ગુજરાત ચૂંટણી 2022 : કોંગ્રેસના 7 ઉમેદવારોની ત્રીજી યાદી જાહેર, જાણો કોણ ક્યાંથી ચૂંટણી લડશે?

Gujarat Election Congress candidates list : ગુજરાતમાં વિધાનસભા ચૂંટણી (Gujarat Election 2022) માટે દરેક રાજકીય પાર્ટી પોતાના ઉમેદવારોના નામ જાહેર કરી રહી છે ત્યારે કોંગ્રેસ પક્ષે વધુ 7 ઉમેદવારોની ત્રીજી યાદી (Congress candidates list) જાહેર કરી.

Written by Ajay Saroya
Updated : October 27, 2023 17:20 IST
ગુજરાત ચૂંટણી 2022 : કોંગ્રેસના 7 ઉમેદવારોની ત્રીજી યાદી જાહેર, જાણો કોણ ક્યાંથી ચૂંટણી લડશે?

ગુજરાતમાં વિધાનસભા ચૂંટણીનો જંગ ધીમે ધીમે જામી રહ્યો છે અને દરેક રાજકીય પક્ષ પોતાના ઉમેદવારોની યાદી જાહેર કરી રહ્યુ છે. કોંગ્રેસ પક્ષ દ્વારા આજે ગુજરાત વિધાનસભાની ચૂંટણી માટે 7 ઉમેદવારોની ત્રીજી યાદી જાહેર કરી છે. નોંધનીય છે કે, એક દિવસ પહેલા જ કોંગ્રેસ તેના 46 ઉમેદવારોની બીજી યાદી જાહેર કરી હતી.

જાણો કોંગ્રેસે કોને ક્યાંથી ટિકિટ આપી

નંબરબેઠકનું નામઉમેદવારોના નામ
1રાપરબચુ ભાઈ અથેરીયા
2વઢવાણતરૂણ ગઢવી
3રાજકોટઇન્દ્રનિલ રાજગુરૂ
4ધારીડો. કિરીટ બોરીસાગર
5નાંદોલ(એસટી)હરેશ વસાવા
6નવસારીદિપક બારોટ
7ગણદેવી(એસટી)અશોક લાલુભાઈ પટેલ

કોંગ્રેસ પક્ષે ગુજરાત વિધાનસભા માટે પોતાના 7 ઉમેદવારોની ત્રીજી યાદી જાહેર કરી છે. જેમાં રાપરમાં બચુ ભાઇ અથેરિયા, વઢવાણમાં તરૂણ ગઢવીને ટિકિટ આપી છે. તો રાજકોટમાં ઇન્દ્રનિલ રાજગુરુ, નાંદોલ (એસટી)માં હરેશ વસાવા, ધારીમાં ડો. કિરીટ બોરીસાગર, નવસારીમાં દિપક બારોટ અને ગણદેવી (એસટી)ની બેઠક પર અશોક લાલુભાઇ પટેલને ટિકિટ આપી છે.

નંબર બેઠકનું નામ ઉમેદવારોના નામ

કોંગ્રેસના ઉમેદવાર ઈન્દ્રનીલ રાજગુરુ જેમણે અગાઉ AAPમાં જોડાવા માટે પાર્ટી છોડી દીધી હતી અને તાજેતરમાં કોંગ્રેસમાં ફરી જોડાયા હતા, તેઓ રાજકોટ પૂર્વની બેઠક પરેથી ચૂંટણી લડશે.

આ પણ વાંચોઃ- ગુજરાત વિધાનસભા ચૂંટણી 2022: કોંગ્રેસે 43 ઉમેદવારોના નામની જાહેરાત કરી, જાણો કોને-કોને મળી ટિકિટ

નોંધનીય છે કે, કોંગ્રેસ 5 નવેમ્બરના રોજ 43 ઉમેદવારોની પ્રથમ યાદી, 10 નવેમ્બર 46 ઉમેદવારોની બીજી યાદી જાહેર કરી હતી અને હવે 11 નવેમ્બરના રોજ વધુ 7 ઉમેદવારોના નામ જાહેર કર્યા છે.

Read More
Read More
આજના લેટેસ્ટ ગુજરાતી સમાચાર અને ટ્રેન્ડિંગ ન્યૂઝ વાંચો ઈન્ડિયન એક્સપ્રેસ ગુજરાતી પર. અહીં તમને મળશે ગુજરાત, સ્પોર્ટ્સ, ધર્મ, વેપાર, લાઇફ સ્ટાઇલ, મનોરંજન, કરિયર તેમજ ભારત અને વિશ્વભરના દૈનિક સમાચાર અપડેટ્સ ગુજરાતી ભાષામાં.
Show comments
Next Story
ચેનલ JOIN કરો Follow us Shorts ટોપ ન્યૂઝ