Morbi Bridge Collapse: મોરબીમાં મચ્છુ નદી પર રવિવારે સાંજે કેબલ બ્રિજ તૂટવાની દુર્ઘટના સર્જાઈ હતી. જેમાં 132 લોકોના મોત થયા છે. આ દુર્ઘટના પછી દેશભરમાં બનેલા આવા બ્રિજોને લઇને ચર્ચા શરુ થઇ ગઇ છે. આવા બ્રિજ સિમેન્ટ કે ઇટોના બીમ પર નથી હોતો પણ કેબલના સહારે બનાવવામાં આવે છે. આ બ્રિજને હેંગિગ બ્રિજ પણ કહેવામાં આવે છે. ટેકનિકલી રીતે આ બ્રિજને સસ્પેન્શન બ્રિજ (Suspension Bridge)કહેવામાં આવે છે.
કોને કહેવાય સસ્પેન્શન બ્રિજ?
મોરબી દુર્ઘટના પછી એ ચર્ચા થઇ રહી છે કે આખરે સસ્પેન્શન બ્રિજ શું છે. પાણી અને નદી ઉપર ઘણા પ્રકારના પુલોનું નિર્માણ કરવામાં આવે છે તેમાં એક સસ્પેન્શન બ્રિજ છે. આ પ્રકારના પુલોનું નિર્માણ નદીના તે ભાગ પર કરવામાં આવે છે જ્યાં પાણીનું વહેણ સૌથી વધારે હોય છે. સસ્પેન્શન બ્રિજમાં સિમેન્ટના બે પિલ્લરો નદીના કિનારે લગાવવામાં આવે છે જ્યારે બાકી આખો પુલ લોખંડના કેબલ પર ટકેલો હોય છે.
દેશમાં ઘણા છે સસ્પેન્શન બ્રિજ?
ભારતમાં આવા સસ્પેન્શન બ્રિજ 600થી વધારે છે. દેશનો સૌથી લાંબો સસ્પેન્શન બ્રિજ ઉત્તરાખંડના ડોબરાથી ચંટી વચ્ચે બનેલો છે. આ બ્રિજ લગભગ 725 મીટર લાંબો છે. આ બ્રિજ ટિહરીને પ્રતાપનગર સાથે જોડે છે. આ સસ્પેન્શન બ્રિજથી પાંચ કલાકની સફર ફક્ત દોઢ કલાકમાં પુરી થાય છે. વિદ્યા સાગર સેતૂ બ્રિજ કોલકાતાને હુગલીથી જોડે છે. આ સસ્પેન્શન બ્રિજ લગભગ 457 મીટર લાંબો છે. આ બ્રિજ 1992માં બનાવવામાં આવ્યો હતો. આ બ્રિજ પરથી રોજ હજારોની સંખ્યામાં વાહનો પસાર થાય છે.
આ પણ વાંચો – પુલ જોવા માટે લોકોને રૂ.50માં બ્લેકમાં ટિકિટ વેચાઈ, મોરબી પુલ દુર્ઘટના સાથે જોડાયેલા 10 મોટા પ્રશ્નો
હિમાચલ પ્રદેશના મંડીમાં વ્યાસ નદી પર 1877માં સસ્પેન્શન બ્રિજ બનાવ્યો હતો. આ ત્યાં વિક્ટોરિયા બ્રિજના નામથી ઓળખાય છે. ઉત્તરાખંડના હરિદ્વારનો લક્ષ્મણ ઝુલા પણ સસ્પેન્શન બ્રિજ છે. ઋષિકેશમાં 1986માં રામ ઝુલા નામથી બીજો એક સસ્પેન્શન બ્રિજ બનાવ્યો હતો. જે લગભગ 228 મીટર લાંબો છે.

દુનિયામાં સૌથી લાંબો સસ્પેન્શન બ્રિજ અમેરિકામાં
દુનિયાના સૌથી લાંબા સસ્પેન્શન બ્રિજની વાત કરવામાં આવે તો અમેરિકાના મિશીગનમાં Boyne Falls ના નામથી ઓળખવામાં આવે છે. 1200 ફૂટ લાંબો આ બ્રિજ પહાડો વચ્ચે સુંદર દ્રશ્ય જોવા મળે છે.
કેવી રીતે કામ કરે છે સસ્પેન્શન બ્રિજ
સસ્પેન્શન બ્રિજના નિર્માણ દરમિયાન પાંચ મહત્વના ભાગ પર કામ કરવામાં આવે છે. પ્રથમ ભાગ ડેક, બીજો ભાગ ટાવર, ત્રીજો ટેંશન, ચોથા ફાઉન્ડેશન અને પાંચમો કેબલ છે.
આ પણ વાંચો – મોરબી કરૂણાંતિકા: પત્ની સાથે ત્રણે બાળક ડૂબી ગયા, પરિવાર વિખેરાયો, એક સાથે ચારેયની અર્થી ઉઠતાં ગામ હિબકે ચઢ્યું
ડેક – આ ભાગને પુલ પર બનેલ અંતિમ ભાગ કહેવામાં આવે છે. તેને જમીન કે પછી પહાડ બન્નેમાંથી જે સુગમ હોય તેમાં ઘુસાડવામાં આવે છે.
ટાવર – ડેકના આગળના ભાગમાં ટાવર લગાવેલો હોય છે. તેના સહારે પુલને આધારે આપવામાં આવે છે. આ ટાવર પુલના બન્ને છેડા કે કિનારા પર બનેલો હોય છે.
ટેંશન – ટેંશનનું કામ પુલને બન્ને ભાગને જોડવાનું હોય છે. ટેંશન રો બન્ને ટાવરથી જોડવામાં આવે છે.
કેબલ – કેબલ બ્રિજનો તે ભાગ છે જેના સહારે પુલને મજબૂત સપોર્ટ આપવામાં આવે છે. તેનાથી પુલ ઝુલે પણ છે.