ગોપાલ ઇટાલિયા: વિવાદમાં રહેતા AAPના ગુજરાતના વડા અવારનવાર ભાજપના નિશાન પર રહે છે

Gopal Italia : ગોપાલ ઈટાલિયા આપ પાર્ટી (AAP) ના ગુજરાત પ્રદેશ અધ્યક્ષ છે. ઈટાલિયા હંમેશા તેના નિવેદનોને લઈ વિવાદમાં રહે છે, દ્વારકામાં યોજાયેલી ચૂંટણી સભામાં શ્રીકૃષ્ણ પર વિવાદાસ્પદ નિવેદનને લઈ ફરિયાદના આધારે ધરપકડ બાદ જામીન પર છોડવામાં આવ્યા છે.

Written by Kiran Mehta
Updated : December 21, 2022 14:19 IST
ગોપાલ ઇટાલિયા: વિવાદમાં રહેતા AAPના ગુજરાતના વડા અવારનવાર ભાજપના નિશાન પર રહે છે
ગોપાલ ઈટાલિયા વિવાદોને લઈ હંમેશા ચર્ચામાં રહે છે

ગોપાલ ઈટાલીયા અવારનવાર વિવાદોમાં રહે છે. ગુજરાત વિધાનસભા ચૂંટણી દરમિયાન વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને તેમની માતા પર વિવાદાસ્પદ નિવેદન સહિત અનેક ઘણા જૂના વીડિયો સામે આવ્યા હતા. 2017માં તેમણે રાજ્યના તત્કાલિન ગૃહમંત્રી પર જૂતું ફેંક્યું હતું.

ગુજરાતની ભાવનગર જિલ્લા પોલીસે મંગળવારે આમ આદમી પાર્ટી (AAP)ના પ્રદેશ પ્રમુખ ગોપાલ ઇટાલિયા ની વિધાનસભા ચૂંટણીમાં 2 સપ્ટેમ્બરે દ્વારકામાં યોજાયેલી ચૂંટણી સભામાં આપેલા વિવાદાસ્પદ નિવેદન અને ત્યારબાદ નોંધાયેલા કેસમામલે ધરપકડ કરી હતી. જોકે, ધરપકડના ગણતરીના કલાકમાં તેને જામીન પર છોડવામાં આવ્યો હતો. ફરિયાદ નોંધાવનારના જણાવ્યા અનુસાર, ઇટાલિયાએ ભગવાન કૃષ્ણની તુલના “રાક્ષસો” સાથે કરી અને આ રીતે તેણે ધાર્મિક લાગણીઓને ઠેસ પહોંચાડી હતી.

પોતાની વકતૃત્વ કૌશલ્ય માટે જાણીતા નેતા ઇટાલિયા, એક પાટીદાર છે, અને તેણે સુરતના કતારગામથી ચૂંટણીમાં પદાર્પણ કર્યું હતું, જે ભાજપનો ગઢ છે. તેઓ માત્ર 27.01 ટકા જ મત મેળવી શક્યા હતા અને ભાજપના વર્તમાન મંત્રી વિનોદભાઈ અમરશીભાઈ મોરડિયા સામે હારી ગયા હતા, મોરડિયાને 58.25 ટકા મત મળ્યા હતા.

ઇટાલિયા ઘણીવાર વિવાદોમાં અને ભાજપના કેન્દ્રમાં જોવા મળે છે. તેમણે પોતાની રાજકીય કારકિર્દીની શરૂઆત હાર્દિક પટેલની પાટીદાર અનામત આંદોલન સમિતિ (PAAS) સાથે કરી હતી. તેઓ 2020માં દિલ્હીના મંત્રી ગોપાલ રાયની વર્ચ્યુઅલ ઉપસ્થિતિમાં AAPમાં જોડાયા હતા.

આ પણ વાંચોગોપાલ ઈટાલિયાની ધરપકડ બાદ છૂટકારો, ભાવનગર પોલીસે ધાર્મિક લાગણી દુભાવવાના કેસમાં કરી કાર્યવાહી

ગોપાલ ઈટાલિયા ભાવનગરના ઉમરાળા તાલુકાના ટીંબી ગામના વતની છે, ઇટાલિયા પોલિટિકલ સાયન્સ ગ્રેજ્યુએટ છે. તેઓ 2017 માં હેડલાઇન્સમાં ત્યારે આવ્યા જ્યારે, એક સરકારી કર્મચારી તરીકે, તેમણે તત્કાલિન નાયબ મુખ્ય પ્રધાન નીતિન પટેલને રાજ્યમાં “અસરકારક પ્રતિબંધ કાયદા” વિશે ફરિયાદ કરી હતી. ત્યારે તેઓ સૌરાષ્ટ્રના ધંધુકા ખાતે મહેસુલ વિભાગમાં કલાર્ક તરીકે ફરજ બજાવતા હતા.

Read More
Read More
આજના લેટેસ્ટ ગુજરાતી સમાચાર અને ટ્રેન્ડિંગ ન્યૂઝ વાંચો ઈન્ડિયન એક્સપ્રેસ ગુજરાતી પર. અહીં તમને મળશે ગુજરાત, સ્પોર્ટ્સ, ધર્મ, વેપાર, લાઇફ સ્ટાઇલ, મનોરંજન, કરિયર તેમજ ભારત અને વિશ્વભરના દૈનિક સમાચાર અપડેટ્સ ગુજરાતી ભાષામાં.
Show comments
Next Story
ચેનલ JOIN કરો Follow us Shorts ટોપ ન્યૂઝ