Bageshwar dham dhirendra shastri darbar in rajkot: બાગેશ્વાર ધામ સરકારના ધીરેન્દ્ર કૃષ્ણ શાસ્ત્રીનો રાજકોટમાં રેસક્રોસ મેદાન ખાતે આજે 1 જૂન, 2023ના રોજ ‘દિવ્ય દરબાર’ યોજાઇ રહ્યો છે. દરબારની શરૂઆત પહેલા તેમણે પ્રવચન આપ્યુ હતુ. નોંધનિય છે કે, ધીરેન્દ્ર શાસ્ત્રી બે દિવસીય કાર્યક્રમ અર્થ રાજકોટમાં છે, જેમાં 1 જૂને દિવ્ય દરબાર લગાવશે અને ત્યારબાદ 2 જૂનના રોજ કથાનું આયોજન કરવામાં આવ્યું છે. સૌથી છેલ્લે 3 જૂન વડોદરામાં પણ એક દિવસીય દિવ્ય દરબાર લગાવશે.