ગુજરાત બજેટ 2023: પ્રવાસન ઉદ્યોગ માટે બજેટ ફાળવણીમાં સૌથી વધારે વૃદ્ધિ, જાણો ક્યાં વિભાગ માટે જોગવાઇ કેટલી વધી

Gujarat Budget 2023: વર્ષ 2023-24 માટે (Budget 2023-24) ગુજરાતના બજેટનું કદ (Gujarat Budget size) 23 ટકા વધારીને રેકોર્ડ 3,01,022 કરોડ રૂપિયા કરવામાં આવ્યું. જેમાં બજેટ જોગવાઇમાં સૌથી વધુ વૃદ્ધિ પ્રવાસન ઉદ્યોગ (tourism department) અને માર્ગ-મકાન વિભાગ માટે કરવામાં આવી છે. જાણો ક્યા વિભાગ માટે બજેટમાં ફાળવણી (budget fund provision) કેટલી વધી...

Written by Ajay Saroya
Updated : February 24, 2023 20:41 IST
ગુજરાત બજેટ 2023: પ્રવાસન ઉદ્યોગ માટે બજેટ ફાળવણીમાં સૌથી વધારે વૃદ્ધિ, જાણો ક્યાં વિભાગ માટે જોગવાઇ કેટલી વધી
ગુજરાત બજેટ 2023-24માં પ્રવાસન ઉદ્યોગને પ્રોત્સાહન આપવા જંગી ફાળવણી કરવામાંઆવી

ગુજરાત વિધાનસભામાં નાણાંમંત્રી કનુભાઇ દેસાઇએ 24 ફેબ્રુઆરી, 2023ના રોજ નાણાંકીય વર્ષ 2023-24 માટેનું અંદાજપત્ર રજૂ કર્યું હતું. આ અંદાજપત્રમાં વર્ષ 2023-24 માટે વિક્રમી 3,01,022 કરોડ રૂપિયાનું બજેટ જાહેર કરવામાં આવ્યું છે, જ્યારે વર્ષ 2022-23નું બજેટ 2,43,964 કરોડ રૂપિયા હતું. આમ વાર્ષિક તુલનાએ આગામી વર્ષ માટેના બજેટના કદમાં 23 ટકાનો વધારો કરવામાં આવ્યો છે. આ સાથે શિક્ષણ, આરોગ્ય, માર્ગ-મકાન વિભાગ માટે બજેટ ફાળવણીમાં તોતિંગ વધારો કરવામાં આવ્યો છે.

મૂડી ખર્ચની જોગવાઇમાં 91 ટકાનો વધારો

વર્ષ 2023-24ના બજેટમાં મૂડી-ખર્ચની જોગવાઇમાં તોતિંગ 91 ટકાનો કરવામાં આવ્યો છે અને તે 72,509 કરોડ રૂપિયા અંદાજવામાં આવી છે. જ્યારે વર્ષ 2022-23માં મૂડી ખર્ચની જોગવાઇ 38,052 કરોડ રૂપિયા હતી.

ક્યાં વિભાગ માટે બજેટ ફાળવણીમાં સૌથી વધારે વૃદ્ધિ થઇ

ગુજરાતનું વર્ષ 2023-24ના બજેટનું કદ 23 ટકા વધારીને વિક્રમી 3.01 લાખ કરોડ રૂપિયા કરવામાં આવ્યું છે, તેની સાથે સાથે વિવિધ વિભાગ માટે પણ બજેટ ફાળવણી પણ વધારવામાં આવી છે. બજેટ ફાળવણીમાં ટકાવારી પ્રમાણે વૃદ્ધિની વાત કરીયે તો વર્ષ 2023-24ના બજેટમાં પ્રવાસન વિભાગ અને માર્ગ-મકાન વિભાગ માટે મૂડી ફાળવણીમાં અનુક્રમે 170 ટકા અને 71 ટકાનો વધારો થયો છે. જેમાં વર્ષ 2023-24ના બજેટમાં પ્રવાસ વિભાગ માટે 2077 કરોડ રૂપિયાની જોગવાઇ કરવામાં આવી છે, જે પાછલા વર્ષના 769 કરોડ રૂપિયાની ફાળવણીની તુલનાએ 170 ટકા કે 1308 કરોડ રૂપિયાનો વધારો દર્શાવે છે. તેવી જ રીતે માર્ગ-મકાન વિભાગ માટે વર્ષ 2022-23ની 12024 કરોડ રૂપિયાની જોગવાઇ સામે વર્ષ 2023-24ના બજેટમાં 20641 કરોડ રૂપિયાની ફાળવણી કરવામાં આવી છે, જે વાર્ષિક તુલનાએ 8617 કરોડ રૂપિયા વધુ રકમ છે.

gujarat budget 2023
ગુજરાત બજેટ 2023-24માં વિવિધ વિભાગો માટે ફંડની ફાળવણી

આ પણ વાંચોઃ ગુજરાત બજેટ 2023: રૂપિયો ક્યાંથી આવશે અને ક્યાં જશે, જાણો વિગતવાર

તો વર્ષ 2023-24ના અંદાજપત્રમાં સામાજિક ન્યાય્ને અધિકારીતા વિભાગ માટે 16.7 ટકા, આદિજાતિ વિકાસ વિભાગ માટે 17 ટકા, શિક્ષણ વિભાગ માટે 25 ટકા, આરોગ્ય અને પરિવાર કલ્યાણ વિભાગ માટે 24 ટકા, મહિલા અને બાળ કલ્યાણ વિભાગ માટે 22 ટકા, શહેરી વિકાસ અને શહેરી ગૃહ નિર્માણ વિભાગ માટે 37 ટકા, અન્ન નાગરિક પુરવઠા અને ગ્રાહક બાબતોના વિભાગ માટે 42 ટકા, નર્મદા જળ સંપત્તિ પાણી પુરવઠા અને કલ્પસર વિભાગ માટે 43 ટકા વધારે બજેટ ફાળવણી કરવામાં આવી છે.

Read More
Read More
આજના લેટેસ્ટ ગુજરાતી સમાચાર અને ટ્રેન્ડિંગ ન્યૂઝ વાંચો ઈન્ડિયન એક્સપ્રેસ ગુજરાતી પર. અહીં તમને મળશે ગુજરાત, સ્પોર્ટ્સ, ધર્મ, વેપાર, લાઇફ સ્ટાઇલ, મનોરંજન, કરિયર તેમજ ભારત અને વિશ્વભરના દૈનિક સમાચાર અપડેટ્સ ગુજરાતી ભાષામાં.
Show comments
Next Story
ચેનલ JOIN કરો Follow us Shorts ટોપ ન્યૂઝ