Morbi Bridge Contract: મોરબીમાં મચ્છુ નદી પર બનેલો હેંગિગ બ્રિજ તુટવાથી ઓછામાં ઓછા 134 લોકોના મોત થયા છે. ઘણા લોકો ઇજાગ્રસ્ત થયા છે. જાણકારી પ્રમાણે મોરબી બ્રિજ કોન્ટ્રાક્ટમાં ઓવેરા ગ્રુપને બધા અધિકાર આપવામાં આવ્યા હતા. પોલીસે ઓરેવા સમૂહના બે પ્રબંધકોની ધરપકડ કરી છે. કંપની 2008થી બ્રિજ સાથે જોડાયેલી છે.
143 વર્ષ જૂના કેબલ બ્રિજના મેઇન્ટેનેન્સની જવાબદારી ઓધવજી પટેલના નેતૃત્વવાળી ઓરેવા ગ્રુપ પાસે છે. ઓરેવા ગ્રુપને માર્ચ 2022થી માર્ચ 2037 સુધી 15 વર્ષ માટે આ પુલના મેઇન્ટેનેન્સની જવાબદારી આપવામાં આવી હતી. જેમાં તેની સફાઇ, સુરક્ષા અને ટોલ વસુલવાનું કામ કંપનીને આપવામાં આવ્યું હતું. આ દુર્ઘટના માટે ઘણા લોકો કંપનીની લાપરવાહીને જવાબદાર ગણાવી રહ્યા છે. બ્રિજની વધારેમાં વધારે ક્ષમતા 100 લોકોની છે પણ જે સમયે દુર્ઘટના બની તે સમયે તેના પર 400 લોકો હતા.
આ પણ વાંચો – Suspension Bridge: મોરબી દુર્ઘટના પછી ચર્ચામાં છે સસ્પેન્શન બ્રિજ, જાણો કેવી રીતે કરે છે કામ?
અજંતા મેન્યુફેક્ચરિંગ પ્રાઇવેટ લિમિટેડ દ્વારા હસ્તાક્ષરિત નવા કરાર પ્રમાણે ઓરેવા સમૂહની પ્રમુખ કંપની 15 વર્ષના સમયગાળા માટે સંચાલન, મેઇન્ટેનેન્સ, સુરક્ષા, ટિકિટ સહિત પુલના પ્રબંધન માટે પુરી રીતે જવાબદારી હતી. સફાઇ અને કર્મચારીઓની નિમણુક પણ તેમના પાસે હતી. આ વર્ષે 7 માર્ચે કરાર પર હસ્તાક્ષર કર્યા પછી ઓરેવાએ રિનોવેશન શરુ કર્યું હતું. જેથી 765 ફૂટ લાંબા પુલ, છ ફૂટની ચેનલિંક્ડ સુરક્ષા ઘેરા સાથે ઘણા મહિના સુધી પ્રવાસીઓ માટે બંધ રહ્યો હતો. રિનોવેશન પછી ત્રણ દિવસ પહેલા જ બ્રિજને ખોલવામાં આવ્યો હતો.
મોરબી નગરપાલિકાના મુખ્ય અધિકારી સંદીપ સિંહ ઝાલાએ રવિવારે ધ ઇન્ડિયન એક્સપ્રેસને જણાવ્યું હતું કે પુલ પાસે ફિટનેસ પ્રમાણપત્ર ન હતું કારણ કે સુરક્ષા ઓડિટ કરી શકાયું ન હતું. તેમણે જણાવ્યું હતું કે તેનું કારણ એ હતું કે ઓરેવા સમૂહે નગરપાલિકાને જાણ ન કરી હતી કે તે 26 ઓક્ટોબરે પુલને ફરી ખોલી રહ્યા છે.
એ પૂછવા પર કે શું નગરપાલિકાએ ફિટનેસ મંજૂરી માટે કોઇ કારણ બતાવો નોટિસ જાહેર કરી છે કે પ્રવાસીઓના પ્રવેશ પર પ્રતિબંધનો આદેશ આપ્યો છે. તેના જવાબમાં સંદીપ સિંહ ઝાલાએ કહ્યું કે અમારી પાસે સમય ન હતો. હજુ બે દિવસ પહેલાની જ વાત છે. અમારી પાસે આવી કાર્યવાહી કરવાની કોઇ તક ન હતી.
ભાજપા શાસિત નગરપાલિકાના અધ્યક્ષ કુસમુ પરમારે કહ્યું કે અમે પુલને પુરી રીતે ઓરેવાને આપી દીધો હતો. જેથી પ્રવાસીઓની સુરક્ષા સુનિશ્ચિત કરવી તેમની જવાબદારી હતી. સમજુતીમાં સ્પષ્ટ રુપથી કહેવામાં આવ્યું છે કે આવક-ખર્ચ બધુ ઓરેવા દ્વારા વહન કરવામાં આવશે. સરકારી, ગૈર સરકારી, નગરપાલિકા, નિગમ કે કોઇ અન્ય એજન્સી દ્વારા કોઇ હસ્તક્ષેપ કરવામાં આવશે નહીં.





