રાહુલ ગાંધી માનહાની કેસ: કોણ છે જસ્ટિસ ગીતા ગોપી? જેમણે પોતાને રાહુલ ગાંધી કેસની સુનાવણીમાંથી અલગ કરી દીધા

Rahul Gandhi defamation : રાહુલ ગાંધી માનહાની કેસમાંથી ગુજરાત હાઈકોર્ટ (Gujarat High Court) ના જજ ગીતા ગોપી (justice gita gopi,) એ પોતાને અલગ કરી દીધા છે. તો જોઈએ કોણ છે ગીતા ગોપી? હવે કોણ કરશે આ કેસની સુનાવણી? (ફાઈલ ફોટો)

Updated : April 27, 2023 13:14 IST
રાહુલ ગાંધી માનહાની કેસ: કોણ છે જસ્ટિસ ગીતા ગોપી? જેમણે પોતાને રાહુલ ગાંધી કેસની સુનાવણીમાંથી અલગ કરી દીધા
રાહુલ ગાંધી માનહાની કેસ - જસ્ટિસ ગીતા ગોપી કોણ છે?

પ્રભાત ઉપાધ્યાય : ગુજરાત હાઈકોર્ટના ન્યાયાધીશ જસ્ટિસ ગીતા ગોપીએ રાહુલ ગાંધીના કેસની સુનાવણીમાંથી પોતાને અલગ કરી લીધા છે. કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીના માનહાની કેસમાં મેજિસ્ટ્રેટ કોર્ટના નિર્ણયને હાઈકોર્ટમાં પડકારવામાં આવ્યો હતો.

26 એપ્રિલે ગુજરાત હાઈકોર્ટમાં જસ્ટિસ ગીતા ગોપીની કોર્ટમાં રાહુલ ગાંધીના કેસનો ઉલ્લેખ કરવામાં આવ્યો હતો. તેમણે થોડીવાર વાત સાંભળી. એ પછી કહ્યું- મારી સામે નહીં અને રાહુલ ગાંધીના વકીલને સૂચન કર્યું કે, આ મામલો ફરીથી હાઈકોર્ટના એક્ટિંગ ચીફ જસ્ટિસ સમક્ષ રજૂ કરે જેથી કરીને તેને અન્ય કોઈ બેન્ચને સોંપી શકાય.

રાહુલ ગાંધીના વકીલ ચાંપાનેરીએ કહ્યું કે, હવે તે આ મામલાને હાઈકોર્ટના કાર્યકારી મુખ્ય ન્યાયાધીશ સમક્ષ ફરીથી રજૂ કરશે, જેથી તેને અન્ય બેંચને સોંપવામાં આવે.

કોણ છે જસ્ટિસ ગીતા ગોપી?

જસ્ટિસ ગીતા ગોપી મૂળ ગુજરાતના છે. ગુજરાતના નવસારીમાં 24 માર્ચ 1966ના રોજ જન્મેલા જસ્ટિસ ગીતા ગોપી કોમર્સ ગ્રેજ્યુએટ છે. તેઓ સુરતની પ્રખ્યાત સર કેપી કોલેજમાંથી સ્નાતક થયા છે. આ પછી તેમણે નવસારીની દિનશા ડબ્બુ લો કોલેજમાંથી કાયદાની ડિગ્રી મેળવી.

ગુજરાત હાઈકોર્ટની વેબસાઈટ પર આપેલી વિગતો મુજબ, જસ્ટિસ ગોપીએ વર્ષ 1993માં નવસારીની ડિસ્ટ્રિક્ટ કોર્ટમાંથી એડવોકેટ તરીકે પ્રેક્ટિસ શરૂ કરી હતી. તેમણે એડવોકેટ કે.પી.દેસાઈ સાથે તેમની પ્રેક્ટિસ શરૂ કરી હતી.

જસ્ટિસ ગોપી 24 નવેમ્બર 2008 ડિસ્ટ્રિક જજ કેડરથી જુડિશરીમાં આવ્યા અને અનેક ક્રિમિનલી અને સિવિલ મામલાઓ સંભાળી ચુક્યા છે. તેઓ સીબીઆઈથી લઈને પોટા કોર્ટમાં વિશેષ ન્યાયાધીશ રહી ચૂક્યા છે. ગોપી વર્ષ 2014માં ગુજરાત હાઈકોર્ટના રજિસ્ટ્રાર પણ રહી ચૂક્યા છે.

13 વર્ષ માટે લેક્ચરર પણ રહ્યા

જસ્ટિસ ગીતા ગોપીની 3 માર્ચ 2020ના રોજ ગુજરાત હાઈકોર્ટના જજ તરીકે નિમણૂક કરવામાં આવી હતી. જસ્ટિસ ગોપીને વાંચવામાં પણ રસ છે. દિનશા ડબ્બુ લો કોલેજ, જ્યાં તેમણે કાયદાનો અભ્યાસ કર્યો હતો, ત્યાં લગભગ 13 વર્ષથી પાર્ટ-ટાઇમ લેક્ચરર પણ છે.

શું છે રાહુલ ગાંધીનો કેસ?

23 માર્ચે, રાહુલ ગાંધીને મોદીની અટક અંગેની ટિપ્પણી બદલ સુરત કોર્ટે દોષિત ઠેરવ્યા અને 2 વર્ષની જેલની સજા ફટકારી. ભાજપના ધારાસભ્ય પૂર્ણેશ મોદીએ તેમની સામે માનહાની કેસ દાખલ કર્યો હતો. આ સજા બાદ રાહુલ ગાંધીએ તેમનું સાંસદ પદ ગુમાવ્યું હતુ. રાહુલ વિરુદ્ધ આઈપીસીની કલમ 499 અને 500 હેઠળ કેસ નોંધવામાં આવ્યો છે.

આ પણ વાંચો‘મોદી સરનેમ કેસ’માં રાહુલ ગાંધીને ઝટકો, સુરતની અદાલતના ચુકાદાની વિરુદ્ધ સુનાવણી કરવાથી ગુજરાત હાઇકોર્ટના જજ ગીતા ગોપીએ પોતાને અલગ કર્યા

રાહુલ ગાંધીએ આ સજાને સત્ર ન્યાયાલયમાં પડકાર્યો હતો, પરંતુ ત્યાં પણ તેમને રાહત ન મળી. 20 એપ્રિલે સત્ર ન્યાયાલયે તેમની અરજી ફગાવી દીધી. ત્યારબાદ કોંગ્રેસ નેતાએ હાઈકોર્ટમાં અરજી કરી.

ડિક્લેઈમર : આ આર્ટિકલ જનસત્તા પરથી અનુવાદીત છે, ઓરિજનલ કન્ટેન્ટ વાંચવા માટે અહીં ક્લિક કરો

Read More
Read More
આજના લેટેસ્ટ ગુજરાતી સમાચાર અને ટ્રેન્ડિંગ ન્યૂઝ વાંચો ઈન્ડિયન એક્સપ્રેસ ગુજરાતી પર. અહીં તમને મળશે ગુજરાત, સ્પોર્ટ્સ, ધર્મ, વેપાર, લાઇફ સ્ટાઇલ, મનોરંજન, કરિયર તેમજ ભારત અને વિશ્વભરના દૈનિક સમાચાર અપડેટ્સ ગુજરાતી ભાષામાં.
Show comments
Next Story
ચેનલ JOIN કરો Follow us Shorts ટોપ ન્યૂઝ