અસમ અને અરુણાચલ પ્રદેશ વચ્ચે સરહદ વિવાદનો અંત, અમિત શાહની હાજરીમાં બન્ને રાજ્યોના મુખ્યમંત્રીઓએ MoU પર હસ્તાક્ષર કર્યા

કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે અસમ-અરુણાચલ પ્રદેશ સરહદ સમુજતીને ઐતિહાસિક ઘટના ગણાવી છે. તેમણે જણાવ્યું કે આ સાથે દશકો જુના વિવાદ ખતમ થઇ ગયો છે

Written by Ashish Goyal
April 20, 2023 19:15 IST
અસમ અને અરુણાચલ પ્રદેશ વચ્ચે સરહદ વિવાદનો અંત, અમિત શાહની હાજરીમાં બન્ને રાજ્યોના મુખ્યમંત્રીઓએ MoU પર હસ્તાક્ષર કર્યા
સમ અને અરુણાચલ પ્રદેશ સરકારે નવી દિલ્હીમાં કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહની ઉપસ્થિતિમાં એક એમઓયુ પર હસ્તાક્ષર કર્યા (તસવીર - હિમંતા બિશ્વા સરમા ટ્વિટર)

અસમ અને અરુણાચલ પ્રદેશ વચ્ચે લાંબા સમયથી ચાલી રહેલા સરહદ વિવાદનો હવે અંત આવી ગયો છે. અસમ અને અરુણાચલ પ્રદેશ સરકારે નવી દિલ્હીમાં કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહની ઉપસ્થિતિમાં એક એમઓયુ પર હસ્તાક્ષર કર્યા હતા. અસમના મુખ્યમંત્રી હિમંતા બિશ્વા સરમા અને અરુણાચલ પ્રદેશના મુખ્યમંત્રી પ્રેમા ખાંડુએ ગુરુવારે એમઓયુ પર હસ્તાક્ષર કર્યા હતા.

કોણે શું કહ્યું?

અમિત શાહે અસમ-અરુણાચલ પ્રદેશ સરહદ સમુજતીને ઐતિહાસિક ઘટના ગણાવી છે. તેમણે જણાવ્યું કે આ સાથે દશકો જુના વિવાદ ખતમ થઇ ગયો છે. અસમના સીએમ હિમંતા બિશ્વા સરમાએ કહ્યું કે સરહદ સમજુતી મોટી અને સફળ ક્ષણ. અરુણાચલ પ્રદેશના સીએમ પેમા ખાંડુએ ઐતિહાસિક ઘટના ગણાવી છે.

ન્યૂઝ એજન્સી એએનઆઈના રિપોર્ટ પ્રમાણે અસમ કેબિનેટે અરુણાચલ પ્રદેશ સાથે દશકોથી ચાલી રહેલા સરહદ વિવાદના મુદ્દાને ઉકેલ કરવા માટે રાજ્ય સરકાર દ્વારા ગઠિત 12 ક્ષેત્રીય સમિતિઓ દ્વારા આપવામાં આવેલી ભલામણોને બુધવારે મંજૂરી આપી હતી. અસમના મુખ્યમંત્રી હિમંતા બિશ્વા શર્માની અધ્યક્ષતામાં ગુવાહાટીમાં આયોજીત રાજ્ય મંત્રીમંડળની બેઠક દરમિયાન આ નિર્ણય લેવામાં આવ્યો છે.

આ પણ વાંચો – અમૃતપાલ સિંહની પત્ની કિરણદીપ કૌરને અમૃતસર એરપોર્ટ પર રોકવામાં આવી, પૂછપરછ કરાઇ

શું છે અસમ-અરુણાચલ સરહદ વિવાદ

અરુણાચલ પ્રદેશ અને અસમ વચ્ચે 804 કિલોમીટરની સરહદ પર લગભગ 1200 બિંદુઓ પર વિવાદ છે. 1970ના દાયકામાં આ વિવાદ ઉત્પન થયો અને 1990ના દાયકામાં વધી ગયો હતો. જોકે આ મુદ્દો 1873નો છે જ્યારે બ્રિટિશ સરકારે ઇનર-લાઇન રેગુલેશન રજુ કર્યો હતો. જે મેદાની વિસ્તારને સીમાંત પહાડીઓથી અલગ કરતો હતો. આ ક્ષેત્ર 1954માં નોર્થ-ઇસ્ટ ફ્રંટિયર એજન્સી બની ગયો હતો.

1951ના રિપોર્ટના આધારે એક અધિસૂચના ત્રણ વર્ષ પછી બાલીપારા અને સાદિયા તલહટીના મેદાની ક્ષેત્રના 3648 વર્ગ કિમીને અસમના દરાંગ અને લખીમપુર જિલ્લામાં સ્થાનાંતરિત કર્યા હતા. અરુણાચલ પ્રદેશના નેતાઓનો દાવો છે કે સ્થાનાંતરણ મનમાની ઢંગથી પોતાના જનજાતિયો સાથે પરામર્શ કર્યા વિના કરવામાં આવ્યો હતો. જેમની પાસે આ ભૂમિ પર અધિકાર હતા. અસમમાં તેમના સમકક્ષોનું કહેવું છે કે 1951નું સીમાંકન સંવૈધાનિક અને કાનૂની છે.

અસમ-અરુણાચલ વચ્ચે સરહદ વિવાદ ઉકેલવનો પ્રયત્ન

1971 અને 1974 વચ્ચે અસમ અને એનઇએફએ અરુણાચલ પ્રદેશ વચ્ચે સરહદના સીમાંકન માટે પ્રયત્ન કરવામાં આવ્યો. વિવાદ સમાપ્ત કરવા માટે કેન્દ્ર અને રાજ્યોને સામેલ કરતા એક ઉચ્ચાધિકાર પ્રાપ્ત ત્રિપક્ષીય સમિતિની રચના એપ્રિલ 1979માં સર્વેક્ષણના આધાર પર ભારતના નકશા પર સરહદનું નિર્ધારણ કરવા માટે કરવામાં આવ્યો હતો. બ્રહ્મપુત્ર નદીના ઉત્તરમાં લગભગ 489 કિલોમીટરની આંતરરાજ્ય સરહદનું 1984 સુધી સીમાંકન કરવામાં આવ્યું હતું પણ અરુણાચલ પ્રદેશે ભલામણોનો સ્વીકાર કર્યો ન હતો અને 1951માં સ્થાનાંતરિત કરેલા મોટાભાગના ક્ષેત્રો પર દાવો ઠોકી દીધો હતો.

અસમે તેના પર આપત્તિ વ્યક્ત કરી હતી અને 1989માં સુપ્રીમ કોર્ટનો દરવાજો ખખડાવ્યો અને અરુણાચલ પ્રદેશ પર અતિક્રમણનો આરોપ લગાવ્યો હતો. કોર્ટે 2006માં પોતાના એક સેવાનિવૃત ન્યાયધીશની અધ્યક્ષતામાં એક સ્થાનીય સીમા આયોગ નિયુક્ત કર્યું હતું. સપ્ટેમ્બર 2014ના પોતાના રિપોર્ટમાં આ આયોગે ભલામણ કરી હતી કે અરુણાચલ પ્રદેશે 1951માં હસ્તાંતરિત કરાયેલા કેટલાક ક્ષેત્રોને વાપસ લેવા જોઈએ અને બન્ને રાજ્યોએ ચર્ચાના માધ્યમથી વચ્ચેનો રસ્તો કાઢવાની સલાહ આપી હતી. જોકે આ કામ થયું ન હતું.

Read More
Read More
આજના લેટેસ્ટ ગુજરાતી સમાચાર અને ટ્રેન્ડિંગ ન્યૂઝ વાંચો ઈન્ડિયન એક્સપ્રેસ ગુજરાતી પર. અહીં તમને મળશે ગુજરાત, સ્પોર્ટ્સ, ધર્મ, વેપાર, લાઇફ સ્ટાઇલ, મનોરંજન, કરિયર તેમજ ભારત અને વિશ્વભરના દૈનિક સમાચાર અપડેટ્સ ગુજરાતી ભાષામાં.
Show comments
Next Story
ચેનલ JOIN કરો Follow us Shorts ટોપ ન્યૂઝ