મહેસાણા : પઠાણ ફિલ્મ પર પોસ્ટ મામલે દલિત વિદ્યાર્થી પર હુમલો, 5 વિરુદ્ધ વિવિધ કલમ હેઠળ ગુનો નોંધાયો

Mehsana Dalit student Attack: પઠાણ ફિલ્મ (Pathan film) પર સોશિયલ મીડિયા પોસ્ટ (Social Media Post) મામલે દલિત યુવક પર મહેસાણા જિલ્લાના ઉનાવા પોલીસ સ્ટેશન (Unava Police Station) વિસ્તારમાં હુમલો થયો છે. પાંચ લોકો વિરુદ્ધ વિવિધ કલમ હેઠળ ગુનો નોંધવામાં અવ્યો.

Written by Kiran Mehta
Updated : December 29, 2022 17:38 IST
મહેસાણા : પઠાણ ફિલ્મ પર પોસ્ટ મામલે દલિત વિદ્યાર્થી પર હુમલો, 5 વિરુદ્ધ વિવિધ કલમ હેઠળ ગુનો નોંધાયો
મહેસાણામાં પઠાણ ફિલ્મને લઈ દલિત યુવક પર હુમલાનો મામલો

મહેસાણામાં એક 18 વર્ષીય દલિત વિદ્યાર્થી પર કથિત રીતે હુમલો કરવા બદલ બુધવારે પાંચ લોકો સામે કેસ નોંધવામાં આવ્યો હતો, જે ફિલ્મ હજુ રિલીઝ થવાની બાકી છે તે ફિલ્મ “પઠાણ” પર ઇન્સ્ટાગ્રામ સ્ટોરી પોસ્ટ કરી હતી.

પોલીસના જણાવ્યા મુજબ, આ ઘટના 26 ડિસેમ્બરે બની હતી, પ્રાપ્ત માહિતી અનુસાર, મહેસાણાના ઊંઝા તાલુકાના બીપી બ્રહ્મભટ્ટ કોલેજના બીજા વર્ષના સ્નાતક હિતેશકુમાર પરમારને તેના ગામના જ અન્ય જ્ઞાતિના પાંચ લોકોએ કથિત રીતે માર માર્યો હતો.

પોલીસે જણાવ્યું હતું કે, ડાભીપુરા ગામના હિતેશકુમાર પરમારને એક આરોપીએ સોશિયલ મીડિયા હેન્ડલ પર ધમકી આપી અને ઈન્સ્ટાગ્રામ પરથી પોસ્ટ હટાવવા કહ્યું પરંતુ, હિતેશ તેનો ઈનકાર કર્યો હતો.

મહેસાણા જિલ્લાના ઉનાવા પોલીસ સ્ટેશનમાં નોંધાયેલી એફઆઈઆર મુજબ, પરમાર પરીક્ષા માટે કોલેજ જવા માટે બસની રાહ જોઈ રહ્યો હતો ત્યારે ડાભીપરા ગામનો અભયસિંહ રાજપૂત આવ્યો અને તેને માથા અને ખભા પર મારવાનું શરૂ કર્યું અને તેને જાતિવાદી અપશબ્દો પણ બોલ્યા.

કથિત હુમલાના એક દિવસ પહેલા પરમારે તેના ઈન્સ્ટાગ્રામ હેન્ડલ પર ફિલ્મ ‘પઠાણ’નું પોસ્ટર અપલોડ કર્યું હતું, ત્યાર બાદ અભય સિંહે તેને સોશિયલ મીડિયા પરથી ડિલીટ કરવાની ધમકી આપી હતી. પરંતુ પરમારે સ્ટોરી ડીલીટ કરી ન હોવાનું પોલીસે જણાવ્યું હતું.

પોલીસે જણાવ્યું હતું કે, અભયસિંહના અન્ય મિત્રો પ્રદિપસિંહ રાજપૂત, ડાભીપરાના વંશરાજ રાજપૂત અને હિરેન રાજપૂત અને ગામના ડબરવાસ વિસ્તારના કપિલ રાજપૂતે પણ પરમારને માર માર્યો હતો અને જાતિવાદી અપશબ્દો બોલ્યા હતા.

પોલીસના જણાવ્યા મુજબ, ઘટનાસ્થળે ઘણા ગ્રામજનો એકઠા થયા બાદ આરોપી ભાગી ગયા હતા અને પરમારને આનંદજી ઠાકોર નામના વ્યક્તિએ બચાવી લીધો હતો.

દલિત વિદ્યાર્થી બાદમાં પરીક્ષામાં બેસવા માટે બસ પકડીને તેની કોલેજ ગયો હતો, ત્યારબાદ પોલીસને જણાવ્યું હતું.

જ્યારે તે બપોરે ઘરે પરત ફર્યો, ત્યારે તેણે સમગ્ર ઘટના તેના પરિવારના સભ્યોને કહી, જેઓ તેને ઊંઝાની સિવિલ હોસ્પિટલમાં લઈ ગયા, જ્યાં તેને પ્રાથમિક સારવાર આપવામાં આવી.

ઉનાવા પોલીસ સ્ટેશનના ઇન્સ્પેક્ટર એસઆર પટેલે જણાવ્યું હતું કે, “આરોપીઓની હજુ સુધી ધરપકડ કરવામાં આવી નથી. પોલીસના ST/SC સેલ હેઠળ તપાસ ચાલી રહી છે.

આ પણ વાંચો – આપની અસર, ગુજરાતમાં નવી શિક્ષણ નીતિનું અમલીકરણ અને વડાપ્રધાન મોદીનું નેતૃત્વ

પાંચ આરોપીઓ સામે IPC કલમ 143 (ગેરકાયદેસર ભેગા થવું), 323 (સ્વૈચ્છિક રીતે ઈજા પહોંચાડવી), 504 (શાંતિ ભંગ કરવા માટે ઈરાદાપૂર્વક અપમાન), 506(2) (ગુનાહિત ધાકધમકી) હેઠળ ગુનો નોંધવામાં આવ્યો છે. અને અનુસૂચિત જાતિ અને અનુસૂચિત જનજાતિ (અત્યાચાર નિવારણ) અધિનિયમ, 1989 ની વિવિધ કલમો હેઠળ પણ તપાસ શરૂ કરી છે.

Read More
Read More
આજના લેટેસ્ટ ગુજરાતી સમાચાર અને ટ્રેન્ડિંગ ન્યૂઝ વાંચો ઈન્ડિયન એક્સપ્રેસ ગુજરાતી પર. અહીં તમને મળશે ગુજરાત, સ્પોર્ટ્સ, ધર્મ, વેપાર, લાઇફ સ્ટાઇલ, મનોરંજન, કરિયર તેમજ ભારત અને વિશ્વભરના દૈનિક સમાચાર અપડેટ્સ ગુજરાતી ભાષામાં.
Show comments
Next Story
ચેનલ JOIN કરો Follow us Shorts ટોપ ન્યૂઝ