scorecardresearch

પેટ્રોલ-ડીઝલથી ગુજરાત સરકારની ‘છપ્પર ફાડ’ કમાણી! VAT થકી જુઓ કેટલા કરોડ તિજોરીમાં આવ્યા

petrol-diesel earnings Gujarat : રાજ્ય સરકારે પેટ્રોલ પરના વેટ (VAT) અને સેસમાંથી રૂ. 11,870 કરોડ, ડીઝલ પર રૂ. 26,383 કરોડ, PNG પર રૂ. 128 કરોડ અને CNG પર રૂ. 376 કરોડની કમાણી કરી છે.

પેટ્રોલ-ડીઝલથી ગુજરાત સરકારની ‘છપ્પર ફાડ’ કમાણી! VAT થકી જુઓ કેટલા કરોડ તિજોરીમાં આવ્યા
ગુજરાત સરકારે છેલ્લા બે વર્ષમાં પેટ્રોલ, ડીઝલ, CNG અને PNG પરના સેસમાંથી વેટ દ્વારા રૂ. 38,730 કરોડની કમાણી કરી છે. (ફોટો – પ્રતિકાત્મક)

petrol-diesel earnings Gujarat : પેટ્રોલ અને ડીઝલની વધતી કિંમતોને કારણે સામાન્ય માણસ પર મોંઘવારીનું દબાણ વધી રહ્યું છે, પરંતુ ગુજરાત સરકારને પેટ્રોલ અને ડીઝલમાંથી કરોડો રૂપિયાની કમાણી થઈ છે. ગુજરાત સરકારે છેલ્લા બે વર્ષમાં પેટ્રોલ, ડીઝલ, CNG અને PNG પરના સેસમાંથી વેટ દ્વારા રૂ. 38,730 કરોડની કમાણી કરી છે. સોમવારે રાજ્ય વિધાનસભામાં આ માહિતી આપવામાં આવી હતી. રાજ્ય સરકારને 1 જાન્યુઆરી, 2021 થી 31 ડિસેમ્બર, 2022 ના સમયગાળા માટે ગુડ્સ એન્ડ સર્વિસ ટેક્સ (જીએસટી) વળતર તરીકે રૂ. 21,672.90 કરોડની સામે કેન્દ્ર પાસેથી રૂ. 4,219 કરોડ મળ્યા હતા.

વિધાનસભામાં તારાંકિત પ્રશ્નના જવાબમાં, રાજ્યના ઉર્જા પ્રધાન કનુ દેસાઈએ જણાવ્યું હતું કે, રાજ્ય સરકારે પેટ્રોલ પરના વેટ અને સેસમાંથી રૂ. 11,870 કરોડ, ડીઝલ પર રૂ. 26,383 કરોડ, PNG પર રૂ. 128 કરોડ અને CNG પર રૂ. 376 કરોડની કમાણી કરી છે.

રાજ્ય સરકારે પેટ્રોલ પર 13.7 ટકા વેટ અને 4 ટકા સેસ, ડીઝલ પર 14.9 ટકા વેટ અને 4 ટકા સેસ, પીએનજી (કોમર્શિયલ) પર 15 ટકા વેટ, પીએનજી (ડોમેસ્ટિક) પર 5 ટકા વેટ લાદ્યો હતો. તેમણે કહ્યું કે, સીએનજી (હોલસેલર) પર 15 ટકા વેટ અને સીએનજી (રિટેલર) પર 5 ટકા વેટ છે.

દેસાઈએ ગૃહને વધુમાં જણાવ્યું હતું કે, પેટ્રોલ અને ડીઝલ પરના વેટમાં કોઈ ફેરફાર કરવામાં આવ્યો નથી, જ્યારે ઘરેલું ઉપભોક્તા માટે વાહન ઈંધણ તરીકે વપરાતા પીએનજી અને સીએનજી પરનો વેટ 15 ટકાથી ઘટાડીને 10 ટકા અને 5 ટકા કરવામાં આવ્યો છે.

આ પણ વાંચોગુજરાત સરકારનો ઈલેક્ટ્રોનિક મીડિયામાં જાહેરાત ખર્ચ 175% વધ્યો

એક અલગ પ્રશ્નના જવાબમાં દેસાઈએ જણાવ્યું હતું કે, રાજ્યને 1 જાન્યુઆરી, 2021 થી 31 ડિસેમ્બર, 2022 સુધીના સમયગાળા માટે કેન્દ્ર પાસેથી જીએસટીના તેના હિસ્સા તરીકે રૂ. 21,672.90 કરોડ મળશે. તેમણે કહ્યું કે, રાજ્ય સરકારને GSTમાંથી તેનો હિસ્સો રૂ. 4,219 કરોડ મળ્યો છે અને બાકીની રકમ માટે તેને રૂ. 15,036.85 કરોડની લોન મળી છે, જે કેન્દ્ર દ્વારા સેસ ફંડમાંથી ચૂકવવામાં આવશે.

Web Title: Petrol diesel earnings gujarat government how much is the tax

Best of Express