today Gujarat National world News latest update: ગુજરાતના રાજકારણના સમાચાર હોય કે પછી ક્રાઈમના, વેપાર ઉદ્યોગના હોય કે પછી ધર્મના તમામ પ્રકારના સમાચારથી અવગત કરાવીશું. ગુજરાતના તમામ પ્રકારના તાજા સમાચાર ઉપરાંત દેશ અને વિદેશમાં બનતી મોટી ઘટનાઓ અંગે માહિતીગાર કરાવીશું. રમત-ગમત હોય કે પછી ટેક્નોલોજી, ધર્મભક્તિ કે પછી કરિયરમાં બનતી તમામ ઘટનાઓ વિશે જાણવા માટે વાંચતા રહેતો ગુજરાતી ઇન્ડિયન એક્સપ્રેસની વેબસાઇટ.
યુએન મહેતામાં દાખલ વડાપ્રધાન નરેન્દ્ર મોદીના માતા હિરાની તબિયત સુધારા પર છે. યુએન મહેતા હોસ્પિટલ દ્વારા હેલ્થ બુલેટિન જાહેર કરીને જાણકારી આપી હતી.

વડાપ્રધાન નરેન્દ્ર મોદીના માતા હીરાબેન મોદીની તબિયત ગત રાત્રે બગડતાં તેમને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. આ વર્ષે જૂનમાં 99 વર્ષના થયેલા હીરાબેન મોદીને અમદાવાદની હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે.
ગાંધીનગર ખાતે મળેલી કેબિનેટ બેઠકમાં પતંગોત્સવ અંગે મહત્વનો નિર્ણય લેવાયો હતો. આ વખતે જી 20ની થીમ ઉપર પતંગોત્સ યોજાશે. અમદાવાદ, વડોદરા, કચ્છના ઘોરડોમાં પતંગોત્સવ યોજાશે.
સુરેન્દ્રનગરમાં ચોટીલા-રાજકોટ હાઇવે ઉપર ખાનગી લક્ઝરી બસમાં વહેલી સવારે આગ લાગી હતી. આગ લાગવાની ઘટનામાં એક મહિલા પ્રવાસીનું મોત નીપજ્યું હતું. જ્યારે પાંચ લોકો દાઝ્યા હતા. બસમાં આગ લાગવાથી પ્રવાસીઓનો સમાન બળીને ખાખ થયો હતો. મળતી માહિતી પ્રમાણે ખાનગી બસ વાપીથી સોમનાથ તરફ જઈ રહી હતી.
નેપાળથી લઈને ઉત્તરાખંડ સુધી રાતના સમયે 3 વખત આવ્યો જોરદાર ભૂકંપ, ગાઢ નિંદરમાંથી ઉઠી લોકો ભાગવા લાગ્યા