વડોદરા : સામિયાળામાં કોમી અથડામણ બાદ ભાઈચારો, એકબીજાને બચાવવા ગ્રામજનો જામીન બાંહેધરી બન્યા

Vadodara : જિલ્લા વહીવટીતંત્ર અને પોલીસ (Police) વિભાગના અધિકારીઓએ સમિયાળા (Samiyala Village) ના બંને સમુદાયના સભ્યો સાથે શાંતિ બેઠક યોજી હતી. ગામના વડીલો અને સમાજના આગેવાનોએ અધિકારીઓ અને પોલીસની જામીન પ્રક્રિયામાં એકબીજાના જામીનદાર બનવાની ભલામણને સ્વીકારી હતી

Written by Kiran Mehta
Updated : March 14, 2023 12:05 IST
વડોદરા : સામિયાળામાં કોમી અથડામણ બાદ ભાઈચારો, એકબીજાને બચાવવા ગ્રામજનો જામીન બાંહેધરી બન્યા
જિલ્લા વહીવટીતંત્ર અને પોલીસ વિભાગના અધિકારીઓએ સમિયાળાના બંને સમુદાયના સભ્યો સાથે શાંતિ બેઠક યોજી (ફોટો - એક્સપ્રેસ)

અદિતી રાજા : વડોદરા તાલુકાના સમિયાળા ગામમાં 11 માર્ચના રોજ પૂજા સ્થળ પાસે લગ્નના વરઘોડા દરમિયાન ફટાકડા ફોડવાને લઈને કોમી અથડામણ સર્જાયુ હતુ, જે બાદ 37 લોકોની ધરપકડ બાદ ગામલોકોની જામીનની કાર્યવાહીમાં એકબીજાની બાંયધરી તરીકે એક સાથે આવ્યા છે.

રવિવારે, જિલ્લા વહીવટીતંત્ર અને પોલીસ વિભાગના અધિકારીઓએ સમિયાળાના બંને સમુદાયના સભ્યો સાથે શાંતિ બેઠક યોજી હતી. ગામના વડીલો અને સમાજના આગેવાનોએ અધિકારીઓ અને પોલીસની જામીન પ્રક્રિયામાં એકબીજાના જામીનદાર બનવાની ભલામણને સ્વીકારી હતી.

આ રીતે, ધરપકડ કરાયેલા 37 વ્યક્તિઓમાંથી દરેક માટે – 22 હિન્દુ સમુદાયના અને 15 મુસ્લિમ સમુદાયના – અન્ય સમુદાયના એક સભ્ય જામીન મેળવવા માટે બાંયધરી તરીકે ઊભા હતા. ગામલોકો કહે છે કે, આ પ્રથાએ “જૂની પેઢી”માં અસ્તિત્વમાં રહેલી “ભાઈચારાની” લાગણી ફરી જાગૃત કરી છે.

મીટિંગમાં, નાયબ પોલીસ અધિક્ષક બી.એચ. ચાવડા, તાલુકા સ્ટેશનના ઈન્ચાર્જ સબ ઈન્સ્પેક્ટર વી.જી. લાંબરિયા અને અન્ય પોલીસ વહીવટી અધિકારીઓએ સમુદાયના સભ્યોને મળ્યા, તેમને “સંપૂર્ણ સંવાદિતા” માં રહેવા માટે “મોટા હૃદયવાળા” બનવા વિનંતી કરી.

બે સમુદાયોના જૂથો વચ્ચે અથડામણ થયાના બે દિવસ પછી, ચાર વાહનોને આગ લગાડી અને અન્ય કેટલાકને નુકસાન પહોંચાડ્યું, સોમવારે ગામમાં બધુ સામાન્ય થઈ ગયું. પોલીસના જણાવ્યા અનુસાર, શનિવારે મધરાતે મસ્જિદ પાસે ડીજે વગાડતા શોભાયાત્રા દરમિયાન ફટાકડા ફોડવાને કારણે આગ લાગી હતી.

પોલીસની દરમિયાનગીરી બાદ, ગ્રામજનોએ 2017 થી અહીં પ્રવર્તી રહેલા સાંપ્રદાયિક સૌહાર્દના નિયમોને “પુનઃજીવિત” કરવા સપ્તાહના અંતે બીજી બેઠક બોલાવવાનું નક્કી કર્યું છે.

સબ-ઇન્સ્પેક્ટર લાંબરિયાએ ધ ઇન્ડિયન એક્સપ્રેસને જણાવ્યું હતું કે, “2017 માં, મતભેદ પછી, ગામલોકોએ સરઘસ, ધાર્મિક તહેવારો અને પૂજા સ્થાનોને લગતા નિયમો બનાવ્યા હતા, જેથી આવી કોઈપણ અપ્રિય ઘટનાને ટાળી શકાય. તેઓએ અમને કહ્યું કે, નિયમોનો ભંગ કરવામાં આવ્યો હતો. ઘણાં વર્ષો પહેલા, ઘણાં વર્ષોથી. હવે તેઓએ મીટિંગ બોલાવીને સમાન નિયમોનો અમલ કરવાનું નક્કી કર્યું છે.”

આ પણ વાંચો – પેટ્રોલ-ડીઝલથી ગુજરાત સરકારની ‘છપ્પર ફાડ’ કમાણી! VAT થકી જુઓ કેટલા કરોડ તિજોરીમાં આવ્યા

6,000ની વસ્તી ધરાવતા ગામમાં લગભગ 2,000 મુસ્લિમો છે, જેમાંથી 12 પંચાયત સભ્યોમાંથી બે લઘુમતી સમુદાયના છે.

Read More
આજના લેટેસ્ટ ગુજરાતી સમાચાર અને ટ્રેન્ડિંગ ન્યૂઝ વાંચો ઈન્ડિયન એક્સપ્રેસ ગુજરાતી પર. અહીં તમને મળશે ગુજરાત, સ્પોર્ટ્સ, ધર્મ, વેપાર, લાઇફ સ્ટાઇલ, મનોરંજન, કરિયર તેમજ ભારત અને વિશ્વભરના દૈનિક સમાચાર અપડેટ્સ ગુજરાતી ભાષામાં.
Loading...
ચેનલ JOIN કરો Follow us Shorts ટોપ ન્યૂઝ