બોલિવૂડ ખેલાડી અક્ષય કુમારને ફિલ્મી કારકિર્દીમાં સફર શરૂ કર્યાને 30 વર્ષથી વધુ સમય પસાર થઇ ગયો છે. ત્યારે અક્ષય કુમારની આ વાતને જાણીને તમને નવાઇ લાગશે કે એક્ટરને નાનપણથી જ પર્ફોમિંગ આર્ટસમાં ઉંડો રસ હતો. ટ્વિંકલ ખન્નાના યુટ્યુબ શો ‘ધ આઇકોન્સ’ના તાજેતરના એપિસોડમાં અક્ષય કુમારે તેના નાનપણના કિસ્સા અંગે વાત કરી હતી. અક્ષયે શેર કર્યું કે જ્યારે તે નાનો હતો ત્યારે તેના પિતા તેને તેના ઘરે આવનાર દરેક મહેમાન માટે પરફોર્મ કરવાનું કહેતા હતા. ટ્વિંકલ ખન્નાના આ શોમાં લોકપ્રિય હાસ્ય કલાકાર જોની લીવર મહેમાન તરીકે ઉપસ્થિત રહ્યા હતા અને અભિનેતા ચર્ચા કરી રહ્યા હતા કે લોકો તેની પાસેથી દરેક સમયે કેવી રીતે પ્રદર્શન કરે તેવી અપેક્ષા રાખે છે.
અક્ષય કુમારે પોતાના બાળપણની ઘટનાને યાદ કરતા કહ્યું કે, જ્યારે તે 5-6 વર્ષનો હતો ત્યારે તેના પિતા તેને તેમના ઘરે આવતા દરેક સંબંધીઓ માટે પરફોર્મ કરવાનું કહેતા હતા. “આ મારા બાળપણથી થયું છે. જ્યારે હું નાનો હતો, લગભગ 5-6 વર્ષનો હતો, જ્યારે પણ કોઈ સંબંધી આવતા ત્યારે મારા પિતા કહેતા, ‘બેટા, બ્રેક ડાન્સ કરકે દિખા’.
અક્ષય કુમારે કેટલાક મૂવ્સની નકલ કરી અને પછી જોરથી હસવા લાગ્યો. વધુમાં અભિનેતાએ કહ્યું હતું કે, “મને એ સમજાતું નથી કે જ્યારે કોઈ મહેમાન ઘરે આવે ત્યારે શા માટે આપણો મુજરો કેમ કરે છે? જોની લીવરને બીજી એક ઘટના યાદ આવી જ્યાં તે કોઈના અંતિમ સંસ્કારમાં ગયો હતો અને તે જોનીને જોઈને મૂંઝવણમાં પડી ગયો કે તે હંસે કે રડે.
આ પણ વાંચો: ધ કેરલા સ્ટોરી વિરોધ અને પ્રતિબંધ વચ્ચે 12 મેના રોજ 37 દેશોમાં રિલીઝ થશે
જોનીએ વધુમાં કહ્યું કે, એકવાર તે એરપોર્ટ પર ખૂબ જ પરેશાન હતો કારણ કે તેની ટિકિટને લઈને થોડી મૂંઝવણ હતી પરંતુ એક રાહગીર તેની પાસે આવ્યો અને તેને હસવાનું કહ્યું. કારણ કે તેની પાસેથી આ જ અપેક્ષા રાખવામાં આવે છ. લોકોને અમારા વિશે એવું લાગે છે કે, અમે હંમેશા મજાકિયા છીએ. જેમ કે અમારી પાસે એક બટન છે અને જો તમે બટન દબાવો, તો અમે શરૂ કરીશું.”