આ 5 બીમારીઓમાં ફલાવરનું સેવન શરીર માટે હાનિકારક, જાણો તેની સાઈડ ઇફેક્ટ

cauliflower side effect: જે લોકોને કબજિયાતની પ્રોબ્લેમ હોય તે લોકોએ ફલાવરનું સેવન ન કરવું જોઈએ.

Written by shivani chauhan
December 05, 2022 15:31 IST
આ 5 બીમારીઓમાં ફલાવરનું સેવન શરીર માટે હાનિકારક, જાણો તેની સાઈડ ઇફેક્ટ
photo-freepik

Cauliflower Side Effect: શિયાળામાં શાકભાજી વધારે આવે છે. આ ઋતુમાં વધારે શાકભાજી ખુબજ ફાયદાકારક હોય છે. ફલાવર શિયાળાની એક એવી શાકભાજી છે જેનું સેવન લોકો વધારે કરે છે. ફલાવરમાં કેરોટિનોઇડ, ફ્લેવોનોઈડ, એસ્કાર્બિક એસિડ, એન્ટી- ઓક્સિડેન્ટ, વિટામિન સી અને જરૂરી મિનરલ હાજર હોય છે જે શરીરને હેલ્થી રાખે છે. ફાઈબરથી ભરપૂર ફલાવરનું ગ્લાયસેમીક ઈન્ડેક્ષ ઓછું હોય છે. તેનું સેવન કરવાથી બ્લડ શુગર કન્ટ્રોલમાં રહે છે.

આ શાકભાજી વજન પણ કંટ્રોલ કરવામાં અસરદાર સાબિત થાય છે. તેનું સેવન કરવાથી શરીરને એનર્જી મળે છે. તેનું સેવન કરવાથી ફંક્શન બુસ્ટ થાય છે. ઘણા વૈજ્ઞાનિક અધ્યયન કહે છે કે ફલાવરમાં હાઈપોકોલેસ્ટેરોલીક હાજર હોય છે જે કોલેસ્ટ્રોલને કંટ્રોલ કરે છે.

નિત્યાનંદમ શ્રી આયુર્વેદ પર કરતા એક યોગ ગુરુ જે યોગ વૈજ્ઞાનિક છે તેમણે કહ્યું હતું કે ફ્લાવરનું સેવન આંતરિક અંગોના સ્વાસ્થ્યનું પણ ધ્યાન રાખે છે. ફલાવરમાં કોલીન હાજર હોય છે જે લીવર અને કિડનીના સંક્ર્મણથી બચાવે છે. ઔષધીય ગુણોથી ભરપૂર ફલાવર સ્વાસ્થ્ય માટે ઉપયોગી છે પરંતુ કેટલીક બીમારીઓમાં ફ્લાવરનું સેવન હાનિકારક છે. કેટલીક ખાસ બીમારીઓમાં ફ્લાવરનું સેવન મુશ્કેલીઓ વધારી શકે છે તેથી ફલાવરનું સેવન કરવાનું ટાળવું જોઈએ.

આ પણ વાંચો: Diabetes Diet: ખજૂરનું સેવન ડાયાબિટીસના દર્દીઓ માટે કેટલું ફાયદાકારક, જાણો એક્સપર્ટ પાસેથી

યુરિક એસિડ હાઈ છે તો ફ્લાવરનું સેવન ન કરવું:

જે લોકોનું યુરિક એસિડ હાઈ રહે છે તે લોકોએ ફ્લાવરનું સેવન ન કરવું જોઈએ. ફ્લાવરમાં પ્યુરિનની માત્રા વધારે હોય છે જે શરીરમાં યુરિક એસિડનું સ્તર વધારી શકે છે. તેનું સેવન કરવાથી ગાઉટની સમસ્યા વધારી શકે છે.

કિડની સ્ટોનની સમસ્યા છે તો ફલાવર ભૂલથી પણ ન ખાવું:

જે લોકોને કિડની સ્ટોનની સમસ્યા હોય તેમણે ફલાવરનું સેવન કરવાનું ટાળવું જોઈએ. જો કોઈને લીવર અને કિડનીને લગતી કોઈ સમસ્યા હોય તો તેણે ડોક્ટરની સલાહ પર જ ફલાવરનું સેવન કરવું જોઈએ.

આ પણ વાંચો: આ બીમારીઓમાં હાનિકારક છે દૂધીનું સેવન, જાણો એક્સપર્ટ શું કહે છે…

એલર્જીની પરેશાની વધારી શકે :

જે લોકોને એલર્જીની પ્રોબ્લેમ હોય તે લોકોએ ફલાવરનું સેવન ન કરવું જોઈએ.

ગેસની સમસ્યા છે તો ફલાવર ન ખાવું:

આયુર્વેદિક એક્સપર્ટ નિત્યાનંદ શ્રી ના મત મુજબ તેનું સેવન ગેસની પરેશાની વધારી શકે છે. આ સરળતાથી પચતું નથી. તેની તાસીર ઠંડી છે અને વાયુ કરે છે તેથી પચવામાં ભારે છે. સ્થૂળ લોકો જેનું મેટાબોલિઝ્મ સ્લો હોય તે લોકોએ ફલાવરનું સેવન ન કરવું જોઈએ.

કબજિયાત વધારી શકે :

જે લોકોને કબજિયાતની પ્રોબ્લેમ હોય તે લોકોએ ફલાવરનું સેવન ન કરવું જોઈએ.ઠંડી તાસીરના લીધે કબજિયાતની સમસ્યા કરી શકે છે.

Read More
આજના લેટેસ્ટ ગુજરાતી સમાચાર અને ટ્રેન્ડિંગ ન્યૂઝ વાંચો ઈન્ડિયન એક્સપ્રેસ ગુજરાતી પર. અહીં તમને મળશે ગુજરાત, સ્પોર્ટ્સ, ધર્મ, વેપાર, લાઇફ સ્ટાઇલ, મનોરંજન, કરિયર તેમજ ભારત અને વિશ્વભરના દૈનિક સમાચાર અપડેટ્સ ગુજરાતી ભાષામાં.
Loading...
ચેનલ JOIN કરો Follow us Shorts ટોપ ન્યૂઝ