ઋતુ શર્માઃ ભારતીય જનતા પાર્ટીના બે દિગ્ગજ નેતાઓ વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે ગુજરાતમાં એક જ દિવસે બે અલગ અલગ કાર્યક્રમોમાં નવી શિક્ષણ નીતિના વખાણ કર્યા હતા. બંને નેતાઓના ગૃહ રાજ્યમાં નવા નીતિના સફળ રોલઆઉટ સાથે જોડાયેલા મહત્વના સંકેત આપે છે. જોકે સૂત્રો આમાં આમ આદમી પાર્ટીની અસર ગણાવે છે. અરવિંદ કેજરીવાલના નેતૃત્વવાળા સંગઠનના શિક્ષણને ગુજરાતમાં પ્રવેશ માટે એક લોન્ચપેડ બનાવી દીધું છે.
24 ડિસેમ્બરે શ્રી સ્વામીનારાયરણ ગુરુકુળ સંસ્થાના 75માં અમૃત મહોત્સવમાં એક વર્ચ્યુઅલ સંબોધનમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કહ્યું હતું કે એનઈપી એક ભવિશ્યવાદી શિક્ષણ પ્રણાલી તૈયાર કરશે. એ દિવસે મહેસાણામાં એક સ્કૂલ કાર્યક્રમમાં સંબોધિત કરતા કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે જણાવ્યું હતું કે આ નવી નીતિથી બાળકોમાં વિશ્લેષણ કરવા, વિચારવા અને શોધ કરવાની ક્ષમતા વિકસિત કરવામાં મદદ મળશે. આવી રીતે દેશને આગળ લઈ જઈ શકાશે.
શિક્ષા નીતિ ઉપર ભાર આપવાની વાતને સ્વીકાર કરતા આરએસએસ સાથે જોડાયેલા શૈક્ષિક મહાસંઘ – ગુજરાતના અધ્યક્ષ ભીખાભાઈ પટેલે ધ ઇન્ડિય એક્સપ્રેસને જણાવ્યું હતું કે, “ગત ભૂપેન્દ્ર પટેલ સરકાર અંતર્ગત એનઈપીના અમલીકરણ અંગે માત્ર ત્રણ બેઠક થઈ હતી. જ્યારે એક બેઠક પહેલાથી જ નવી સરકારની અધ્યક્ષતામાં આયોજીત કરવામાં આવી હતી. “
પટેલે દુઃખ વ્યક્ત કરતા જણાવ્યું હતું કે કેટલાક રાજ્યોના વિપરીત ગુજરાત નવી નીતિના અમલીકરણમાં વધારે પ્રગતિ કરવામાં નિષ્ફળ રહી છે. પરંતુ તાજેતરની બેઠક બાદ એવું લાગે છે કે સરકાર પોતાના લક્ષ્યોને પ્રાપ્ત કરવામાં ગંભીર છે. હવે ઝડપથી કામ થશે કારણ કે હવે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ખુદ કડકાઈ દેખાડી છે.
આ પણ વાંચોઃ- Today News Live Updates: ગુજરાત સહિત દેશ-વિદેશના તમામ તાજા સમાચાર વાંચવા અહિં ક્લિક કરો
પટેલે એ પણ સ્વીકાર કર્યું છે કે આમ આદમી પાર્ટી ફેક્ટર એક સત્ય છે અને ગુજરાત એક મોડલ રાજ્ય છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને ગૃહમંત્રી અમિત શાહનું ગૃહ રાજ્ય હોવાના નાતે અન્ય રાજ્ય અને રાજનીતિક દળ આને ઉત્સુક્તાથી જોઈ રહ્યા છે. પટેલ જે રાષ્ટ્રીય શૈક્ષિક મહાસંઘ- ગુજરાતના પ્રમુખ છે તે આરએસએસની અખિલ ભારતીય રાષ્ટ્રીય શૈક્ષિક મહાસંઘની સહયોગી છે. પટેલ ગુજરાત સરકારની સમગ્ર શિક્ષા એકમના કાર્યકારી સમિતિના સભ્ય પણ છે જેમાં સચિવ, મંત્રી અને મંડળોના પ્રતિનિધિ સામેલ છે.
ચૂંટણી અભિયાન દરમિયાન વડાપ્રધાન મોદીએ ગુજરાત સરકારની શિક્ષ પ્રણાલીઓ ઉપર પ્રકાશ પાડ્યો હતો જેમાં 2003 કન્યા કેળવણી અને શાળા પ્રવેશોત્સવ અભિયાનનો પણ સમાવેશ થયો હતો. જે તેઓ મુખ્યમંત્રી હતા ત્યારે શરૂ થયા હતા.
નવી ભૂપેન્દ્ર પટેલ સરકારમાં એજ્યુકેશન પોર્ટફોલિયોનું સંચાલન કરતા વરિષ્ઠ ચહેરાઓ પરિવર્તનના અન્ય સૂચક છે. છેલ્લી વખત જીતુ વાઘાણીએ શિક્ષણ વિભાગ સંભાળ્યો હતો. જ્યારે જુનિયર મંત્રી કુબેરભાઈ ડીંડોર અને કૃતિસિંહ વાઘેલા અનુક્રમે ઉચ્ચ અને ટેકનિકલ શિક્ષણ અને પ્રાથમિક, માધ્યમિક અને પુખ્ત શિક્ષણ વિભાગ સંભાળતા હતા. આ વખતે, વાઘાણી નથી, જ્યારે કેબિનેટ મંત્રી ઋષિકેશ પટેલ હવે તબીબી, ઉચ્ચ અને તકનીકી શિક્ષણ, ડીંડોર પ્રાથમિક, માધ્યમિક અને પુખ્ત શિક્ષણ સંભાળે છે અને પ્રફુલ પાનશેરિયા પ્રાથમિક, માધ્યમિક, પુખ્ત અને ઉચ્ચ શિક્ષણના જુનિયર મંત્રી છે.
આ પણ વાંચોઃ- આજનો ઇતિહાસ : 28 ડિસેમ્બર દિગ્ગજ ઉદ્યોગપતિ ધીરુભાઇ અંબાણી, રતન ટાટાનો જન્મદિવસ
એક વરિષ્ઠ સરકારી અધિકારીએ જણાવ્યું હતું કે, “હવે વસ્તુઓ સ્થાયી થવાથી, NEPને ધ્યાનમાં રાખીને તમામ પેન્ડિંગ એજ્યુકેશન પ્રોજેક્ટ્સ અને યોજનાઓ સરકારની પ્રાથમિકતા પર પાછી આવી ગયા છે.” કેબિનેટની પહેલી જ બેઠકમાં NEPની ભારતીય જ્ઞાન પ્રણાલી હેઠળ ભગવદ ગીતાને શાળાના અભ્યાસક્રમમાં સામેલ કરવા પર કામ શરૂ થયું હતું. સૂત્રોએ જણાવ્યું હતું કે આગળનું મોટું પગલું ‘રેસિડેન્શિયલ સ્કૂલ્સ ઑફ એક્સેલન્સ’ પર હોઈ શકે છે, જે સખત ચકાસણી પછી તેમના માટે 70થી વધુ અરજદારોની પસંદગી છતાં કાગળ પર રહી ગઈ છે.