શું તમે ક્યારેય બરફ, ચોક, માટી અથવા ભૂંસવા માટેનું રબર જેવી બિન-ખાદ્ય વસ્તુઓની તલપનો અનુભવ કરો છો? ના, આ એવી વસ્તુ નથી જે તમે કલ્પના કરો છો, આવી વિચિત્ર તલપ પાછળ ખરેખર એક કારણ છે. સિમરન ચોપરા, એક હોર્મોન સ્પેશિયાલિસ્ટ, ચોક અથવા માટી ખાવાની તમારી ઇચ્છા પાછળનું એક મુખ્ય કારણ આયર્નની ઉણપને દર્શાવે છે. તેણીએ સૂચવ્યું હતું કે,“ભારતમાં આયર્નની ઉણપ ખૂબ જ સામાન્ય છે, અને તે બિન-ખાદ્ય પદાર્થોની અસામાન્ય તલપનું કારણ પણ છે. કેટલીકવાર માત્ર લક્ષણો જાણવાથી તમને અથવા તમારા જીવનસાથી અથવા બાળકને પણ મદદ મળી શકે છે. જો તમને પણ માથાનો દુખાવો, ચક્કર આવવા, વાળ ખરવા અને નિસ્તેજ ત્વચા હોય તો આયર્નની ઉણપ માટે ટેસ્ટ કરાવો જરૂરી છે.
અન્ય એક કારણ, ડૉ. સોનલ આનંદ, મનોચિકિત્સક, વોકહાર્ટ હોસ્પિટલ્સ, મીરા રોડના જણાવ્યા અનુસાર, જે વ્યક્તિને બિન-ખાદ્ય ચીજવસ્તુઓની તલપ આપી શકે છે તે છે પીકા કે એક ખાવાની વિકૃતિ છે.
Pica શું છે?
પીકા એ ખાવાની વિકૃતિ (eating disorder) છે જેમાં વ્યક્તિ ગંદકી, માટી, ચોક, કોલસો, રંગ, કાગળ, સાબુ, કાચ, વાળ, બરફ વગેરે જેવી બિન-પૌષ્ટિક વસ્તુઓ ખાવાની તલપ રહે છે. ડૉ. આનંદે indianexpress.comને જણાવ્યું હતું કે, “જિયોફેજી એ કાદવનો વપરાશ છે, જ્યારે એમીલોફેગી અને પેગોફેગિયા એવા શબ્દો છે જેનો ઉપયોગ રાંધેલા સ્ટાર્ચ અને બરફની અસામાન્ય ભૂખને વર્ણવવા માટે થાય છે.”
આ પણ વાંચો: શું ચાટ તમારા માટે અનહેલ્થી છે? ન્યુટ્રિશનિસ્ટ શું કહે છે? અહીં જાણો
પીકાનું કારણ શું છે?
પીકા ડિસઓર્ડર માટે આયર્નની ઉણપ મોટે ભાગે જવાબદાર છે. “તમારી અસામન્ય તલપએ સંકેત હોઈ શકે છે કે તમારું શરીરમાં પોષક તત્વોની ઉણપ છે,” ડૉ. આનંદે કહ્યું હતું કે, “પિકા વિવિધ પરિબળોને કારણે થાય છે, જેમાં “આયર્ન, ઝિંક અથવા અન્ય પોષક તત્વોની અછતનો સમાવેશ થાય છે. તેઓએ indianexpress.com ને જણાવ્યું હતું કે,” પરિસ્થિતિઓ એનિમિયા, સામાન્ય રીતે આયર્નની ઉણપને કારણે થાય છે, ઉદાહરણ તરીકે, સગર્ભા સ્ત્રીઓમાં પિકાનું મૂળ કારણ હોઈ શકે છે.”
નિષ્ણાતે વધુમાં જણાવ્યું કે અમુક માનસિક વિકૃતિઓ પણ પીકાનું કારણ બની શકે છે. એક્સપેર્ટે માહિતી અપાઈ હતી કે, “તે સ્કિઝોફ્રેનિયા અને ઓબ્સેસિવ-કમ્પલ્સિવ ડિસઓર્ડર (OCD) જેવી ચોક્કસ માનસિક સ્વાસ્થ્ય સમસ્યાઓ ધરાવતા લોકોમાં સામનો કરવાની તકનીક તરીકે ઉભરી શકે છે,”
Pica માટે સારવાર
આવી તૃષ્ણાઓ અનુભવવા પર પ્રથમ વસ્તુ એ છે કે ડૉક્ટરની સલાહ લો અને આયર્નની ઉણપ માટે તમારી જાતની તપાસ કરાવો. નિષ્ણાત પૂરક અને આહારમાં ફેરફાર સૂચવે તેવી શક્યતા છે. જો કે, જો પિકાનું કારણ માનસિક વિકાર છે, તો તમારે મનોચિકિત્સકની સલાહ લેવી પડશે. બીજો વિકલ્પ માનસિક સ્વાસ્થ્ય અથવા પર્યાવરણીય સ્વાસ્થ્યની ચિંતાઓને સંબોધવા માટેનો ઉપચાર છે. ડૉ આનંદે ભારપૂર્વક જણાવ્યું હતું કે, “શક્ય તેટલી વહેલી તકે નિરાકરણ લાવવામાં આવે કારણ કે સારવાર ન કરાયેલ પીકા વર્ષો સુધી ટકી શકે છે અને કાયમી નુકસાન કરી શકે છે.”
કોને આયર્નની ઉણપ થવાની શક્યતા વધુ છે?
ચોપરાએ એવા લોકોની યાદી શેર કરી છે જેમને આયર્નની ઉણપ થવાની સંભાવના વધારે છે. તેઓ છે:
આ પણ વાંચો: આ હેલ્થી ચટણી ‘કોલેસ્ટ્રોલ ઘટાડવા માટે છે અસર’ જાણો રેસિપી
સગર્ભા સ્ત્રીઓ
જે લોકોમાં લોહીની કમી થઈ હોય (જો તમને પીરિયડ્સ વખતે ભારે ફલૉ આવે તો)
શાકાહારીઓના ખોરાકમાં શોષણનો દર ઓછો હોવાથી, તેઓએ વધુ આયર્ન-સમૃદ્ધ ખોરાક ખાવાની જરૂર છે.
શિશુઓ અને બાળકો એવા બાળકો માટે કે જેનું વજન ઓછું હોય, અકાળે જન્મેલા હોય અથવા પૂરતું બ્રેસ્ટ મિલ્ક ન મળતું હોય. આ બધા બાળકોને વૃદ્ધિ દરમિયાન વધુ આયર્નની જરૂર હોય છે.
જે લોકો આયર્નને સારી રીતે શોષી શકતા નથી
પીકાને દૂર કરવા માટે આહારમાં ફેરફાર
જ્યારે તમને તમારા ડૉક્ટર દ્વારા તમારી ઉણપના સ્તરના આધારે દવાઓ સૂચવવામાં આવશે, ત્યારે ચોપરાએ તમારા આહારમાં વધુ આયર્ન ઉમેરવા માટે આહારમાં કેટલાક ફેરફારો સૂચવ્યા છે. તેઓ નીચે પ્રમાણે છે:
- તમારા આહારમાં આયર્ન સમૃદ્ધ ખોરાક જેમ કે મીટ, સીફૂડ, કઠોળ, ઘેરા પાંદડાવાળા ગ્રીન્સ અને વટાણા ઉમેરવા પર ધ્યાન આપો.
- આ સાથે, વધુ સારી રીતે શોષણ થાય તેની ખાતરી કરવા માટે વિટામિન સીયુક્ત ખોરાક લો.