Alpesh Thakor :ગુજરાત વિધાનસભા ચૂંટણી-2022 માટે ભારતીય જનતા પાર્ટીએ 12 ઉમેદવારોની વધુ એક યાદી જાહેર કરી છે. જેમાં અલ્પેશ ઠાકોરને ગાંધીનગર દક્ષિણથી ટિકિટ આપવામાં આવી છે. રાધનપુરથી લવિંગજી ઠાકોરને ટિકિટ આપવામાં આવી છે. વટવામાં બાબુસિંહ જાદવને ટિકિટ આપી છે.
ભાજપે પહેલી યાદીમાં 160 ઉમેદવારોના નામ જાહેર કર્યા હતા. આ પછી બીજી યાદીમાં છ ઉમેદવારોના નામ જાહેર કર્યા હતા. આમ ભારતીય જનતા પાર્ટીએ અત્યાર સુધીમાં કુલ 178 ઉમેદવારોના નામ જાહેર કર્યા છે. હવે ફક્ત 4 સીટોના ઉમેદવારોની જાહેરાત બાકી છે. ભાજપે હજુ 4 બેઠક પર ઉમેદવાર જાહેર કર્યા નથી તેમાં માણસા, ખેરાલુ, રાવપુરા અને માંજલપુરનો સમાવેશ થાય છે.
ભાજપે 12 ઉમેદવારોની જાહેરાત કરી
| ઉમેદવાર | સીટ |
| લવિંગજી ઠાકોર | રાધનપુર |
| ડો. રાજુલબેન દેસાઇ | પાટણ |
| હિંમતનગર | વીડી ઝાલા |
| ગાંધીનગર દક્ષિણ | અલ્પેશ ઠાકોર |
| ગાંધીનગર ઉતર | રિટાબેન પટેલ |
| કલોલ | બકાજી ઠાકોર |
| વટવા | બાબુસિંહ જાધવ |
| પેટલાદ | કમલેશ પટેલ |
| મેહમદાબાદ | અર્જુનસિંહ ચૌહાણ |
| ઝાલોદ | મહેશ ભૂરિયા |
| જેતપુર | જયંતીભાઇ રાઠવા |
| સયાજીગંજ | કેયૂર રોકડિયા |
આ પણ વાંચો – જામનગરમાં રીવાબા જાડેજાની જીત સામેના સૌથી મોટા પડકારો
નારાજ કાર્યકર્તાઓએ કોંગ્રેસ કાર્યાલયમાં તોડફોડ કરી
ગુજરાત વિધાનસભા ચૂંટણી પહેલા કોંગ્રેસને પોતાનો જ કાર્યકરોનો વિરોધનો સામનો કરવો પડી રહ્યો છે. ટિકિટ વહેંચણીને લઇને પાર્ટી કાર્યકર્તાઓનો અસંતોષ બહાર આવી રહ્યો છે. અમદાવાદની જમાલપુર-ખાડિયા સીટ પરથી વર્તમાન ધારાસભ્ય ઇમરાન ખેડાવાલાને ટિકિટ આપવાને લઇને પાર્ટીના નારાજ કાર્યકર્તાઓ કોંગ્રેસ કાર્યાલય પર દોડી આવ્યા હતા અને તોડફોડ કરી હતી. જ્યાં પાર્ટીના વરિષ્ઠ નેતા ભરતસિંહ સોલંકીના પોસ્ટરો સળગાવ્યા હતા. ગુસ્સે ભરાયેલા કાર્યકર્તાઓએ પૂર્વ અધ્યક્ષ ભરતસિંહ સોલંકીને નેમપ્લેટ પણ તોડી નાખી હતી.
પ્રથમ તબક્કાના મતદાન માટે ઉમેદવારી ફોર્મ ભરાઇ ગયા છે. સોમવાર આજે અંતિમ દિવસ હતો. ગુજરાત વિધાનસભાની ચૂંટણીમાં 1 ડિસેમ્બરે પ્રથમ તબક્કાનું અને 5 ડિસેમ્બરે બીજા તબક્કાનું મતદાન થશે.





