scorecardresearch

ગુજરાત વિધાનસભા ચૂંટણી: હાર્દિક પટેલ, અલ્પેશ ઠાકોર, જિગ્નેશ મેવાણી: ગુજરાત ચૂંટણીમાં પ્રતિષ્ઠાની લડાઇમાં ફસાયા યુવા ચહેરા

ગુજરાત વિધાનસભા ચૂંટણી : હાર્દિક પટેલ, અલ્પેશ ઠાકોર અને જિગ્નેશ મેવાણી, જેમણે 2017ની વિધાનસભા ચૂંટણીમાં મહત્વપૂર્ણ ભૂમિકા નિભાવી હતી. આ વખતે પણ તે પોતાની પાર્ટીઓના સ્ટાર ઉમેદવાર માનવામાં આવે છે. જોકે ત્રણેય નેતા મોટા ભાગે પોત-પોતાના વિધાનસભા ક્ષેત્ર સુધી જ સિમિત રહ્યા છે

ગુજરાત વિધાનસભા ચૂંટણી: હાર્દિક પટેલ, અલ્પેશ ઠાકોર, જિગ્નેશ મેવાણી: ગુજરાત ચૂંટણીમાં પ્રતિષ્ઠાની લડાઇમાં ફસાયા યુવા ચહેરા
ગુજરાત વિધાનસભા ચૂંટણી: હાર્દિક પટેલ, અલ્પેશ ઠાકોર, જિગ્નેશ મેવાણી (Source: Twitter)

પરિમલ ડાભી: ગુજરાત વિધાનસભા ચૂંટણીના બીજા તબક્કામાં ઘણા પ્રમુખ ઉમેદવારોમાંથી ત્રણ યુવા ચહેરા છે – હાર્દિક પટેલ, અલ્પેશ ઠાકોર અને જિગ્નેશ મેવાણી, જેમણે 2017ની વિધાનસભા ચૂંટણીમાં મહત્વપૂર્ણ ભૂમિકા નિભાવી હતી. આ વખતે પણ તે પોતાની પાર્ટીઓના સ્ટાર ઉમેદવાર માનવામાં આવે છે. જોકે ત્રણેય નેતા મોટા ભાગે પોત-પોતાના વિધાનસભા ક્ષેત્ર સુધી જ સિમિત રહ્યા છે. જેમા તેમની પ્રતિષ્ઠાની લડાઇ કહેવામાં આવી રહી છે.

2017ની ચૂંટણીમાં તેમણે સત્તામાં રહેલી ભાજપાને જાતિના નેતાઓના રૂપમાં પડકાર આપ્યો હતો. ત્યારે ભાજપાના “રામ” (રુપાણી-અમિત-મોદી) સામે પ્રમુખ વિપક્ષી કોંગ્રેસે “હજ” (હાર્દિક-અલ્પેશ-જિગ્નેશ માટે)તરીકે ગણાવ્યા હતા. વર્તમાન ચૂંટણી પહેલા હાર્દિક પટેલ કોંગ્રેસનો સાથ છોડી ભાજપામાં સામેલ થઇ થઇ ગયો હતો. અલ્પેશ ઠાકોર પણ થોડા વર્ષો પહેલા ભાજપામાં આવી ગયો છે. જ્યારે જિગ્નેશ મેવાણી ઔપચારિક રુપથી કોંગ્રેસમાં સામેલ થઇ ગયો છે.

પાટીદાર અનામત આંદોલનનો ચહેરો હાર્દિક પટેલ 2017માં ભાજપા સામે આક્રમક અવાજ હતો. લોકોને કોંગ્રેસને વોટ આપવા માટે કહી રહ્યો હતો. તે કોંગ્રેસમાં 2019ની લોકસભા ચૂંટણી પહેલા જોડાયો હતો. આ વર્ષે મે માં કોંગ્રેસ સાથે સંબંધો ખરાબ થતા હાર્દિક ભાજપમાં સામેલ થયો હતો. તેને હવે અમદાવાદ જિલ્લામાં તેના વતન વિરમગામ સીટથી ટિકિટ આપી છે.

હાર્દિકને પોતાના વિધાનસભા ક્ષેત્રમાં સખત પડકારનો સામનો કરવો પડી રહ્યો છે. કારણ કે સ્થાનીય પાર્ટી નેતા અને કાર્યકર્તા અસંતુષ્ઠ જોવા મળી રહ્યા છે. પાટીદાર અનામત આંદોલન સમિતિ (પાસ)ના હાર્દિકના ઘણા પૂર્વ સહયોગી પણ તેનો વિરોધ કરી રહ્યા છે.

હાર્દિકને વર્તમાન કોંગ્રેસના ધારાસભ્ય લાખા ભરવાડ સામે ટિકિટ આપવામાં આવી છે. જેમને સાઇલેન્ટ ફોર્સ માનવામાં આવે છે. આમ આદમી પાર્ટીએ ઠાકોર સમુદાયના પ્રભુત્વવાળી સીટથી અમરસિંહ ઠાકોરને મેદાનમાં ઉતાર્યા છે. હાર્દિક માટે પ્રચાર કરવા આવેલા નેતાઓમાં ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથ અને અસમના મુખ્યમંત્રી હિમંત બિશ્વા સરમા સામેલ છે.

આ પણ વાંચો – PM મોદીએ સામાન્ય નાગરીકની જેમ લાઇનમાં ઊભા રહી કર્યું મતદાન, લોકોનો માન્યો આભાર

પોતાના ચૂંટણી પ્રચાર દરમિયાન હાર્દિકે પોતાને એક યુવા ઉમેદવારમા રૂપમાં રજુ કર્યો છે. જેથી સ્થાનીય લોકો પોતાના પુત્રની જેમ સંપર્ક કરી શકે છે. તેણે એ પણ દાવો કર્યો કે વિરમગામને એક જિલ્લો જાહેર કરવા માટે તે બધા પ્રયત્નો કરશે.

હાર્દિકની વિપરિત અલ્પેશ ઠાકોર માટે આ ત્રીજી ચૂંટણી છે. 2015-17માં પાટીદાર અનામત આંદોલન સામે એક યુવા ઓબીસી નેતા તરીકે બહાર આવ્યા પછી અલ્પેશ રાહુલ ગાંધીની હાજરીમાં કોંગ્રેસમાં સામેલ થયો હતો. તે 2017માં રાધનપુરથી કોંગ્રેસ તરફથી ધારાસભ્યા બન્યા હતા. 2019માં રાજ્યસભાની ચૂંટણીમાં ભાજપા ઉમેદવારના પક્ષમાં ક્રોસ વોટિંગ કરી અને પછી ભાજપામાં સામેલ થયો હતો. આ પછી પેટા ચૂંટણીમાં રાધનપુરથી ભાજપ તરફથી લડ્યો હતો. જોકે કોંગ્રેસના રઘુ દેસાઇ સામે પરાજય થયો હતો.

સૂત્રોના મતે વર્તમાન ચૂંટણીમાં અલ્પેશે ફરીથી રાધનપુરથી ભાજપની ટિકિટ માંગી હતી. જોકે સ્થાનીક પાર્ટી નેતાઓના સખત વિરોધ પછી ગાંધીનગર દક્ષિણથી ટિકિટ આપી હતી. જ્યાં તેનો મુકાબલો હાઇ પ્રોફાઇલ કોંગ્રેસ ઉમેદવાર હિમાંશુ પટેલ સામે છે. કોંગ્રેસ પ્રવક્તા અને મજબૂત સ્થાનીય જનાધારવાળા પાટીદાર નેતા હિમાંશુ અલ્પેશને પડકાર આપી રહ્યા છે.

કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહે એ જાહેરાત કરતા અલ્પેશ માટે પ્રચાર કર્યો કે તેની જીત સુનિશ્ચિત કરવા તેમની અને વર્તમાન ભાજપા ધારાસભ્ય શંભૂજી ઠાકોરની જવાબદારી છે.

કોંગ્રેસનો પ્રમુખ દલિત ચહેરા જિગ્નેશ મેવાણી ફરીથી વડગામની સીટ પરથી ચૂંટણી લડી રહ્યો છે. 2017માં જિગ્નેશ મેવાણીએ બીજેપીના વિજય ચક્રવર્તીને 19,000 વોટોથી હરાવીને આ સીટ જીતી હતી. મુસ્લિમ સમુદાયના વર્ચસ્વવાળી આ સીટને કોંગ્રેસનો ગઢ માનવામાં આવે છે. જોકે જિગ્નેશે આ વખતે ત્રણ હરિફ ઉમેદવારનો સામનો કરી રહ્યો છે. જેમાં AIMIMના ઉમેદવાર કલ્પેશ સુંધીયા સિવાય ભાજપાના મણિલાલ વાઘેલા અને આપના દલપત ભાટિયા સામેલ છે.

મણિલાલ વાઘેલા 2012માં વડગામથી કોંગ્રેસના ધારાસભ્ય હતા પણ પાર્ટીએ 2017માં તત્કાલિન ઉમેદવાર જિગ્નેશને અપક્ષ તરીકે ટેકો આપ્યો હતો તેમને ઇડર સ્નાનાંતરિત કર્યા હતા. આ પછી મણિલાલ વાઘેલા 2022માં ભાજપામાં સામેલ થયા હતા.

પોતાના ચૂંટણી પ્રચાર દરમિયાન જિગ્નેશે ભાવ વધારો, સરકારી પરીક્ષાઓમાં પેપર લીક, સ્વાસ્થ્ય સેવા અને બિલકિસ બાનો મામલાને ઉઠાવ્યા છે.

Web Title: Hardik patel alpesh thakor jignesh mevani young guns caught in keen battles of prestige in gujarat polls