો છે. તમિલનાડુમાં આ ફિલ્મ નહીં બતાવવાનો મલ્ટીપ્લેક્સના માલિકોએ નિર્ણય લીધો છે. જો કે આ વિવાદો વચ્ચે પણ ફિલ્મ 5 મેના રોજ તમિલનાડુ સિવાયના સિનેમાઘરોમાં રિલીઝ થઇ અને ફિલ્મે ઓપનિંગ ડે પર શાનદાર પ્રદર્શન કરી કમાણીના મામલામાં ધ કાશ્મીર ફાઇલ્સ જેવી ફિલ્મને પાછળ છોડી દીધી હતી. આ સાથે કેરલા સ્ટોરી વર્ષ 2023ની પાંચમી સૌથી મોટી ઓપનિંગ સાથે ફિલ્મોની યાદીમાં સામેલ થઈ ગઈ છે. જાણો ‘ધ કેરલા સ્ટોરી’એ પોતાની રિલીઝના છઠ્ઠા દિવસે કેટલા કરોડનું કલેક્શન કર્યું.

‘ધ કેરલા સ્ટોરી’ને ચાહકો તરફથી સારો પ્રતિસાદ મળ્યો છે. ફિલ્મની કમાણીમાં સતત તેજી જોવા મળી રહી છે. અદા શર્મા સ્ટારર ધ કેરાલા સ્ટોરીએ તેના શરૂઆતના દિવસે સારી શરૂઆત કરી હતી, ત્યારબાદ બુધવારે ફિલ્મની કમાણીમાં જબરદસ્ત ઉછાળો આવ્યો હતો અને કમાણીનો કુલ આંકડો 50 કરોડને પાર પહોંચ્યો હતો. હવે ફિલ્મ રિલીઝના છઠ્ઠા દિવસના એટલે કે ગુરુવારના બોક્સ ઓફિસ કલેક્શનના પ્રારંભિક આંકડા સામે આવી ગયા છે.

મહત્વનું છે કે, પશ્ચિમ બંગાળમાં, મમતા બેનર્જીએ આ ફિલ્મ પર પ્રતિબંધની જાહેરાત કરી હતી, જેના પર ચાહકોની તીવ્ર પ્રતિક્રિયા પણ જોવા મળી હતી. પરંતુ આ બાબતોની ફિલ્મની કમાણી પર કોઈ અસર પડતી નથી. ભારે વિરોધ વચ્ચે પણ ફિલ્મ સારું પ્રદર્શન કરી રહી છે.

ઇન્ડસ્ટ્રી ટ્રેકર સેકનિલ્કના જણાવ્યા અનુસાર, કેરલા સ્ટોરીએ ગુરૂવારે રૂ. 12 કરોડની કમાણી કરી હતી. આ સાથે ફિલ્મનું કુલ કલેક્શન રૂ. 56.72 કરોડને પાર પહોંચી ગયું હતું. આ આંકડો સાબિત કરી રહ્યું છે કે, ફિલ્મ દિવસેને દિવસે કમાણીના આંકડામાં સતત વધારો કરી રહ્યું છે. આ સાથે ધ કેરાલા સ્ટોરીનું છઠ્ઠા દિવસનું કુલ કલેક્શન એકંદરે 68.86 કરોડ છે. જેમાં આમિર ખાનની લાલ સિંગ ચઢ્ઢા, અક્ષય કુમારની સેલ્ફી, કાર્તિકની શહેઝાદા સહિત છેલ્લા બે વર્ષની સૌથી મોટી ફિલ્મોને પાછળ છોડી દેવામાં આવી છે. ધ કેરલા સ્ટોરી અજય દેવગણની ભોલાને પણ પાછળ છોડી દેવાના માર્ગ પર છે. ભોલાએ 90 કરોડ આસપાસ કલેક્શન કર્યું હતું.

દેશના હિન્દી ભાષી ક્ષેત્રમાં તેનો કુલ કબજો 29.67% છે. ઉલ્લેખનીય છે કે, રિલીઝના પાંચમા દિવસે ફિલ્મનું કલેક્શન ચોથા દિવસની સરખામણીમાં થોડું વધારે છે. ધ કેરલા સ્ટોરીએ રૂ. 8.03 કરોડ સાથે થિયેટરમાં પ્રવેશ કર્યો હતો, ત્યારબાદ શનિવારે રૂ. 11.22 કરોડ, રવિવારે રૂ. 16.40 કરોડ અને સોમવારે રૂ. 10.07 કરોડનું ડબલ ડિજિટ કલેક્શન કર્યું હતું.

આ પણ વાંચો: પ્રિયંકા ચોપરાએ બોલિવૂડમાં એન્ટ્રીને લઇને કર્યો મોટો ખુલાસો, તેની પાસેથી આ આશા બંધાઇ હતી

નોંધનીય છે કે, અભિનેતા ટોવિનો થોમસે તાજેતરમાં ફિલ્મના આસપાસના વિવાદ વિશે ખાસ કરીને ટ્રેલરમાં કરવામાં આવેલા દાવાઓને બદલવાના નિર્ણય પર વાત કરી હતી. indianexpress.com દ્વારા તેઓએ કહ્યું કે, ‘શા માટે 32000 નો ઉલ્લેખ પ્રથમ સ્થાને કર્યો? આપણે બધા જાણીએ છીએ કે 32000 નકલી આંકડો છે, હવે તે બદલીને ત્રણ કરવામાં આવી છે. આનો અર્થ શું છે? હું કંઈ કહેવા માંગતો નથી પણ લોકો સમજશે. હું ઈચ્છું છું કે લોકો આંધળો વિશ્વાસ કરવાનું બંધ કરે’.

Read More
Read More
આજના લેટેસ્ટ ગુજરાતી સમાચાર અને ટ્રેન્ડિંગ ન્યૂઝ વાંચો ઈન્ડિયન એક્સપ્રેસ ગુજરાતી પર. અહીં જાણો બોલિવૂડ, હોલીવુડ, OTT, સેલેબ્સ અને અન્ય વધુ રસપ્રદ મનોરંજન સમાચાર તેમજ ભારત અને વિશ્વભરના દૈનિક સમાચાર અપડેટ્સ ગુજરાતી ભાષામાં.
Show comments
Next Story
ચેનલ JOIN કરો Follow us Shorts ટોપ ન્યૂઝ