Gujarat Assembly Elections 2022: ગુજરાત વિધાનસભા ચૂંટણી-2022 માટે કોંગ્રેસ દ્વારા 33 ઉમેદવારોની વધુ એક યાદી જાહેર કરવામાં આવી છે. તુષાર ચૌધરીને ખેડબ્રહ્માથી અને સીજે ચાવડાને વિજાપુરથી ટિકિટ આપવામાં આવી છે. જિગ્નેશ મેવાણી વડગામ બેઠક પરથી જ લડશે. કોંગ્રેસ દ્વારા અત્યાર સુધીમાં 142 ઉમેદવારો જાહેર કરવામાં આવ્યા છે.
બાપુનગરથી હિંમતસિંહ પટેલને, આંકલાવથી અમિત ચાવડાને, થરાદથી ગુલાબસિંહ રાજપૂતને, દાંતાથી કાંતિભાઈ ખરાડીને, વાવથી ગેનીબેન ઠાકોરને ટિકિટ આપવામાં આવી છે.
કોંગ્રેસના 33 ઉમેદવારોની યાદી
ઉમેદવાર | બેઠક |
ગેનીબેન ઠાકોર | વાવ |
ગુલાબસિંહ રાજપૂત | થરાદ |
નાથાભાઈ પટેલ | ધાનેરા |
કાંતિભાઈ ખરાડી | દાંતા-ST |
જીગ્નેશ મેવાણી | વડગામ- SC |
રઘુ દેસાઈ | રાધનપુર |
દિનેશ ઠાકોર | ચાણસ્મા |
ડૉ. કિરિટ પટેલ | પાટણ |
ચંદનજી ઠાકોર | સિદ્ધપુર |
ડૉ. સી. જે ચાવડા | વીજાપુર- |
તુષાર ચૌધરી | ખેડબ્રહ્મા-ST |
રાજેન્દ્રસિંહ ઠાકોર | મોડાસા |
બાબુસિંહ ઠાકોર | માણસા |
બળદેવજી ઠાકોર | કલોલ |
રાજેન્દ્ર પટેલ | વેજલપુર |
બળવંત ગઢવી | વટવા |
રણજીત બારડ | નિકોલ |
વિજય બ્રહ્મભટ્ટ | ઠક્કરબાપાનગર |
હિંમત સિંહ પટેલ | બાપુનગર |
ગ્યાસુદ્દીન શેખ | દરિયાપુર |
ઈમરાન ખેડાવાલા | જમાલપુર ખાડિયા |
શૈલેષ પરમાર | દાણીલીમડા- SC |
દિનેશ મહિડા | સાબરમતી |
રાજેન્દ્રસિંહ પરમાર | બોરસદ |
અમિત ચાવડા | આંકલાવ |
કાન્તીસોઢા પરમાર | આણંદ |
પુનમભાઈ પરમાર | સોજીત્રા |
ઈન્દ્રજીત સિંહ પરમાર | મહુધા |
ચંદ્રીકાબેન બારૈયા | ગરબાડા-ST |
સત્યજીત સિંહ ગાયકવાડ | વાઘોડિયા |
સંગ્રામસિંહ રાઠવા | છોટા ઉદેયપુર- ST |
સુખરામભાઈ રાઠવા | જેતપુર – ST |
બાલકિશન પટેલ | ડભોઈ |
આ પહેલા સવારે કોંગ્રેસ દ્વારા 6 ઉમેદવારોની યાદી જાહેર કરવામાં આવી હતી. જેમાં બળવાખોર મનહર પટેલ બોટાદથી ટિકિટ આપવામાં આવી હતી. મનહર પટેલની ટિકિટ કપાતા નારાજ હતા. જેથી રમેશ મેરની જગ્યા પર મનહર પટેલને ટિકિટ આપવામાં આવી હતી. આ સિવાય મોરબીથી જયંતી પટેલ, રાજકોટ પશ્ચિમથી મનસુખ કાલરિયા, જામનગર ગ્રામ્યથી જીવણ કુંભારવાડિયા, ગારિયાધરથી દિવ્યેશ ચાવડા, ધાંગ્રધાથી છત્રસિંહ ગુંજરિયાને ટિકિટ આપવામાં આવી છે.
કોંગ્રેસના મોહન વાળાએ રાજીનામું આપ્યું
કોડિનારમાં ટિકિટ ન મળતા કોડીનારના હાલના ધારાસભ્ય મોહન વાળાએ રાજીનામું આપ્યું છે. તો પૂર્વ ધારસભ્ય ધીરસિંહ બારડે પણ કોંગ્રેસનો હાથ છોડ્યો છે. કોડિનારના સિટિંગ ધારાસભ્યને મોહન વાળાને કોંગ્રેસે આ વખતની ગુજરાત વિધાનસભાની ચૂંટણીમાં ટિકિટ આપી નથી, જેને લઇને ભારે નારાજગી જોવા મળી છે. આ મામલે મોહન વાળાએ કોડિનારના પૂર્વ ધારાસભ્ય અને પૂર્વ પ્રદેશ ઉપપ્રમુખ ધીરસિંહ બારડ સાથે એક બેઠક પણ યોજી હતી. મોહન વાળાનું પત્તુ કપાવા પાછળ જીગ્નેશ મેવાણીનો હાથ હોવાનું મનાય છે.
કોંગ્રેસ તો આ વખતે કોડિનારમાં મોહન વાળાને રિપિટ કરવા તૈયાર હતી જો કે જીગ્નેશ મેવાણીની દખલગીરીને કારણે હાલના ધારાસભ્યના બદલે મેવાણીના નજીકના મહેશ મકવાણાને ટિકિટ અપાઇ છે. તેની સામે મોહન વાળાના જૂથ અને કોડિનારના કોંગ્રેસ સભ્યોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે.