ગુજરાત વિધાનસભા ચૂંટણી 2022 : નારાજ કાર્યકર્તાઓએ કોંગ્રેસ કાર્યાલયમાં તોડફોડ કરી, ભરતસિંહ સોલંકીના પોસ્ટરો સળગાવ્યા

ગુજરાત વિધાનસભા ચૂંટણી 2022 : અમદાવાદની જમાલપુર-ખાડિયા સીટ પરથી વર્તમાન ધારાસભ્ય ઇમરાન ખેડાવાલાને ટિકિટ આપવાને લઇને પાર્ટીના નારાજ કાર્યકર્તાઓ કોંગ્રેસ કાર્યાલય પર દોડી આવ્યા

Written by Ashish Goyal
November 14, 2022 19:17 IST
ગુજરાત વિધાનસભા ચૂંટણી 2022 : નારાજ કાર્યકર્તાઓએ કોંગ્રેસ કાર્યાલયમાં તોડફોડ કરી, ભરતસિંહ સોલંકીના પોસ્ટરો સળગાવ્યા
ગુજરાત વિધાનસભા ચૂંટણી 2022 : નારાજ કાર્યકર્તાઓએ કોંગ્રેસ કાર્યાલયમાં તોડફોડ કરી (તસવીર - વીડિયો ગ્રેબ)

Gujarat Assembly Election 2022 : ગુજરાત વિધાનસભા ચૂંટણી પહેલા કોંગ્રેસને પોતાનો જ કાર્યકરોનો વિરોધનો સામનો કરવો પડી રહ્યો છે. ટિકિટ વહેંચણીને લઇને પાર્ટી કાર્યકર્તાઓનો અસંતોષ બહાર આવી રહ્યો છે. અમદાવાદની જમાલપુર-ખાડિયા સીટ પરથી વર્તમાન ધારાસભ્ય ઇમરાન ખેડાવાલાને ટિકિટ આપવાને લઇને પાર્ટીના નારાજ કાર્યકર્તાઓ કોંગ્રેસ કાર્યાલય પર દોડી આવ્યા હતા અને તોડફોડ કરી હતી.

ભરતસિંહ સોલંકીને નેમપ્લેટ પણ તોડી નાખી

સોમવારે કોંગ્રેસના કાર્યકર્તાઓ મોટી સંખ્યામાં અમદાવાદમાં કોંગ્રેસ મુખ્યાલય પહોંચ્યા હતા અને જ્યાં પાર્ટીના વરિષ્ઠ નેતા ભરતસિંહ સોલંકીના પોસ્ટરો સળગાવ્યા હતા. ગુસ્સે ભરાયેલા કાર્યકર્તાઓએ પૂર્વ અધ્યક્ષ ભરતસિંહ સોલંકીને નેમપ્લેટ પણ તોડી નાખી હતી. કાર્યકરોએ ખેડાવાલા પાસેથી પૈસા લેવાનો આરોપ લગાવતા દિવાલો પર અપમાનજનક શબ્દો લખ્યા હતા.

આ પણ વાંચો – કોંગ્રેસે તુષાર ચૌધરીને ખેડબ્રહ્માથી, વિજાપુરથી સીજે ચાવડાને ટિકિટ આપી

ઇમરાન ખેડાવાલાની ઉમેદવારી રદ કરવામાં આવે તેવી માંગણી

ન્યૂઝ એજન્સી પીટીઆઈને એક નારાજ કાર્યકર્તાએ કહ્યું કે આ ભારતીય જનતા પાર્ટીને સીટ આપવાનું ષડયંત્ર જેવું છે. એક મુસ્લિમ બહુલ સીટથી યુવા કોંગ્રેસ નેતા અને પૂર્વ કોર્પોરેટર શાહનવાઝ શેખને ટિકિટ ના આપીને જાણી જોઇને નજરઅંદાજ કરવામાં આવ્યા છે. લોકોની માંગણી છે કે ઇમરાન ખેડાવાલાની ઉમેદવારી રદ કરવામાં આવે.

જ્યારે એક પાર્ટી કાર્યકર્તાએ કહ્યું કે કોંગ્રેસના સ્થાનીક કાર્યકર્તા ધારાસભ્ય ખેડાવાલાની વિરુદ્ધ હતા. આ પછી પણ પાર્ટીને પોતાની ખાનદારી જાગીર માનતા કેટલાક તથાકથિત નેતાઓએ પોતાની તરફથી મનમાની નિર્ણય લીધો છે.

કોંગ્રેસના મોહન વાળાએ રાજીનામું આપ્યું

કોડિનારમાં ટિકિટ ન મળતા કોડીનારના હાલના ધારાસભ્ય મોહન વાળાએ રાજીનામું આપ્યું છે. તો પૂર્વ ધારસભ્ય ધીરસિંહ બારડે પણ કોંગ્રેસનો હાથ છોડ્યો છે. કોડિનારના સિટિંગ ધારાસભ્યને મોહન વાળાને કોંગ્રેસે આ વખતની ગુજરાત વિધાનસભાની ચૂંટણીમાં ટિકિટ આપી નથી, જેને લઇને ભારે નારાજગી જોવા મળી છે. આ મામલે મોહન વાળાએ કોડિનારના પૂર્વ ધારાસભ્ય અને પૂર્વ પ્રદેશ ઉપપ્રમુખ ધીરસિંહ બારડ સાથે એક બેઠક પણ યોજી હતી. મોહન વાળાનું પત્તુ કપાવા પાછળ જીગ્નેશ મેવાણીનો હાથ હોવાનું મનાય છે.

કોંગ્રેસ તો આ વખતે કોડિનારમાં મોહન વાળાને રિપિટ કરવા તૈયાર હતી જો કે જીગ્નેશ મેવાણીની દખલગીરીને કારણે હાલના ધારાસભ્યના બદલે મેવાણીના નજીકના મહેશ મકવાણાને ટિકિટ અપાઇ છે. તેની સામે મોહન વાળાના જૂથ અને કોડિનારના કોંગ્રેસ સભ્યોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે.

Read More
આજના લેટેસ્ટ ગુજરાતી સમાચાર અને ટ્રેન્ડિંગ ન્યૂઝ વાંચો ઈન્ડિયન એક્સપ્રેસ ગુજરાતી પર. અહીં તમને મળશે ગુજરાત, સ્પોર્ટ્સ, ધર્મ, વેપાર, લાઇફ સ્ટાઇલ, મનોરંજન, કરિયર તેમજ ભારત અને વિશ્વભરના દૈનિક સમાચાર અપડેટ્સ ગુજરાતી ભાષામાં.
Loading...
ચેનલ JOIN કરો Follow us Shorts ટોપ ન્યૂઝ