અસદુદ્દીન ઓવૈસીની જાહેર સભામાં લાગ્યા મોદીના નારા – વીડિયો વાયરલ, કેપી મૌર્યએ કહ્યું – ‘જાતે જ કરાવ્યા હશે’

Gujarat Elections : ગુજરાત વિધાનસભા ચૂંટણી માટે અસદુદ્દીન ઔવેસી (Asaduddin Owaisi) ની જાહેર સભામાં મોદી-મોદીના નારા (Modi slogans) લાગવાનો વીડિયો વાયરલ થયા બાદ, કેપી મૌર્ય (Keshav Prasad Maurya) એ કહ્યું, જાતે જ લગાવડાવ્યા હશે.

Written by Kiran Mehta
Updated : November 14, 2022 16:26 IST
અસદુદ્દીન ઓવૈસીની જાહેર સભામાં લાગ્યા મોદીના નારા – વીડિયો વાયરલ, કેપી મૌર્યએ કહ્યું – ‘જાતે જ કરાવ્યા હશે’
અસદુદ્દીન ઓવૈસી અને કેશવ પ્રસાદ મૌર્ય (ફોટો - સોશિયલ મીડિયા)

ગુજરાત વિધાનસભાની ચૂંટણી જેમ જેમ નજીક આવી રહી છે તેમ તેમ રાજકીય પક્ષો વચ્ચેનો સંઘર્ષ વધી રહ્યો છે. આવી સ્થિતિમાં રાજકારણીઓ પોત-પોતાના પક્ષોના પક્ષમાં પ્રચાર કરવા માટે પુરી તાકાત લગાવી રહ્યા છે. ગુજરાત ચૂંટણીમાં તેમની પાર્ટીના ઉમેદવારના સમર્થનમાં જાહેર સભાને સંબોધવા આવેલા AIMIMના વડા અસદુદ્દીન ઓવૈસીની રેલીમાં મોદી-મોદીના નારા લાગ્યા હતા. જેના પર ઉત્તર પ્રદેશના નાયબ મુખ્યમંત્રી કેશવ પ્રસાદ મૌર્યએ ઝાટકણી કાઢી હતી.

ઓવૈસીની જાહેરસભામાં મોદી-મોદીના નારા લાગ્યા

એક કાર્યક્રમને સંબોધિત કરવા પહોંચેલા અસદુદ્દીન ઓવૈસીને પહેલા કેટલાક યુવાનોએ કાળી ઝંડી બતાવી અને ત્યારબાદ વડાપ્રધાન નરેન્દ્ર મોદીના નામના નારા લગાવવા લાગ્યા. આ ઘટનાનો વીડિયો સોશિયલ મીડિયા પર ઝડપથી વાયરલ થઈ રહ્યો છે. જેના પર લોકો અનેક પ્રકારની પ્રતિક્રિયાઓ આપતા જોવા મળે છે.

ઓવૈસીએ ભાજપ પર પ્રહારો કર્યા હતા

ભાજપ પર પ્રહાર કરતા ઓવૈસીએ કહ્યું કે, મોદીજીએ એવું ગુજરાત બનાવ્યું છે, જ્યાં પથ્થર ફેંકનારા બાળકોને પણ રસ્તા પર લાવી મારી નાખવામાં આવે છે. પરંતુ મોરબીમાં 150 લોકોની હત્યા કરનાર સામે કોઈ કાર્યવાહી થઈ શકતી નથી. જાણકારી માટે તમને જણાવી દઈએ કે, અસદુદ્દીન ઓવૈસીએ અત્યાર સુધી ગુજરાતમાં 5 સીટો પર ચૂંટણી લડવા માટેના ઉમેદવારોના નામ જાહેર કર્યા છે.

કેપી મૌર્યએ કટાક્ષ કર્યો હતો

યુપીના ડેપ્યુટી સીએમ કેશવ પ્રસાદ મૌર્યએ ‘આજ તક’ ન્યૂઝ ચેનલ સાથે વાતચીત કરતા અસદુદ્દીન ઓવૈસી પર વળતો પ્રહાર કર્યો હતો. ઓવૈસીની રેલીમાં મોદીના નારા પર કેશવ મૌર્યએ કહ્યું કે, મોદીના નારા તો આખા દેશમાં લગાવવામાં આવે છે. તેમણે કહ્યું કે જો રાહુલ અને ઓવૈસીના નારા નથી લાગતા તો આખું ગુજરાત મોદી મય થઈ ગયું છે. યુપીના ડેપ્યુટી સીએમએ કહ્યું કે, તેમણે પોતે જ વંદે ભારત ટ્રેન પર પથ્થરમારો કરાવ્યો હશે અને તેમની રેલીમાં પ્રાયોજિત રીતે જાતે કાળા ઝંડા બતાવ્યા હશે.

આ પણ વાંચોરાહુલ ગાંધી મોરબી કેમ ન ગયા? એન્કરના સવાલ પર કોંગ્રેસ નેતા મૂંઝવણમાં મુકાઈ, લોકોએ કરી આવી કોમેન્ટ્સ

લોકોની પ્રતિક્રિયા

અભિષેક શુક્લા નામના ટ્વિટર યુઝરે લખ્યું કે, ગુજરાતમાં ભાજપનો મામલો ફસાઈ ગયો છે, તેથી ઓવૈસીની વાત કરવામાં આવી રહી છે. યુનુસ નામના યુઝરે લખ્યું- ઓવૈસી મીડિયામાં લોકપ્રિય થવા માટે આવા કામ કરી રહ્યા છે, હવે 27 વર્ષના શાસન બાદ બીજેપી અહીંથી જવા જઈ રહી છે. નિહાર નામના યુઝરે કમેન્ટ કરી કે જે લોકો જેવું કરે છે, તેમની વિચારસરણી પણ આવી જ બની જાય છે. અભિનવ શુક્લા નામના ટ્વિટર હેન્ડલ પરથી કોમેન્ટ કરવામાં આવી, ‘મોદીનો નારો લાગે કે ઓવૈસી નો, બંને એક જ વાત તો થઈ.’

Read More
Read More
આજના લેટેસ્ટ ગુજરાતી સમાચાર અને ટ્રેન્ડિંગ ન્યૂઝ વાંચો ઈન્ડિયન એક્સપ્રેસ ગુજરાતી પર. અહીં તમને મળશે ગુજરાત, સ્પોર્ટ્સ, ધર્મ, વેપાર, લાઇફ સ્ટાઇલ, મનોરંજન, કરિયર તેમજ ભારત અને વિશ્વભરના દૈનિક સમાચાર અપડેટ્સ ગુજરાતી ભાષામાં.
Show comments
Next Story
ચેનલ JOIN કરો Follow us Shorts ટોપ ન્યૂઝ