હિલેરી ક્લિન્ટન અને ઇલાબેન ભટ્ટ: શા માટે ભૂતપૂર્વ યુએસ ફર્સ્ટ લેડી SEWA ના સ્વ. સ્થાપકને રોલ મોડેલ તરીકે જોયા?

Hilarry Clinton: અમેરિકાના પૂર્વ વિદેશ મંત્રી હિલેરી ક્લિન્ટન કાલે રવિવારથી બે દિવસ સુધી ગુજરાતની મુલાકાતે આવી રહ્યા છે. આ દરમિયાન ક્લિન્ટન સેવા અને ઇલાબેન ભટ્ટના ઘરની મુલાકાત લેશે અને લોકમાન્ય તિલક બાગ ખાતે એક સ્મારકનું ઉદ્ઘાટન કરશે. હતું.

Updated : February 05, 2023 12:02 IST
હિલેરી ક્લિન્ટન અને ઇલાબેન ભટ્ટ: શા માટે ભૂતપૂર્વ યુએસ ફર્સ્ટ લેડી SEWA ના સ્વ. સ્થાપકને રોલ મોડેલ તરીકે જોયા?
અમેરિકાના પૂર્વ વિદેશ મંત્રી હિલેરી ક્લિન્ટન આજે (5 ફેબ્રુઆરી) ત્રિદવસીય ગુજરાતની મુલાકાતે આવી રહ્યા છે.

Leena Mishra: અમેરિકાના પૂર્વ વિદેશ મંત્રી હિલેરી ક્લિન્ટન આજે (5 ફેબ્રુઆરી) ત્રિદવસીય ગુજરાતની મુલાકાતે આવી રહ્યા છે. આ દરમિયાન ક્લિન્ટન સામાજિક કાર્યકર અને ગાંધીવાદી ઈલા ભટ્ટ દ્વારા સ્થાપિત ‘સેલ્ફ એમ્પાવર્ડ વુમન એસોસિએશન’ના એક કાર્યક્રમમાં પણ ભાગ લેવાના છે. ગાંધીવાદી ઈલા ભટ્ટની આ સંસ્થા ‘સેવા’ તરીકે ઓળખાય છે. ઈલા ભટ્ટનું ગયા વર્ષે નવેમ્બરમાં નિધન જ થયું હતું.

ઇલાબેન ભટ્ટને શ્રદ્ધાંજલિ આપશે

સેવાના ઈવેન્ટ કોઓર્ડિનેટર રશ્મિ બેદીએ જણાવ્યું હતું કે, ‘હિલેરી ક્લિન્ટન અમદાવાદમાં ઇલાબેન ભટ્ટને શ્રદ્ધાંજલિ આપશે અને રવિવારે શહેરમાં તેમની ઓફિસમાં સેવા સાથે જોડાયેલાના સભ્યો સાથે વાતચીત કરશે. હિલેરી ક્લિન્ટન સોમવારે સુરેન્દ્રનગર જિલ્લાની મુલાકાત લેવા માટે જવાના છે અને તેમની ગ્રામીણ પહેલ ‘સેવા’ ના ભાગરૂપે મીઠાના કામદારો સાથે પણ વાતચીક કરશે.’ઉલ્લેખનીય છે કે, હિલેરી ક્લિન્ટને 2018માં એક સોશિયલ મીડિયા પોસ્ટમાં ઇલાબેન ભટ્ટના આ કામની પ્રશંસા કરી હતી.

ભૂતપૂર્વ યુએસ ફર્સ્ટ લેડી શ્રીમતી હિલેરી ક્લિન્ટન સેવા સ્મારકની મુલાકાત લેવાના છે. જે ટોરેન્ટ ગ્રુપના યુએનએમ ફાઉન્ડેશન અને એએમસી દ્વારા ઐતિહાસિક સ્મારકમાં બનાવવામાં આવ્યું છે. લોકમાન્ય તિલક ગાર્ડન (વિક્ટોરિયા ગાર્ડન્સ) કે જે ટોરેન્ટ ગ્રુપ દ્વારા પુનઃવિકાસિત અને જાળવણી કરવામાં આવે છે. હિલેરી ક્લિન્ટન બપોરે 3.30 વાગ્યે સેવાના સ્થાપક સ્વર્ગસ્થ શ્રીમતી ઇલાબેન ભટ્ટનાં સ્મારક પર શ્રદ્ધાંજલિ આપવા માટે પણ જવાના છે.

આ પણ વાંચો: Gujarat cricket betting: ગુજરાતમાં 1400 કરોડના ક્રિકેટ સટ્ટાનો પર્દાફાશ, બે સટ્ટોડિયા વિરુદ્ધ લુકઆઉટ નોટિસ જાહેર

ભૂતપૂર્વ યુએસ ફર્સ્ટ લેડી ઇલાબેન ભટ્ટને તેમના પતિ બિલ ક્લિન્ટન 1993માં પ્રમુખ તરીકે ચૂંટાયા તે પહેલાથી ઓળખતી હતી. તેઓનો પરિચય ન્યૂયોર્કના ભૂતપૂર્વ સેનેટર ડેનિયલ પેટ્રિક મોયનિહાન દ્વારા કરવામાં આવ્યો હતો. જેને હિલેરીએ સીનેટર (2001)સેવા નિદેશર રીમાના રૂપમાં સફળતા અપાવવામાં મદદ કરી હતી.

હિલેરી ક્લિન્ટને વર્ષ 1995માં અમદાવાદ ખાતે ઇલાબેન ભટ્ટ દ્વારા ટ્રેડ યુનિયન તરીકે સ્થાપિત SEWAની મુલાકાત લીધી હતી. એ જોવા માટે કંઇ રીતે તેઓ ગરીબ મહિલાઓને તેમનું ભવિષ્ય પર નિયંત્રણ અને તેના તેમજ તેમના પરિવારના જીવનને બહેતર બનાવવા માટે સશક્ત બનાવે છે.

મહત્વનું છે કે, હિલેરી ક્લિન્ટને નવી દિલ્હી ખાતે રાજીવ ગાંઘી ફાઉન્ડેશન ખાતે એક ભાષણમાં ઇલાબેન ભટ્ટને “મૃદુ-ભાષી” સ્વપ્નદ્રષ્ટા જેનું કાર્ય ગાંધીવાદી આદર્શોથી ભરેલું છે” તરીકે વર્ણવ્યા હતા.

Read More
Read More
આજના લેટેસ્ટ ગુજરાતી સમાચાર અને ટ્રેન્ડિંગ ન્યૂઝ વાંચો ઈન્ડિયન એક્સપ્રેસ ગુજરાતી પર. અહીં તમને મળશે ગુજરાત, સ્પોર્ટ્સ, ધર્મ, વેપાર, લાઇફ સ્ટાઇલ, મનોરંજન, કરિયર તેમજ ભારત અને વિશ્વભરના દૈનિક સમાચાર અપડેટ્સ ગુજરાતી ભાષામાં.
Show comments
Next Story
ચેનલ JOIN કરો Follow us Shorts ટોપ ન્યૂઝ