બોલિવૂડની ‘દેશી ગર્લ’ પ્રિયંકા ચોપરા હાલ ખુબ ચર્ચામાં છે. તાજેતરમાં તેના બે હોલિવૂડ પ્રોજેક્ટ સિટાડેલ અને લવ અગેઇન રિલીઝ કરી દેવાયા છે. જો કે, પ્રિયંકા ચોપરાની નવી હોલીવૂડ ફિલ્મ ‘લવ અગેઇન’અમેરિકન બોક્સ ઓફિસ પર આ ફિલ્મ ફ્લોપ સાબિત થઇ છે. ત્યારે હવે પ્રિયંકા ચોપરાએ એક નવો ખુલાસો કર્યો છે. પ્રિયંકા ચોપરાએ કહ્યું કે, કેવી રીતે તેનામાં એક યંગ હતી ત્યારે વિવિધ ટીવી જાહેરાતનો દ્વારા ‘મારી ત્વચા જેટલી હલકી છે તેટલી સુંદર છું’નો વિચાર દાખલ કરવામાં આવ્યો હતો.
પ્રિયંકા ચોપરાએ મિસ વર્લ્ડ 2000નો તાજ જીત્યા બાદ સ્પાઇ થ્રિલર ધ હીરો: લવ સ્ટોરી ઓફ સ્પાય દ્વારા બોલિવૂડમાં એન્ટ્રી કરી હતી. પ્રિયંકા ચોપરા તેના પ્રાંરભિક સમયગાળામાં ભરપૂર આત્મવિશ્વાસ ધરાવતી હતી. સોંદર્ય સ્પર્ધા દરમિયાન જ્યુરીના સવાલોના જવાબ પ્રિયંકા ચોપરાએ જે મક્કમ આત્મવિશ્વિાસ સાથે આપ્યા હતા તે ખુબ પ્રશંસનીય છે.
હકીકતમાં પ્રિયંકા ચોપરાએ પોડકાસ્ટ કલ હર ડૈડીમાં જીવનના મહત્વના તબક્કા અંગે વાત કરી હતી. આ દરમિયાન તેણે કહ્યું હતું કે, જ્યાં ગોરી ત્વચા પર ભારે સમાનતા છે ત્યાં તેને ન લાગતુ ન હતું કે તેઓ સુંદર છે. જ્યારે હું હાઈસ્કૂલમાં હતી ત્યાર મારા શરીર પર ડાઘ હતા. હું ટોમબોય હતી. વધુમાં પ્રિંયકા ચોપરીએ કહ્યું કે, મારા પગ જેવા દેખાતા હતા તેનાથી હું બિલકુલ કમફર્ટ ન હતી. આ બધું સરળ નહોતું. મારા હેયર પણ કર્લી હતા. જો કે તેણે ક્યારેય તેના પર વધુ ધ્યાન આપ્યું ન હતું. કારણ કે તે મિત્રો સાથે મસ્તીમાં વ્યસ્ત થઈ ગઈ હતી.
આ સાથે પ્રિયંકા ચોપરાએ જણાવ્યું હતું કે, જ્યારે તે ભારતીય ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં પ્રેવશી ત્યારે તેના માઇન્ડમાં સતત એવો વિચાર દાખલ કરવાનો પ્રયાસ થતો કે, હલ્કી ત્વચાનો અર્થ એ છે કે, તમે સુંદર છો. આ પછી તેણે ટીવી જાહેરાતોમાં પણ આ જ પ્રકારના વિચારને સમર્થનને મળતું હોવાનો અહેસાસ થયો. છેવટે એ સામાન્ય વાત હતી કે જે મને કહેવામાં આવી કે, મારી ત્વચા જેટલી હલકી છે તેટલી જ સુંદર પણ હતી.
તદ્દઉપરાંત પ્રિયંકા ચોપરાએ કહ્યું કે, 20 વર્ષ પહેલા જ્યારે તેણે હિન્દી ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં એન્ટ્રી કરી ત્યારે આ મામલે કોઇ વાત કરી ન હતી. માજ્ઞ એવી અપેક્ષા રાખવામાં આવી હતી કે તમે રીડ સ્કિની અને તમારા પેલ્વિક હાડકા દેખાતા હતા અને તમે ત્યાં કેવી રીતે પહોંચ્યા તેનાથી કોઇ ફર્ક પડતો નથી. ફિલ્મોના લોકો ખરેખર તમને ચોક્કસ વજન અને આ ડ્રેસનું ફિટ બોડી ધરાવતા હોવા જોઇએ તેવું કહે છે. જો કે આ બધું સામાન્ય હતું. ઇન્ડસ્ટ્રીમાં આ હજુ પણ થાય છે, પણ બંધ દરવાજા પાછળ. જો કે, પ્રિયંકા ચોપરા વર્તમાનમાં સોંદર્ય માનક કેટલા વિનાશકારી છે તે અંગે વાત ખુલ્લીને વાત કરવા માંગે છે. નોંધનીય છે કે, પ્રિયંકા ચોપરા છેલ્લા થોડા સમયમાં બોલિવૂડને લઇને ઘણા મોટા ખુલાસા કર્યા હતા.