વિસાવદરથી આમ આદમી પાર્ટીના ધારાસભ્ય ભૂપત ભાયાણી બીજેપીમાં જોડાશે? જાણો કેમ થઇ રહી છે અટકળો

Bhupat Bhayani : વિસાવદર બેઠક પરથી ભાજપના હર્ષદ રીબડિયા સામે આમ આદમી પાર્ટીના ભૂપત ભાયાણીએ વિજય મેળવ્યો હતો

Written by Ashish Goyal
Updated : December 11, 2022 17:09 IST
વિસાવદરથી આમ આદમી પાર્ટીના ધારાસભ્ય ભૂપત ભાયાણી બીજેપીમાં જોડાશે? જાણો કેમ થઇ રહી છે અટકળો
આમ આદમી પાર્ટીના ધારાસભ્ય ભૂપત ભાયાણી (Photo Source- facebook)

Gujarat Assembly Election Result: ગુજરાત વિધાનસભા ચૂંટણીનું પરિણામ આવ્યાના ત્રણ દિવસ પછી જ આમ આદમી પાર્ટીને ઝટકો લાગી શકે છે. સૂત્રોના મતે જૂનાગઢ જિલ્લાના વિસાવદર વિધાનસભા ક્ષેત્રથી આમ આદમી પાર્ટીની ટિકિટ પર ચૂંટણી જીતેલા ભૂપત ભાયાણી (Bhupat Bhayani)ભાજપના સંપર્કમાં છે. જોકે તેમણે આ વાતનો ઇન્કાર કર્યો છે પણ તે બીજેપીના સમર્થનમાં બોલી રહ્યા છે.

રવિવારે બપોર સુધી સૂચના હતી કે ભાયાણી બીજેપી જોઇન કરશે. જોકે અચાનક તેમણે ભાજપાની સદસ્યતા લેવાની ના પાડી છે. તેમણે કહ્યું કે તે જનતાને પૂછ્યા પછી જ નિર્ણય કરશે. આ પહેલા મીડિયા સાથેની વાતચીત દરમિયાન ભૂપત ભાયાણીએ કહ્યું હતું કે તેમની બીજેપી સાથે કોઇ પ્રકારની વાત થઇ નથી. બીજેપીમાં જવાની વાત અફવા છે. તે આમ આદમી પાર્ટીમાં જ છે.

3 અપક્ષ ધારાસભ્યો પણ ભાજપને સમર્થન આપશે

3 અપક્ષ ધારાસભ્યોએ પણ બીજેપીને સપોર્ટ કરવાનો નિર્ણય કર્યો છે. સમર્થન આપનાર ધારાસભ્યોમાં બાયડથી ધવલસિંહ ઝાલા, ધાનેરાથી માવજી દેસાઇ અને વાઘોડિયાથી ધર્મેન્દ્રસિંહ વાઘેલા સામેલ છે.

આ પણ વાંચો – 72% ઉમેદવારોની જમાનત જપ્ત, આમ આદમી પાર્ટી 70 અને કોંગ્રેસ 23 ટકા સીટો પર ના બચાવી શકી ડિપોઝિટ

ભૂપત ભાયણીએ ભાજપના હર્ષદ રીબડિયાને હરાવ્યા

વિસાવદર બેઠક પરથી ભાજપે હર્ષદ રીબડિયાને ટિકિટ આપી હતી તો કોંગ્રેસે કરશન વડોદરિયાને મેદાને ઉતાર્યા હતા. આ બેઠક પર ત્રિપાંખિયો જંગ જામ્યો હતો. જેમાં આમ આદમી પાર્ટીના ભૂપત ભાયાણીએ જીત મેળવી હતી.

આપના આ 5 ઉમેદવારો જીત્યા

આપના જે ઉમેદવારોએ જીત મેળવી છે તેમાં વિસાવદરથી ભૂપત ભાયાણી, ડેડિયાપાડાથી ચૈતર વસાવા, ગારિયાધરથી સુધીર વાઘાણી, જામજોધપુરથી આહીર હેમંત ખવાજી અને બોટાદથી ઉમેશ મકવાણાની જીત થઇ છે.

Read More
Read More
આજના લેટેસ્ટ ગુજરાતી સમાચાર અને ટ્રેન્ડિંગ ન્યૂઝ વાંચો ઈન્ડિયન એક્સપ્રેસ ગુજરાતી પર. અહીં તમને મળશે ગુજરાત, સ્પોર્ટ્સ, ધર્મ, વેપાર, લાઇફ સ્ટાઇલ, મનોરંજન, કરિયર તેમજ ભારત અને વિશ્વભરના દૈનિક સમાચાર અપડેટ્સ ગુજરાતી ભાષામાં.
Show comments
Next Story
ચેનલ JOIN કરો Follow us Shorts ટોપ ન્યૂઝ