scorecardresearch

ગુજરાત બજેટ 2023: રૂપિયો ક્યાંથી આવશે અને ક્યાં જશે, જાણો વિગતવાર

Gujarat budget highlights : ગુજરાત વિધાનસભામાં વર્ષ 2023-24નું બજેટ (Gujarat Budget 2023-24) રજૂ કરવામાં આવ્યું છે. સરળ શબ્દોમાં સમજો આગામી વર્ષે રૂપિયો ક્યાંથી આવશે અને રૂપિયો (budget at a glance) ક્યાં જશે.

Gujarat budget 2023
ગુજરાત બજેટ 2023-24ની હાઇલાઇટ્સ, રૂપિયો ક્યાંથી આવશે અને ક્યાં જશે

ગુજરાતના નાણાં મંત્રી કનુભાઇ દેસાઇએ આજે વિધાનસભામાં નાણાંકીય વર્ષ 2023-24નું અંદાજપત્ર રજૂ કર્યું છે. નાણાંમંત્રી કનુભાઇ દેસાઇએ બજેટ પ્રવચનમાં જણાવ્યું કે, વર્ષ 2023-24 માટે 3,01,022 કરોડ રૂપિયાનું બજેટ રજૂ કરવામાં આવ્યું છે જે ગુજરાતનું અત્યાર સુધીનું વિક્રમી બજેટ છે.

રૂપિયો ક્યાંથી આવશે

વર્ષ 2023-24 માટેના બજેટમાં ગુજરાત સરકારની આવક 2,97,491.06 કરોડ રૂપિયા રહેવાનો અંદાજ મૂકાયો છે. જેમાં ગુજરાત સરકાર GST સિવાયના રાજ્યના કરવેરામાંથી સૌથી વધુ 24.49 ટકા એટલે કે 72850 કરોડ રૂપિયાની આવક મેળવશે. ત્યારબાદ જાહેર ઋણ મારફતે 68001 કરોડ રૂપિયા ઉભા કરવામાં આવશે,એટલે કે સરકાર આટલા કરોડનું દેવું કરશે, જે કુલ આવકના 22.86 ટકા હિસ્સો ધરાવે છે. રાજ્ય સરકારને આગામી વર્ષે જીએસટી માંથી 66030 કરોડ એટલે કે 22.20 ટકા આવક થવાનો અંદાજછે. તેવી જ રીતે કરવેરા સિવાયના આવકના સ્ત્રોતમાંથી સરકાર 17012.60 કરોડ રૂપિયા એટલે 5.72 ટકા કમાણી મેળવશે. ઉપરાંત કેન્દ્રીય કરવેરામાંથી ગુજરાતને 35525 કરોડ રૂપિયા મળવાની અપેક્ષા રાખવામાં આવી છે, જે કુલ બજેટ આવક અંદાજના 11.94 ટકા સમકક્ષ છે.

Gujarat budget 2023
ગુજરાત વર્ષના 2023-24ના અંદાજપત્રમાં રૂપિયો ક્યાંથી આવશે

રૂપિયો ક્યાં જશે

વર્ષ 2023-24 માટેના બજેટમાં ગુજરાત સરકાર કુલ 2,97,491.06 કરોડ રૂપિયાના ખર્ચનો અંદાજ મૂકાયો છે. જેમાં સરકારે સૌથી વધુ 64.21 ટકા એટલે કે 1,91,009 કરોડ રૂપિયા વિકાસલક્ષી યોજનાઓ પાછળ ખર્ચશે. બિનવિકાસ લક્ષી ફાળવણી અંદાજપત્રના કુલ ખર્ચના 25.93 ટકા એટલે 77147 કરોડ રૂપિયા કરશે. તો આગામી વર્ષે સરકાર 26304 કરોડ રૂપિયાના જાહેર દેવાની ચૂકવણી કરવા ઇચ્છે છે જે કુલ અંદાજપત્ર ખર્ચના 8.84 ટકા રકમ છે.

Gujarat budget 2023
ગુજરાત વર્ષના 2023-24ના અંદાજપત્રમાં રૂપિયો ક્યાં જશે

સતત ત્રીજા વર્ષે પુરાંત વાળું બજેટ

ગુજરાતના નાણાં મંત્રીએ સતત ત્રીજા વર્ષે પુરાંતવાળું બજેટ રજૂ કર્યું છે. 24 ફેબ્રુઆરી, 2023ના રોજ વિધાનસભામાં રજૂ કરાયેલા નાણાંકીય વર્ષ 2023-24નું બજેટ 916.87 કરોડની પૂરાંત રાખવામાં આવી છે. તો વર્ષ 2022-23 માટેના સુધારેલા અંદાજપત્રમાં બજેટ પુરાતની રકમ 668.09 કરોડ રૂપિયાથી વધારીને 899 કરોડ રૂપિયા છે. તો તેની પૂર્વે વર્ષ 2021-22ના બજેટમાં 418 કરોડ રૂપિયાની બજેટ રહી હતી.

Gujarat budget 2023
ગુજરાતનું વર્ષ 2023-24નું પુરાંતવાળું બજેટ

Web Title: Gujarat budget 2023 highlights budget at a glance know all details here

Best of Express