scorecardresearch

ગુજરાત વિધાનસભા ચૂંટણી પરિણામ 2022: આ વખતે ફક્ત એક જ મુસ્લિમ ધારાસભ્ય, 105 નવા ચહેરા, આવી છે ગુજરાતની નવી વિધાનસભા

Gujarat Assembly Election Result 2022: ભારતીય જનતા પાર્ટીએ 156 બેઠકો પર જીત મેળવી ઇતિહાસ રચી દીધો, બીજી તરફ કોંગ્રેસે અત્યાર સુધીનું સૌથી ખરાબ પ્રદર્શન કરતા ફક્ત 17 સીટો જ જીતી શક્યું

ગુજરાત વિધાનસભા ચૂંટણી પરિણામ 2022: આ વખતે ફક્ત એક જ મુસ્લિમ ધારાસભ્ય, 105 નવા ચહેરા, આવી છે ગુજરાતની નવી વિધાનસભા

Gujarat Assembly Election Result 2022: ગુજરાત વિધાનસભા ચૂંટણી 2022ના પરિણામે સૌને ચોંકાવી દીધા છે. ભારતીય જનતા પાર્ટીએ 156 બેઠકો પર જીત મેળવી ઇતિહાસ રચી દીધો છે. બીજી તરફ કોંગ્રેસે અત્યાર સુધીનું સૌથી ખરાબ પ્રદર્શન કરતા ફક્ત 17 સીટો જ જીતી શક્યું છે. પ્રથમ વખત ગુજરાતમાં ચૂંટણી લડી રહેલી આમ આદમી પાર્ટી 5 સીટો જીતવા સફળ રહી છે. આ વખતે બીજેપીએ મુસ્લિમ વિસ્તારોમાં પણ શાનદાર પ્રદર્શન કર્યું છે.

આ વખતે ગુજરાત વિધાનસભા ચૂંટણીમાં ફક્ત 1 મુસ્લિમ ઉમેદવાર જીતવા સફળ રહ્યો છે. 2017માં 3 મુસ્લિમ ધારાસભ્ય ચૂંટણી જીત્યા હતા. જમાલપુર-ખાડિયાથી કોંગ્રેસના ઇમરાન ખેડાવાલા એકમાત્ર મુસ્લિમ ઉમેદવાર આ વખતે વિધાનસભા ચૂંટણીમાં જીત મેળવવા સફળ રહ્યા છે. અહીં તેમણે બીજેપીના ભૂષણ ભટ્ટને 13 હજાર 600 વોટથી હરાવ્યા છે.

ગુજરાતમાં લગભગ 11 ટકા મુસ્લિમ વોટર્સ

ગુજરાતમાં લગભગ 11 ટકા મુસ્લિમ વોટર્સ છે. 182 સીટોમાંથી 30 સીટો એવી છે જ્યાં મુસ્લિમ વસ્તી 15 ટકાથી વધારે છે. આ વખતની ચૂંટણીમાં કોંગ્રેસે 6 મુસ્લિમ ઉમેદવારોને ટિકિટ આપી હતી. આમ આદમી પાર્ટી 3 મુસ્લિમ ઉમેદવારોને મેદાનમાં ઉતાર્યા હતા. ઔવેસીની પાર્ટીએ પણ મુસ્લિમ ઉમેદવારોને ટિકિટ આપી હતી. જ્યારે બીજેપીએ એકપણ મુસ્લિમ ઉમેદવારને ટિકિટ આપી ન હતી.

105 નવા ચહેરા વિધાનસભામાં પહોંચ્યા

આ વખતે 105 નવા ચહેરા વિધાનસભામાં પહોંચ્યા છે. આ ઉપરાંત 14 મહિલા ધારાસભ્યો જીત મેળવવા સફળ રહી છે. 2022ની ચૂંટણીમાં કુલ 126 ધારાસભ્યોએ ફરીથી ચૂંટણી લડી હતી. મતદારોએ તેમાંથી 77ને ફરીથી ચૂંટ્યા છે, જેમાંથી 84 ટકા ભાજપના છે, જ્યારે 12 ટકા કોંગ્રેસના છે.

આ પણ વાંચો – શાહ, પાટીલ અને રત્નાકર… ત્રણેયની તિકડીએ ભાજપને બમ્પર જીત અપાવી

બીજેપીને 52.3 ટકા વોટ મળ્યા

ગુજરાત વિધાનસભાની 182 બેઠકો માટે યોજાયેલ ચૂંટણીમાં ભાજપને 1 કરોડ 67 લાખ કરતાં વધુ મતદારોએ પોતાનો મત આપતાં કુલ 52.3 ટકા વોટ શેર મળ્યો છે. જ્યારે કોંગ્રેસને 86 લાખ 83 હજાર મતદારોએ જનાદેશ આપતાં 27.3 ટકા વોટ શેર મળ્યો છે. જ્યારે આમ આદમી પાર્ટીને 41 લાખ 12 હજારથી વધુ મત મળતાં 12.9 ટકા વોટ શેર મળ્યો છે.

Web Title: Gujarat assembly election result 2022 the new gujarat house 105 fresh faces 14 women legislators 1 muslim

Best of Express