scorecardresearch

રાહુલ ગાંધી મોરબી કેમ ન ગયા? એન્કરના સવાલ પર કોંગ્રેસ નેતા મૂંઝવણમાં મુકાઈ, લોકોએ કરી આવી કોમેન્ટ્સ

morbi bridge Tragedy : રાહુલ ગાંધી (Rahul Gandhi) ભારત જોડો યાત્રા (Bharat Jodo Yatra) દરમિયાન ગુજરાત (Gujarat) કેમ નથી જતા? આ સવાલ પર કોંગ્રેસ પ્રવક્તા અલ્કા લાંબા (Alka Lamba) ટીવી એન્કર (TV Anchor) સામે મૂંઝવણમાં મુકાઈ

રાહુલ ગાંધી મોરબી કેમ ન ગયા? એન્કરના સવાલ પર કોંગ્રેસ નેતા મૂંઝવણમાં મુકાઈ, લોકોએ કરી આવી કોમેન્ટ્સ
કોંગ્રેસ પ્રવક્તા અલ્કા લાંબા

ગુજરાત વિધાનસભાની ચૂંટણીની તૈયારીઓમાં તમામ રાજકીય પક્ષો વ્યસ્ત છે. જ્યારે શાસક પક્ષ દાવો કરે છે કે તેઓએ આપેલા તમામ વચનો પૂરા કર્યા છે, તો સામે ઘણા પ્રશ્નો ઉભા થઈ રહ્યા છે. આ વિષય પર ટીવી ડિબેટ દરમિયાન એન્કર રુબીકા લિયાકત અને કોંગ્રેસ નેતા અલકા લાંબા એકબીજા સાથે ઝગડી પડ્યા હતા.

આવા સવાલો એન્કરે અલકા લાંબાને પૂછ્યા

‘એબીપી ન્યૂઝ’ના કાર્યક્રમ હુંકારમાં એન્કર રૂબિકા લિયાકતએ અલકા લાંબાને પૂછ્યું કે, રાહુલ ગાંધી ભારત જોડો યાત્રા દરમિયાન ગુજરાત કેમ નથી જતા? જવાબમાં અલકા લાંબાએ કહ્યું કે, મણિપુર અને આસામ પણ ભારત જોડો યાત્રામાં નથી. જે બાદ તેમણે કહ્યું કે, અહીં મુદ્દો બેરોજગારી, મોંઘવારી અને સરકારથી ત્રસ્ત ખેડૂતોનો છે. તેના પર એન્કરે પૂછ્યું કે શું ગુજરાતમાં મોંઘવારી નથી?

અલકા લાંબાએ આવો જવાબ આપ્યો

અલકા લાંબાએ એન્કર દ્વારા પૂછવામાં આવેલા પ્રશ્નના જવાબમાં જણાવ્યું હતું કે, ગુજરાતમાં મોંઘવારી અને બેરોજગારી છે, હવે ગુજરાતમાં ભાજપના 25 વર્ષના કુશાસનનો અંત આવ્યો છે, મોરબી બ્રિજ દુર્ઘટનાના હત્યારાઓ સામે બદલો લેવાનો પણ સમય આવી ગયો છે. લાંબાના જવાબ પર એન્કરે ફરી પૂછ્યું કે, તો પછી તમે મોરબી ગયા, રાહુલ ગાંધી કેમ મોરબી ન ગયા? શું કારણ છે કે તમે લોકો તમારી તાકાતને એક જગ્યાએ ન રાખીને બધે ફેલાવો છો?

કોંગ્રેસ પ્રવક્તા એન્કર સામે ફસાયા

તેમના પ્રશ્નને આગળ વધારતા એન્કરે એમ પણ કહ્યું કે, તમારા કોંગ્રેસના કાર્યકરો સીધા સવાલો નથી પૂછતા પરંતુ અમારા દ્વારા પૂછી રહ્યા છે કે સત્તા કેમ વેરવિખેર થઈ રહી છે? અલકા લાંબાએ કહ્યું કે, આ અમારી પાર્ટીનો આંતરિક મુદ્દો છે, તમે તેનાથી મંજૂર હોવ કે કે ભાજપાને મંજૂર હોય. તેનાથી અમારે કોઈ લેવાદેવા નથી. જેના પર એન્કરે કહ્યું કે, આ અમારા કે ભાજપાના મંજૂર હોવાથી કંઈ થવાનું નથી. જનતા આનો જવાબ આપે છે.

યુઝર્સની ટિપ્પણીઓ

વિક્રમ નામના એક ટ્વિટર યુઝરે લખ્યું કે, હિમાચલ મીડિયા આટલા સમાચાર કેમ નથી આપતા? દરેક વ્યક્તિ ગુજરાતની ચર્ચા કરી રહ્યા છે કારણ કે ત્યાં કોંગ્રેસ નબળી છે. શશિ ભૂષણ નામના યુઝરે ટિપ્પણી કરી- કોંગ્રેસ ભારત જોડો યાત્રાનો રૂટ તેના હિસાબે નક્કી કરશે, મીડિયા તેના પર કેમ સવાલ કેમ ઉઠાવી રહ્યી છે? રવીન્દ્ર શુક્લા નામના યુઝરે લખ્યું કે, જવાબ આપવાને બદલે અલકા લાંબા ભડકી ગઈ, કારણ કે તેમને સાચો સવાલ પૂછવામાં આવ્યો હતો.

Web Title: Morbi bridge tragedy alka lamba congress rahul gandhi tv anchor gujarat assembly election

Best of Express