લીના મિશ્રાઃ ગુજરાત વિધાનસભા ચૂંટણીના બે તબક્કાનું મદાન શાંતિમય રીતે પૂર્ણ થયું છે. ગુજરાતમાં 2017ની ચૂંટણી કરતા આ વખતે સરેરાશ મતદાનમાં ઘટાડો નોંધાયો છે. જોકે, મતદાન પૂર્ણ થતાં જ એક્ઝિટ પોલ આવવાના શરૂ થયા હતા. એક્ઝિટ પોલ અનુસાર ભારતીય જનતા પાર્ટી ગુજરાતમાં ફરીથી સત્તા ઉપર આવશે. જેનો શ્રેય વડાપ્રધાન નરેન્દ્ર મોદીની લોકપ્રિયતાના ફાળે જાય છે. જોકે, આમ આદમી પાર્ટી પણ ઐહાસિક બની શકે છે. ગુજરાતના રાજકારણમાં જે અત્યાર સુધી ન્હોતી એ ત્રીજા મોચરની પાર્ટી તરીકે ઊભરી આવી શકે છે.
અત્યાર સુધી અરવિંદ કેજરીવાલના નેતૃત્વવાળી પાર્ટીએ કોંગ્રેસના હાથમાંથી દિલ્હી અને પંજાબ છીનવીને સત્તા મેળવી છે. એક્ઝિટ પોલની માનીએ તો આમ આદમી પાર્ટીને સિંગલ ડિઝિટમાં પણ સીટ મળી શકે છે. આનો મતલબ એ થાય કે આપ પહેલીવાર બીજેપીનો ગઢ ગણાતા ગુજરાતમાં પણ ગાબડું પાડી શકે છે. આમ ગુજરાતમાં તેના ઉત્થાનમાં અડચણ ઊભી કરવાની કોશિશ કરનાર ભાજપનો ડર સાચો પડી શકે છે.
અનેક સ્તરે જો આવું થાય તો ગુજરાત પોતાની રાજકીય દુનિયામાં મોટા ફેરફાર નજીક ઉભું થઈ જશે. જેમ કે 1990માં થયું હતું. જ્યારે કોંગ્રેસ વચ્ચે ત્રિકોણીઓ મુકાબલો થયો હતો. ત્યારે ગુજરાત, જનતા દળ અને ભાજપમાં મહાગઠબંધન હતું. પરિણામ સ્વરૂપ ભાજપનો ઉદય થયો હતો. ભગવા પાર્ટી 143 સીટો ઉપર લડી હતી અને તેમાંથી 67 સીટો ઉપર જીત મેળવી હતી. જ્યારે કોંગ્રેસ 1985માં 149 સીટોથી ઘટીને 33 થઈ ગઈ હતી અને જનતા દળે 147 સીટોમાંથી 70 સીટો મેળવી હતી. ચિમનભાઈ પટેલના મુખ્યમંત્રીત્વ હેઠળ સરકાર બનાવી હતી.
ભાજપ તોડી શકે છે પોતાનો રેકોર્ડ
કોંગ્રેસ માટે એક્ઝિટ પોલ પાર્ટીની યથાસ્થિતિવાદી સ્થિતિની પુષ્ટી કરે છે. ભાજપ સામે લડવાની તેની અનિષ્છા અને ગરીબ અને પછાત વર્ગોના પોતાના મતો સાથે જ સંતોષ મારી રહી છે. જ્યારે એક્ઝિટ પોલ અનુસાર ભારતીય જનતા પાર્ટી 182 વિધાનસભા સીટોમાંથી 127 સીટો જીતીને પોતાનો 2002નો રેકોર્ડ તોડી શકે છે. 2002માં ગોધરા ટ્રેન સળગાવ્યા બાદ થયેલા સાંપ્રદાયિક હુલ્લડો પછીની હિન્દુત્વ લહેરનું પરિણામ હતું.
ભાજપ હજી સુધી કોંગ્રેસના 1985ના 149ના રેકોર્ડને હરાવી શકી નથી જેનો શ્રેય તત્કાલિન વડાપ્રધાન ઇન્દિરા ગાંધીની હત્યા બાદ પેદા થયેલી સહાનુભૂતિની લહેરને આપવામાં આવે છે. બીજેપી 1980ના કોંગ્રેસના 141 સીટોના રેકોર્ડને પણ તોડી નહીં શકે. જેમાં ક્ષત્રિય, હરિજન, આદિવાસી અને મુસ્લિમ વોટોને શ્રેય આપવામાં આવે છે.
નરેન્દ્ર મોદીએ અમદાવાદમાં સૌથી મોટો રોડ શો કર્યો
ગુજરાતના ભાજપના પ્રદેશ પ્રમુખ સીઆર પાટીલે જણાવ્યું હતું કે ભાજપ માટે કોઈપણ જીત મતદાતા, વડાપ્રધાન નરેન્દ્ર મોદી, કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહની સાવધાની પૂર્વક યોજના અને ભાજપ કાર્યકર્તાની હશે. પાટીલે ધ ઇન્ડિયન એક્સપ્રેસને જણાવ્યું હતું કે “વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ગુજરાતની દેખભાળ કરવાની સાથે સુરક્ષિત પણ કર્યું છે. ગુજરાત તેનું ઘરે છે. લોકોએ તેમને આમંત્રિત કર્યા કારણ કે લોકોને તેમની સાથે એક સંબંધ છે. નરેન્દ્રભાઈએ જે 50 કિલોમિટરનો રોડ શો કર્યો તે દુનિયાનો સૌથી મોટો હતો. દુનિયાના કોઈપણ નેતાએ આટલો મોટો રોડ શો કર્યો નથી.” પાટીલે જણાવ્યું હતું કે આમ આદમી પાર્ટીને એકપણ સીટ મળશે નહીં અને કોંગ્રેસ પર ટિપ્પણી કરવાનું ટાળ્યું હતું.
અર્જૂન મોઢવાડિયાએ એક્સિટ પોલને નકાર્યા
ગુજરાત પ્રદેશ કોંગ્રેસ કમિટિના પૂર્વ અધ્યક્ષ અર્જૂન મોઢવાડિયા તેમણે પોરબંદર સીટ પરથી ચૂંટણી લડી હતી. જ્યાં પહેલા તબક્કામાં મતદાન થયું હતું. એક્ઝિટ પોલની ભવિષ્યવાણીને નકારતા તેમણે કહ્યું હતું કે પરિણામ વિપરીત હશે. તેમણે આ પરિસ્થિતિની તુલના 1990થી કરી હતી. “કોંગ્રેસના અહંકાર (એ સમયે), વિપક્ષની નબળી સ્થિતિ જ્યાં ભાજપ અને જનતા દળને ઉમેદવારોને શોધવાની સમસ્યા હતી અને અમારી સીટો 149 પરથી 33 પર આવી ગઈ હતી. આ સ્થિતિ 1990માં કોંગ્રેસની હતી અને 2022માં ભાજપની સ્થિતિ છે. આ સાથે આપને પણ થોડી તક મળી શકે છે. કેટલીક સીટો ઉપર તે વોટ વિભાજનવાળી પાર્ટી બની શકે છે.”
આ પણ વાંચોઃ- Exit Poll 2022: : ગુજરાતમાં ફરી ભાજપા બહુમત સાથે સરકાર બનાવશે, બધા એક્ઝિટ પોલમાં આગળ
કોંગ્રેસ પ્રવક્તા મનિષ દોશીએ એક્ઝિટ પોલને નકારતા કહ્યું હતું કે “આ દરેક પ્રકારના પરિણામો ચહેરો બનાવનાર ઉપકરણ છે જેથી કરીને લોકો વાસ્તવિક પરિણામોને પચાવી શકે. મોઢવાડિયાની જેમ જ તેમણે કહ્યું કે આપ કેટલાક મત વિસ્તારોમાં જ વોટ કાપશે.”
ગુજરાતમાં ભાજપ જેટલો જ પ્રચાર આમ આદમી પાર્ટીએ કર્યો
આમ આદમી પાર્ટીના નેતા અને દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ અને પંજાબના મુખ્યમંત્રી ભગવંત માને એક દિવસમાં મોદીની જેમ અનેક રેલીઓ કરી હતી. આનો મતલબ એ થઈ શકે કે ગુજરાત કદાય બદલાવ માટે તૈયાર છે પરંતુ હજી સુધી નહીં. એક્ઝિટ પોલ પ્રમાણે આ ચૂંટણી પરિણામ ભાજપના પક્ષમાં છે તો એક મોટા નેતાની લોકપ્રિયતાથી અસંતોષ અને સત્તા વિરોધી લહેરને દૂર કરી શકાય છે. જોકે, ભાજપે ચૂંટણીના એક વર્ષ પહેલાથી જ આખી સરકારને બદલીને કેટલાક પ્રયોગ કર્યા દિગ્ગજોને હટાવી દીધા અને ઓછામાં ઓછા 19 ઉમેદવારોને મેદાનમાં ઉતાર્યા જે મૂળરૂપથી કોંગ્રેસમાંથી આવ્યા હતા. આપ અને કોંગ્રેસે બંનેએ પોતાના અભિયાનોમાં પરિવર્તન અથવા બદલાવ શબ્દ પર ટકાવી દીધું. આમ આદમી પાર્ટીએ ચૂંટણી પ્રચારમાં દરેક પ્રકારે લડત આપી હતી.