Lifestyle Desk : મલાઈકા અરોરા માત્ર ફિટનેસ ઉત્સાહી (fitness enthusiast) જ નથી પરંતુ તેના બોડી અને મીનળને પણ સ્વસ્થ રાખવા માટે પૌષ્ટિક ડાયટ પણ લે છે. જેમ કે,મલાઈકા નિયમિતપણે તેના રોજિંદા મેનૂમાં વિવિધતા પસંદ કરે છે, જેમાં હોમમેઇડ ફૂડ, ડિટોક્સ ડ્રિંક્સ, સ્મૂધીઝ અને અલબત્ત ખાચાપુરી અને ટ્રફલ પિઝા જેવી તેની કેટલીક મનપસંદ વાનગીઓનો સમાવેશ થાય છે. આવી જ રીતે, 49 વર્ષીય ફૂડી તાજેતરમાં ઘરે એક શાનદાર ડિશની મજા માણતી જોવા મળી હતી.
મલાઈકાએ ઇન્સ્ટાગ્રામ સ્ટોરીઝ પર તેની પ્લેટની તસવીરને કેપ્શન આપ્યું હતું કે, “સત્તુ (કાજુ, બદામ, મિલેટ અને ચણાના લોટનું મિક્સર) પરાઠા, દહીં, લસણનું અથાણું, આલુ સબઝી અને સલાડ = હેપીનેસ,” તેણે ઉમેર્યું કે મિલ “હોમમેડ” છે.
બેંગલોરના જિંદાલ નેચર ઈન્સ્ટિટ્યૂટ, નાયબ ચીફ મેડિકલ ઓફિસર, એમ એચપી ભારતીએ જણાવ્યું હતું કે,” સત્તુના એનેક ફાયદાઓ વ્યાપકપણે જાણીતા છે, તેઓ આંતરડાની સફાઈ, આંતરડામાંથી ઝેર દૂર કરવામાં અને કબજિયાતની રોકથામમાં મદદ કરે છે.”
આ પણ વાંચો: મિશન મજનૂ એક્ટર રશ્મિકા મંદાના ક્લોઝ-ગ્રિપ પુશ-અપ્સ કરતી જોવા મળી
તમારે સત્તુ શા માટે ખાવું જોઈએ?
ભારતીએ indianexpress.comને જણાવ્યું કે, “વધુમાં, તે હાઈ ઇનસૉલ્યુબલ (અદ્રાવ્ય) ડાયટ્રી ફાઇબર સામગ્રીને કારણે હૃદયના સ્વાસ્થ્યને મજબૂત બનાવે છે. એલિવેટેડ કોલેસ્ટ્રોલ ધરાવતા લોકો માટે પણ સત્તુ ફાયદાકારક છે અને બ્લડ પ્રેશરને કંટ્રોલ કરવામાં મદદ કરી શકે છે.
વધુમાં, આ પોષક તત્વોથી ભરપૂર ખોરાક શીતક તરીકે કામ કરે છે અને વજન ઘટાડવામાં મદદ કરે છે. સત્તુનું લો ગ્લાયકેમિક ઇન્ડેક્સ હોવાથી તે ડાયાબિટીસના દર્દીઓ માટે ખૂબ ભલામણ કરવામાં આવે છે. વધુમાં, તે પેટનું ફૂલવું ઓછું કરવામાં અને ચયાપચયને વધારવામાં મદદ કરે છે, જે વજન ઘટાડવાને પ્રોત્સાહન આપે છે.”
સંતુલિત ભોજનથી શું ફરક પડે છે?
આપણું શરીર આપણે શું અને ક્યારે ખાઈએ છીએ તેના પર ચાલે છે, તેથી ખોરાકની માત્રા અને ગુણવત્તા પર નજર રાખવી પણ ખૂબ જ મહત્વપૂર્ણ છે.
મેક્સ સુપર સ્પેશિયાલિટી હોસ્પિટલ, દેહરાદૂનના ક્લિનિકલ હેડ ડાયેટિશિયન ડોલી બાલિયાને જણાવ્યું હતું કે, “બિનપ્રોસેસ્ડ ખોરાક, મોસમી ફળો અને શાકભાજી, પ્રોટીન, બીજ અને બદામ, આખા અનાજ અને જટિલ કાર્બોહાઇડ્રેટ્સ થાક સામે લડવા અને દિવસભર ફ્રેશ અને એકટીવ રહેવામાં મહત્વપૂર્ણ છે.”
વેદ ક્યોર , સ્થાપક અને નિર્દેશક, આયુર્વેદ નિષ્ણાત વિકાસ ચાવલાએ ઉમેર્યું કે, “જ્યારે રેસ્ટોરન્ટની ઓફરો આકર્ષક હોય છે, અને લોકો તેમના પર ઘણો ખર્ચ કરે છે, ત્યારે હોમમેડ મિલ ખાવાની અને અનહેલ્થી ફાસ્ટ ફૂડ ન લેવા સચેત રહેવું જોઈએ.”
આ પણ વાંચો: શું સવારે બ્રશ કર્યા પહેલા પાણી પીવું જોઈએ? કેવી થાય સ્વાસ્થ્ય પર અસર? નિષ્ણાત પાસેથી જાણો
ચાવલાએ indianexpress.com ને કહ્યું કે,“દરેક શરીરનો મેટાબોલિઝ્મનો રેટ અલગ-અલગ હોય છે, અને આપણા શરીરના પ્રકાર અને જરૂરિયાતોને અનુરૂપ કેવા પ્રકારનો ખોરાક આરોગ્યપ્રદ અને યોગ્ય છે તે સમજવું ખૂબ જ મહત્વપૂર્ણ છે.
આપણે આપણા ખોરાકમાં વધારે પડતું ન જવું જોઈએ કારણ કે તે આપણા શારીરિક, માનસિક અને સામાજિક સ્વાસ્થ્યને સીધી અસર કરે છે. આપણા શરીરને એકટીવ રાખવા માટે હંમેશા યોગ્ય ડાયટ ખુબજ જરૂરી છે. ભોજનની ભૂલો ઘણીવાર આપણી આખી ઓપરેટિંગ મિકેનિઝમને ધીમી અને લેઝી બનાવે છે. આ ભૂલો ટાળવી જોઈએ, અને કાળજી લેવી જોઈએ.