રોમાંસથી ભરપૂર વેલેન્ટાઇન વીક માટે ઉત્તર ભારતમાં આવેલ આ 5 સ્થળો તમારી ટ્રીપ બનાવશે યાદગાર

valentines week romantic destinations : આ વેલેન્ટાઇન વીક (valentines week) માં મોસ્ટ રોમેન્ટિક ડેસ્ટિનેશન (romantic destinations) માં ઉત્તર (north india) ભારતના આ સ્થળોના આ સ્થળો જેમાં જિમ કોર્બેટ,નૈનીતાલનો સમાવેશ થાય છે.

Written by shivani chauhan
Updated : February 07, 2023 01:32 IST
રોમાંસથી ભરપૂર વેલેન્ટાઇન વીક માટે ઉત્તર ભારતમાં આવેલ આ 5 સ્થળો તમારી ટ્રીપ બનાવશે યાદગાર
ઉત્તર ભારતના આ રોમેન્ટિક સ્થળોમાંથી એકની મુલાકાત લઈને પ્રેમના તહેવારનો મહત્તમ લાભ લો. (સ્ત્રોત: અનસ્પ્લેશ)

Lifestyle Desk : જ્યારે એક દિવસ અથવા એક અઠવાડિયું પણ તમારા પ્રિયજન પ્રત્યે તમારા પ્રેમને વ્યક્ત કરવા માટે પૂરતું નથી, વેલેન્ટાઇન વીક દરેકને તેમના પાર્ટનર્સને વિશેષ અનુભવ કરાવવા અને પ્રેમની સુંદરતામાં ભીંજવવામાં સંપૂર્ણ તક આપે છે. આ વેલેન્ટાઇન વીક, તમારા જીવનસાથી સાથે આ અદભુત સ્થળની મુલાકાત લેવી જોઈએ.

આગામી સપ્તાહમાં પરફેક્ટ ગેટવે માટે આ અહીં ઉત્તર ભારતના સ્થળો છે.

જિમ કોર્બેટ, ઉત્તરાખંડ

જો તમે આનંદથી ભરપૂર વાઈલ્ડ લાઈફ સ્પોટ શોધી રહ્યાં છો, તો આ તમારા માટેનું સ્થળ છે! જીપ સફારી એ જીમ કોર્બેટમાં કરવા માટેની ટોપની વસ્તુઓમાંની એક છે, ખાસ કરીને જો તમને વાઇલ્ડલાઇફ ફોટોગ્રાફીનો શોખ હોય અને તમે જો તમે એનિમલ લવર હોવ તો આ ઓપન એર જીપ રાઈડ ખરેખર જાદુઈ છે.

જીપ સફારી જીમ કોર્બેટમાં કરવા માટેની ટોચની વસ્તુઓમાંની એક છે. (સ્ત્રોત: અનસ્પ્લેશ)

તે ઉપરાંત, તમે નિષ્ણાત મહાવતોના માર્ગદર્શન હેઠળ હાથીની સફારી પણ લઈ શકો છો. જિમ કોર્બેટની મનોહર સુંદરતા સાથેની રાઈડ રોમાંચક છે. અને જો એડવેન્ચર સ્પોર્ટ્સ શોધી રહ્યાં છો? તો રિવર રાફ્ટિંગ અને રિવર ક્રોસિંગ એ જિમ કોર્બેટની કેટલીક સૌથી લોકપ્રિય પ્રવૃત્તિઓ છે.

આ પણ વાંચો: મલાઈકા અરોરા માટે, આ હોમેમેડ મીલ ‘હેપીનેસ’ સમાન, તે ડાયટમાં શું પસંદ કરે છે? જાણો ફાયદા

જેસલમેર, રાજસ્થાન

રણના અનુભવ માટે, રાજસ્થાનના શ્રેષ્ઠ સ્થળો પૈકીના એક, જેસલમેરની મુલાકાત અચૂકથી લેવી જોઈએ. તે કપલ માટે અદ્ભુત રોમેન્ટિક અનુભવોથી ભરપૂર છે જેમ કે ગડીસર તળાવ પર બોટ રાઈડ, જે હિંદુ દેવી-દેવતાઓને સમર્પિત સૌથી પ્રાચીન તળાવોમાંનું એક છે.

સાચો રણનો અનુભવ મેળવવા માટે, થાર રણમાંથી ઊંટની સવારી કરો. (સ્ત્રોત: અનસ્પ્લેશ)

થાર રણમાંથી ઊંટની સવારી પણ કરી શકાય છે અને એડવેન્ચર જાંકી જે ડ્યુન બાઇકિંગ માટે પણ જઈ શકે છે. જો તમને હિસ્ટોરિમાં રસ હોય, તો તમે જેસલમેરના કિલ્લાને જોઈ શકો છો, જે રાજ્યનો બીજો સૌથી જૂનો કિલ્લો છે.

શિમલા, હિમાચલ પ્રદેશ

શિમલા તેના મનોહર દૃશ્યો માટે જાણીતું છે, જે તેને સૌથી વધુ પોપ્યુલર પ્રવાસીય સ્થળોમાંનું એક છે. આ સ્થાન ભવ્ય વસાહતી સ્થાપત્ય અને ભવ્ય જોવાલાયક સ્થળો ધરાવે છે. એડવેન્ચર્સ એકટીવીટીમાં રસ ધરાવતા લોકો આઇસ સ્કેટિંગ, સ્કીઇંગ, રિવર રાફ્ટિંગ અને ફિશિંગ માટે પણ પસંદગી કરી શકે છે. જો તમે શહેરની ધમાલથી દૂર રહેવા માંગતા હોવ અને સાથે થોડો સમય પસાર કરવા માંગતા હોવ, તો તમે ચૈલ ખાતે ટ્રેકિંગ અને કેમ્પિંગ માટે પણ જઈ શકો છો, જે તેની રેર વનસ્પતિ અને પ્રાણીસૃષ્ટિ માટે જાણીતું છે.

આ સ્થાન ભવ્ય વસાહતી સ્થાપત્ય અને ભવ્ય જોવાલાયક સ્થળો ધરાવે છે. (સ્ત્રોત: અનસ્પ્લેશ)

નૈનીતાલ, ઉત્તરાખંડ

નૈનીતાલ ભારતના સૌથી સુંદર હિલ સ્ટેશનોમાંથી એક છે. યાદગાર સવારી માટે તમે નૈની તળાવમાંથી બોટ લઈ શકો છો. સનસેટના ખોળે ટિફિન ટોપ પર એકની ઝલક મેળવો. જો તમે તમારા પ્રિયજન માટે માટે કેટલીક ગિફ્ટસ શોધી રહ્યા છો, તો તમે તિબેટીયન માર્કેટ અને મોલ રોડ પર ખરીદી કરી શકો છો.

તમે યાદગાર સવારી માટે નૈની તળાવમાંથી બોટ લઈ શકો છો. (સ્ત્રોત: અનસ્પ્લેશ)

આ પણ વાંચો: રણબીર કપૂરનું નવું ગીત ઇન્જોય કરતા આલિયા ભટ્ટ તેના કાર્ડિયો મૂવ્સથી લોકોને કર્યા પ્રભાવિત

મસૂરી, ઉત્તરાખંડ

કેસ્કેડિંગ ધોધ, પરફેક્ટ પર્વતો અને મંત્રમુગ્ધ લેન્ડસ્કેપ્સથી ભરેલું, મસૂરી એક રોમેન્ટિક સ્વર્ગ સમાન છે. જો તમે એડવેન્ચર્સ કપલ છો, તો તમે Kempty Falls ને એક્સપ્લોર કરી શકો છો. બીજી બાજુ, જો તમે કંઈક શાંત જગ્યા શોધી રહ્યાં છો, તો તમે ઝુલા ઘરથી ગન હિલ સુધી કેબલ કારની સવારીનો આનંદ માણી શકો છો.

મસૂરી એક રોમેન્ટિક સ્વર્ગ છે. (સ્ત્રોત: અનસ્પ્લેશ)

અને જો તમે રોમેન્ટિક લંચ કરવા માટેની જગ્યા શોધી રહ્યાં છો? રોબર્સ કેવ પરફેક્ટ પિકનિક સ્પોટ છે. તમે ક્લાઉડ એન્ડ પર એકસાથે સૂર્યાસ્ત પણ જોઈ શકો છો, તેને અતિવાસ્તવ અનુભવ પણ કરી શકો છો.

Read More
Read More
આજના લેટેસ્ટ ગુજરાતી સમાચાર અને ટ્રેન્ડિંગ ન્યૂઝ વાંચો ઈન્ડિયન એક્સપ્રેસ ગુજરાતી પર. અહીં તમને મળશે ગુજરાત, સ્પોર્ટ્સ, ધર્મ, વેપાર, લાઇફ સ્ટાઇલ, મનોરંજન, કરિયર તેમજ ભારત અને વિશ્વભરના દૈનિક સમાચાર અપડેટ્સ ગુજરાતી ભાષામાં.
Show comments
Next Story
ચેનલ JOIN કરો Follow us Shorts ટોપ ન્યૂઝ