Congress Candidates: ગુજરાત વિધાનસભાની ચૂંટણી 2022 માટે કોંગ્રેસે પ્રથમ યાદી જાહેર કરી છે. પ્રથમ યાદીમાં કોંગ્રેસે 43 ઉમેદવારોના નામની જાહેરાત કરી છે. મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલની સીટ ઘાટલોડિયા પરથી કોંગ્રેસે અમીબેન યાજ્ઞિકને ટિકિટ આપી છે. જસદણમાં પૂર્વ ધારાસભ્ય ભોળાભાઈ ગોહિલને ટિકિટ આપવામાં આવી છે. પોરબંદરથી અર્જુન મોઢવાડિયા, કુતિયાણાથી નાથા ઓડેદરા અને મહુવાથી કનુ કળસરીયાને ટિકિટ આપવામાં આવી છે.
કોંગ્રેસ કેન્દ્રીય ચૂંટણી સમિતિએ નવી દિલ્હીમાં એઆઈસીસી મુખ્યાલયમાં બેઠક પછી લિસ્ટને જાહેર કર્યું હતું. કોંગ્રેસ મહાસચિવ મુકુલ વાસનિકે લિસ્ટ જાહેર કરતા જણાવ્યું કે ઉચિત સમય પર બાકી વિધાનસભા ક્ષેત્રો માટે ઉમેદવારોના નામની જાહેરાત કરવામાં આવશે. બીજી તરફ ભાજપે હજુ સુધી પોતાના ઉમેદવારોની જાહેરાત કરી નથી.
આ પણ વાંચો – ઈસુદાન ગઢવી બન્યા આમ આદમી પાર્ટીના સીએમ ઉમેદવાર, કેજરીવાલે કરી જાહેરાત
ઈન્દ્રનીલ રાજ્યગુરુ ફરી કોંગ્રેસમાં જોડાયા
રાજકોટના પૂર્વ ધારાસભ્ય ઇન્દ્રનીલ રાજયગુરુ આમ આદમી પાર્ટીમાં રાજીનામું આપી ફરી કોંગ્રેસ પાર્ટીમાં જોડાઇ ગયા છે. ઉલ્લેખનીય છે કે ઇન્દ્રનીલ રાજયગુરુ આ વર્ષે એપ્રિલમાં જ આપમાં જોડાયા હતા. હવે તેઓ ફરી કોંગ્રેસમાં જોડાઇ ગયા છે.
કોંગ્રેસના 43 ઉમેદવારોની યાદી- કોણ ક્યાંથી ચૂંટણી લડશે? જાણો…
ક્રમે | બેઠક | ઉમેદવારનું નામ | |
---|---|---|---|
1 | ડીસા | સંજય રબારી | |
2 | અંજાર | રમેશ ડાંગર | |
3 | ગાંધીધામ-એસસી | ભરત સોલંકી | |
4 | ખેરાલુ | મુકેશ દેસાઈ | |
5 | કડી-એસસી | પ્રવિણ પરમાર | |
6 | હિંમતનગર | કમલેશ પટેલ | |
7 | ઈડર-એસસી | રમેશ સોલંકી | |
8 | ગાંધીનગર-દક્ષિણ | હિમાંશુ પટેલ | |
9 | ઘાટલોડિયા | અમીબહેન યાજ્ઞિક | |
10 | એલિસબ્રિજ | ભિખુ દવે | |
11 | અમરાઈવાડી | ધર્મેન્દ્ર પટેલ | |
12 | દસક્રોઈ | ઉમેદી બુધાજી ઝાલા | |
13 | રાજકોટ-દક્ષિણ | હિતેશ વોરા | |
14 | રાજકોટ-ગ્રામ્ય(એસસી) | સુરેશ બથવાર | |
15 | જસદણ | ભોલાભાઈ ગોહિલ | |
16 | જામનગર-ઉત્તર | બિપેન્દ્રસિંહ જાડેજા | |
17 | પોરબંદ | અર્જુન મોઢવાડિયા | |
18 | કુતિયાણા | નાથા ઓડેદરા | |
19 | માણાવદર | અરવિંદ લાડાણી | |
20 | મહુવા | કનુ કલસરીયા | |
21 | નડિયાદ | ધ્રુવલ પટેલ | |
22 | મોરવા હડફ-એસટી | સ્નેહલતા ખાંટ | |
23 | ફતેપુરા-એસટી | રઘુ મારચ | |
24 | ઝાલોદ-એસટી | મિતેશ ગરાસિયા | |
25 | લીમખેડા-એસટી | રમેશ ગુંડીયા | |
26 | સંખેડા-એસટી | ધીરુભાઈ ભીલ | |
27 | સયાજીગંજ | અમીબેન રાવત | |
28 | અકોટા | રુત્વિક જોશી | |
29 | રાવપુરા | સંજય પટેલ | |
30 | મુંજાલપુર | તશ્વિન સિંહ | |
31 | ઓલપાડ | દર્શનકુમાર નાયક | |
32 | કામરેજ | નિલેશકુમાર કુંભાણી | |
33 | વરાછા રોડ | પ્રફુલભાઇ તોગડીયા | |
34 | કતારગામ | કલ્પેશ વારિયા | |
35 | સુરત-પશ્ચિમ | સંજય પાટવા | |
36 | બારડોલી-એસટી | પન્નાબેન પટેલ | |
37 | મહુવા-એસટી | હેમાંગીની ગરાસીયા | |
38 | ડાંગર-એસટી | મુકેશભાઇ પટેલ | |
39 | જલાલપોર | રંજીતભાઇ પટેલ | |
40 | ગણદેવી-એસટી | શંકરભાઇ પટેલ | |
41 | પારડી | જયશ્રી પટેલ | |
42 | કપરાડા-એસટી | વસંતભાઇ પટેલ | |
43 | ઉમરગામ-એસટી | નરેશભાઇ વાલ્વી |
ગુજરાતમાં બે તબક્કામાં મતદાન
ગુજરાત વિધાનસભાની ચૂંટણીની તારીખો જાહેર થઈ ગઈ છે. ગુજરાત વિધાનસભા ચૂંટણીનું મતદાન બે તબક્કામાં થશે. પહેલા તબક્કાનું મતદાન 1 ડિસેમ્બર 2022ના દિવસે અને બીજા તબક્કાનું મતદાન 5 ડિસેમ્બર 2022ના દિવસે થશે. જ્યારે મતગણતરી 8 ડિસેમ્બર 2022ના રોજ થશે.