ગુજરાત વિધાનસભા ચૂંટણી: એક્ઝિટ પોલ સાચા પડે તો ગુજરાતના રાજકારણમાં 1990નું પુનરાવર્તન થશે..!

Gujarat election exit polls analysis: ગુજરાતમાં વિધાનસભા ચૂંટણીમાં (Gujarat election 2022) બીજા તબક્કાનું મતદાન પૂર્ણ થયા બાદ જાહેર થયેલા એક્ઝિટ પોલના તારણો (exit polls analysis) અનુસાર ભાજપ (BJP) ફરી સરકાર બને તેવી આગાહી, સાથે સાથે અમુક બેઠકો પર જીત હાંસલ કરીને આપ પાર્ટી (AAP party) પણ રાજ્યમાં ત્રીજા મોરચાનો દરજ્જો (third party) મેળવે તેવી અપેક્ષા

Written by Ajay Saroya
December 06, 2022 17:42 IST
ગુજરાત વિધાનસભા ચૂંટણી: એક્ઝિટ પોલ સાચા પડે તો ગુજરાતના રાજકારણમાં 1990નું પુનરાવર્તન થશે..!

ગુજરાતમાં વર્ષ 2022ની વિધાનસભાની ચૂંટણી પૂર્ણ થઈ ગઈ છે અને હવે 8મી ડિસેમ્બરે જાહેર થનાર ચૂંટણી પરિણામોને આતુરતા પૂર્વક રાહ જોવાઇ રહી છે. 5મી ડિસેમ્બર 2022ના રોજ યોજાયેલા વિધાનસભા ચૂંટણીના બીજા તબક્કાના મતદાન બાદ ચૂંટણીના એક્ઝિટ પોલ જાહેર થયા હતા અને મોટાભાગના સર્વેમાં ગુજરાતમાં ભાજપ સાતમી વખત સરકાર બનાવશે તેવી આગાહી કરવામાં આવી છે અને તે વડાપ્રધાન નરેન્દ્ર મોદીની લોકપ્રિયતાને આભારી છે. ઉપરાંત આમ આદમી પાર્ટી (AAP) પણ આ વખતની વિધાનસભામાં સારા પ્રમાણમાં બેઠકો જીતી શકે તેવી આગાહી કરવામાં આવી છે. અત્રે નોંધનિય છે કે, ગુજરાતના રાજકારણના ઇતિહાસમાં અત્યાર સુધી એક પણ વખત ત્રીજો મોરચો સફળ થયો નથી.

ભાજપના ગઢમાં ‘આપ’ની એન્ટ્રી થશે?

હાલમાં અરવિંદ કેજરીવાલની આગેવાની હેઠળની આમ આદમી પાર્ટી (આપ પાર્ટી)ની દિલ્હી અને પંજાબમાં સરકાર છે. એક્ઝિટ પોલમાં આપ પાર્ટી ગુજરાત વિધાનસભા ચૂંટણીમાં સિંગલ ડિજિટમાં બેઠકો જીતી શકે છે તેવી આગાહી કરવામાં આવી છે. જો એક્ઝિટ પોલ પર વિશ્વાસ કરીયે અને ગુજરાત વિધાનસભાની ચૂંટણીમાં આ પાર્ટી સિંગલ ડિજિટમાં બેઠકો પણ જીત મેળવવામાં સફળ થાય તો તેનો અર્થ એ છે કે, આપ પાર્ટીએ પહેલીવાર ભાજપના ગઢમાં ભંગાણ પાડ્યું છે.

બીજા તબક્કાના મતદાન માટે લાઈનમાં ઊભા રહેલા મતદાતાઓ

જો આવું થાય, તો ગુજરાત ચૂંટણી રાજકારણમાં મોટું પરિવર્તન આવશે, જેવું વર્ષ 1990માં થયું હતું. વર્ષ 1990ની ચૂંટણી વખતે ગુજરાતમાં કોંગ્રેસ વચ્ચે ત્રિકોણીય મુકાબલો હતો અન તે જ સમયે ગુજરાતમાં ભાજપનો ઉદય થયો હતો. તે વખતે ભાજપે 143 વિધાનસભા બેઠકો પર ચૂંટણી લડી હતી જેમાંથી 67 બેઠકો પર જીતી હાંસલ કરી હતી, જ્યારે કોંગ્રેસની જીતેલી બેઠક ઘટીને 33 થઈ ગઈ જે 1985માં 149 બેઠક હતી જનતા દળે તે સમયે વિધાનસભા ચૂંટણીમાં 147 માંથી 70 બેઠકો પર જીત હાંસલ કરી હતી અને ચીમનભાઈ પટેલના નેતૃત્વમાં સરકાર બનાવી હતી.

ભાજપ પોતાનો જ જૂનો રેકોર્ડ તોડીને નવો રેકોર્ડ બનાવશે

ભારત વર્ષ 2022ની વિધાનસભા ચૂંટણીમાં પોતાનો 20 વર્ષ જૂનો રેકોર્ડ તોડીને નવો રેકોર્ડ બનાવવાની ઇચ્છા ધરાવે છે. ભાજપે વર્ષ 2002ની વિધાનસભા ચૂંટણીમાં 182 બેઠમાંથી 127 બેઠકો જીતીને રેકોર્ડ બનાવ્યો હતો અને તેનો શ્રેય તે વર્ષે ગોધરા ટ્રેન સળગાવાની ઘટના બાદ ગુજરાતમાં થયેલા કોમી રમખાણોને પગલે હિંદુત્વ તરફી લહેરને જાય છે.

ગુજરાત વિધાનસભા ચૂંટણીના 3 મહત્વપૂર્ણ સમાચાર

ગુજરાત એક્ઝિટ પોલ વિશ્લેષણઃ ભાજપ જીત માટે પ્રબળ દાવેદાર, આપની બઢતથી થઇ શકે છે મોટો ફેરફાર

ગુજરાતમાં કોની બનશે સરકાર? આપને કેટલી બેઠકો મળશે? ચૂંટણીના એક્ઝિટ પોલ

ગુજરાત વિધાનસભા ચૂંટણીના બીજો તબક્કમાં ક્યાં - કેટલું મતદાન થયુ

અલબત્ત વર્ષ 1985માં કોંગ્રેસે 149 બેઠકો જીતી હતી, પરંતુ આ જીતનો શ્રેય તત્કાલિન વડાપ્રધાન ઈન્દિરા ગાંધીની હત્યા બાદ ઉભી થયેલી સહાનુભૂતિની લહેરને આપવામાં આવ્યો હતો. ક્ષત્રિય, હરિજન, આદિવાસી અને મુસ્લિમ (KHAM) મતોના એકત્રીકરણને આભારી 141 બેઠકો જીતવાના કોંગ્રેસના વર્ષ 1980ના રેકોર્ડને તોડવામાં ભાજપ (એક્ઝિટ પોલ મુજબ) નિષ્ફળ જશે .

Read More
Read More
આજના લેટેસ્ટ ગુજરાતી સમાચાર અને ટ્રેન્ડિંગ ન્યૂઝ વાંચો ઈન્ડિયન એક્સપ્રેસ ગુજરાતી પર. અહીં તમને મળશે ગુજરાત, સ્પોર્ટ્સ, ધર્મ, વેપાર, લાઇફ સ્ટાઇલ, મનોરંજન, કરિયર તેમજ ભારત અને વિશ્વભરના દૈનિક સમાચાર અપડેટ્સ ગુજરાતી ભાષામાં.
Show comments
Next Story
ચેનલ JOIN કરો Follow us Shorts ટોપ ન્યૂઝ