PM મોદીએ ગુજરાતમાં જનસભા દરમિયાન બે વાર કપડા બદલતા વિપક્ષોના આકરાં શાબ્દિક પ્રહાર

Surendra Rajput Comment on PM Modi Dresses : મોરબીના ઝુલતા પુલની દૂર્ઘટનામાં મોટી સંખ્યામાં લોકોના મોત થયા છે ત્યારે ગુજરાત પ્રવાસે આવેલા પીએમ મોદીએ રેલીને સંબોધતી વખતે બે વખત કપડા બદલતા વિરોક્ષોએ આકરાં શાબ્દિક પ્રહારો કર્યા.

Written by Ajay Saroya
October 31, 2022 20:54 IST
PM મોદીએ ગુજરાતમાં જનસભા દરમિયાન બે વાર કપડા બદલતા વિપક્ષોના આકરાં શાબ્દિક પ્રહાર

વડાપ્રધાન નરેન્દ્ર મોદી ગુજરાત મુલાકાતે આવેલા છે. મોરબીમાં મચ્છુ નદી પર બનેલો ઝુલતો પુલ તૂટવાની કરુણાંતિક અંગે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ દુઃધ વ્યક્ત કર્યુ છે. ગુજરાતમાં એક રેલીને સંબોધતા પીએમ મોદીએ કહ્યું કે, મોરબીમાં એક ગંભીર દૂર્ઘટના ઘટી છે અને તેનાથી હું અત્યંત દુખી છું.

મોરબીમાં બનેલી આ કરુણાંતિકથી સમગ્ર રાજ્યમાં ગમગીન ભર્યો માહોલ છે ત્યારે આવી સ્થિતિમાં પીએમ નરેન્દ્ર મોદીએ આજે ગુજરાતમાં બે રેલીઓ સંબોધી હતી અને આ બંને રેલીમાં અલગ-અલગ કપડામાં જોવા મળ્યા હતા. આ અંગે કોંગ્રેસના નેતાઓએ ઝાટકણી કાઢી છે.

ગુજરાત વિધાનસભાની ચૂંટણી પહેલા વડાપ્રધાન નરેન્દ્ર મોદી સતત ગુજરાતની મુલાકાતે છે. આજે એટલે કે 31 ઓક્ટોબરે ગુજરાતમાં બે રેલીઓને સંબોધિત કરી હતી. આ બંને રેલીઓમાં પીએમ મોદીએ અલગ-અલગ કપડાં પહેર્યા છે. આ રેલીને સબોધિત કરતા સમયે PM મોદીએ મોરબીમાં અકસ્માતનો ઉલ્લેખ કરતા કહ્યું કે હું આ ઘટનાથી ખુબ જ દુઃખી છું.

કોંગ્રેસ નેતાનો PM મોદી પર કટાક્ષ

કોંગ્રેસના નેતાઓની સાથે સાથે સોશિયલ મીડિયા યુઝરો એ પણ વડાપ્રધાન નરેન્દ્ર મોદીના કપડા અંગે કટાક્ષ કર્યો છે. કોંગ્રેસના નેતા સુરેન્દ્ર રાજપૂતે વડાપ્રધાનની બંને તસવીરો શેર કરી અને લખ્યું કે મન ખૂબ જ પરેશાન છે પરંતુ કપડા પર કપડા બદલાઈ રહ્યા છે. આ સાથે તેમણે સવાલ કર્યો કે આજે આ કપડા બદલવાને ટાળી શકાયું હોત, મોદીજી? મોરબીમાં 141થી વધુના મોત થયા છે. કોંગ્રેસના નેતા શ્રીનિવાસ બીવીએ પણ કટાક્ષ કરી – નદીમાં હજી પણ ઘણા લોકોના મૃતદેહોની શોધખોળ ચાલી રહી છે, પરંતુ સાહેબનો એક જ સિદ્ધાંત – The Show Must Go On.

પપ્પુ યાદવના પણ આકરાં શાબ્દિક પ્રહાર

પીએમ મોદી પર આકરાં શાબ્દિક પ્રહાર કરતા જન અધિકાર પાર્ટીના રાષ્ટ્રીય અધ્યક્ષ પપ્પુ યાદવે લખ્યું છે કે, ગુજરાત અકસ્માતમાં 200 લોકોના મોત બાદ ભાવુક બનેલા વડાપ્રધાન મોદીએ સતત રડવાના કારણે તેમના કપડા પણ બે વાર ભીના થઇ ગયા છે. બે વાર તેમને પોતાનો ડ્રેસ બદલવો પડ્યો, સૂત્રોના જણાવ્યા અનુસાર, ત્રીજો ડ્રેસ પણ ભીનો થઈ ગયો છે. તે પણ બદલાવાના છે.

આ પણ વાંચોઃ- PM મોદીએ સરદાર પટેલને આપી શ્રદ્ધાંજલિ, જનસભામાં ભાવુક થતાં કહ્યું “હું ભલે એકતા નગરમાં હોવ, પણ મારું મન મોરબીના પીડિતોમાં છે”

આરએલડી નેતા પ્રશાંત કનોજિયાએ પીએમ પર કટાક્ષ કરતા લખ્યું કે, મોદીજી આખો દિવસ ગુજરાતમાં રહ્યા પરંતુ મોરબીના પીડિતોને મળવા ન ગયા કારણ કે ફેન્સી ડ્રેસ સ્પર્ધા મહત્વપૂર્ણ છે.

Read More
Read More
આજના લેટેસ્ટ ગુજરાતી સમાચાર અને ટ્રેન્ડિંગ ન્યૂઝ વાંચો ઈન્ડિયન એક્સપ્રેસ ગુજરાતી પર. અહીં તમને મળશે ગુજરાત, સ્પોર્ટ્સ, ધર્મ, વેપાર, લાઇફ સ્ટાઇલ, મનોરંજન, કરિયર તેમજ ભારત અને વિશ્વભરના દૈનિક સમાચાર અપડેટ્સ ગુજરાતી ભાષામાં.
Show comments
Next Story
ચેનલ JOIN કરો Follow us Shorts ટોપ ન્યૂઝ