ગુજરાત વિધાનસભા ચૂંટણી પરિણામ: JDUના ઉમેદવાર પઠાન ઇમ્તિયાઝ ખાનને મળ્યા ફક્ત 30 વોટ, સૌથી ઓછા મત મેળવવાનો રેકોર્ડ બનાવ્યો

Gujarat Assembly Election Results 2022 : ગુજરાત વિધાનસભા ચૂંટણીમાં નીતિશ કુમારની પાર્ટી જેડીયૂના (JDU) ઉમેદવારે એક નવો રેકોર્ડ બનાવ્યો છે. આ રેકોર્ડ કોઇ ઉમેદવાર તોડવા માંગશે નહીં

Written by Ashish Goyal
December 09, 2022 21:29 IST
ગુજરાત વિધાનસભા ચૂંટણી પરિણામ: JDUના ઉમેદવાર પઠાન ઇમ્તિયાઝ ખાનને મળ્યા ફક્ત 30 વોટ, સૌથી ઓછા મત મેળવવાનો રેકોર્ડ બનાવ્યો
અમદાવાદના બાપુનગર સીટથી જેડીયૂના ઉમેદવાર પઠાણ ઇમ્તિયાઝ ખાન સિદખાનને (Pathan Emtiazkhan Sidkhan)ફક્ત 30 વોટ મળ્યા છે (Photo- ECI)

Gujarat Election Result 2022: ગુજરાત વિધાનસભા ચૂંટણીમાં નીતિશ કુમારની પાર્ટી જેડીયૂના (JDU) ઉમેદવારે એક નવો રેકોર્ડ બનાવ્યો છે. આ રેકોર્ડ કોઇ ઉમેદવાર તોડવા માંગશે નહીં. અમદાવાદના બાપુનગર સીટથી જેડીયૂના ઉમેદવાર પઠાણ ઇમ્તિયાઝ ખાન સિદખાનને (Pathan Emtiazkhan Sidkhan)ફક્ત 30 વોટ મળ્યા છે. તે ગુજરાત વિધાનસભા ચૂંટણીમાં સૌથી ઓછા વોટ મેળવનાર ઉમેદવાર છે.

પોતાની જ પાર્ટી પર દોષનો ટોપલો ઢોળ્યો

જ્યારે ઉમેદવાર પઠાણ ઇમ્તિયાઝ ખાનને આ પાછળનું કારણ પૂછવામાં આવ્યું તો તેણે પોતાની જ પાર્ટી પર દોષનો ટોપલો ઢોળ્યો હતો. તેણે કહ્યું કે જેડીયૂએ તેના માટે પ્રચાર ના કર્યો તેથી આવું થયું છે. જો તે અપક્ષ ઉમેદવાર તરીકે લડ્યો હોત તો આના કરતા વધારે વોટ મળ્યા હોત. તમને જણાવી દઈએ કે પઠાણ ઇમ્તિયાઝખાન રાજનીતિમાં નવા નથી. ઇમ્તિયાઝખાને 2019ની લોકસભા ચૂંટણીમાં ખેડા લોકસભા સીટ પરથી ચૂંટણી લડી હતી અને તેના મતે તે સમયે 5000થી વધારે વોટ મળ્યા હતા.

1621 ઉમેદવારોમાંથી ઇમ્તિયાઝ ખાનને સૌથી ઓછા વોટ મળ્યા

પઠાણ ઇમ્તિયાઝ ખાને કહ્યું કે હું તે સમયે અપક્ષ ઉમેદવાર હતો. જોકે અહીં જેડીયૂને કોણ ઓળખે છે, કોઇ નહીં ત્યારે જ આવી સ્થિતિ બની. પાર્ટીના લગભગ અડધો ડઝન ઉમેદવારોને ટિકિટ આપી હતી અને બધા હારી ગયા છે. રાજ્યમાં 182 સીટો પર ચૂંટણી લડનાર કુલ 1621 ઉમેદવારોમાંથી પઠાણ ઇમ્તિયાઝ ખાનને સૌથી ઓછા વોટ મળ્યા છે.

આ પણ વાંચો – આ વખતે ફક્ત એક જ મુસ્લિમ ધારાસભ્ય, 105 નવા ચહેરા, આવી છે ગુજરાતની નવી વિધાનસભા

AIMIM થીJDUમાં સામેલ થયો હતો ઇમ્તિયાઝ ખાન

2022ના ગુજરાત રમખાણ દરમિયાન ગુલબર્ગ સોસાયટીના નરસંહારનો એક પ્રમુખ સાક્ષી રહેલા પઠાણે કહ્યું કે 2019ની ચૂંટણી પછી તે અસદુદ્દીન ઓવૈસીની AIMIM પાર્ટીમાં સામેલ થયો હતો અને બે વર્ષ સુધી સભ્ય રહ્યો હતો. જોકે મને જ્યારે એ વાતની ખબર પડી કે પાર્ટી મને 2022ના વિધાનસભાની ચૂંટણીની ટિકિટ નહીં આપે તો મે જેડીયૂ જોઇન કરી હતી.

અન્ય વિધાનસભા ક્ષેત્રોના કેટલાક ઉમેદવારો જેમને 100થી ઓછા વોટ મળ્યા તેમનો ઉલ્લેખ કરીને પોતાને સાંત્વના આપતા પઠાણ ઇમ્તિયાઝ ખાને કહ્યું કે મને આ પ્રકારના ખરાબ પરિણામની આશા ન હતી. જોકે હું લોકાના નિર્ણયનો સ્વીકાર કરું છું.

Read More
Read More
આજના લેટેસ્ટ ગુજરાતી સમાચાર અને ટ્રેન્ડિંગ ન્યૂઝ વાંચો ઈન્ડિયન એક્સપ્રેસ ગુજરાતી પર. અહીં તમને મળશે ગુજરાત, સ્પોર્ટ્સ, ધર્મ, વેપાર, લાઇફ સ્ટાઇલ, મનોરંજન, કરિયર તેમજ ભારત અને વિશ્વભરના દૈનિક સમાચાર અપડેટ્સ ગુજરાતી ભાષામાં.
Show comments
Next Story
ચેનલ JOIN કરો Follow us Shorts ટોપ ન્યૂઝ