Amritpal Singh : ખાલિસ્તાની સમર્થક અમૃતપાલ સિંહની પત્ની કિરણદીપ કૌરને અમૃતસરના ઇન્ટરનેશનલ એરપોર્ટ પર ઇમિગ્રેશન અધિકારી દ્વારા રોકવામાં આવી હતી. સૂત્રોના મતે કિરણદીપ કૌર લંડનની ફ્લાઇટ પકડવા માટે એરપોર્ટ પહોંચી હતી. તેની પૂછપરછ કરવામાં આવી રહી છે. ઉલ્લેખનીય છે કે કિરણદીપ કૌર બ્રિટિશ નાગરિક છે. તેની સામે લુકઆઉટ નોટિસ જારી કરવામાં આવી હતી.
સૂત્રોના જણાવ્યા અનુસાર તેની પાસે ભારતમાં રહેવા માટે મર્યાદિત સમયગાળા માટે વિઝા હતા અને તે સમાપ્ત થવાના હતા. એરપોર્ટ સૂત્રોના મતે અમૃતપાલ સિંહની પત્ની કિરણદીપ કૌરને બપોરે 1.30 કલાકની એર ઇન્ડિયાની ફ્લાઇટથી બર્મિંઘમ જવાનું હતું. લિસ્ટમાં નામ જોઇને ઇમિગ્રેશને તેને રોકી હતી અને પૂછપરછ કરી હતી. બપોરે 12.20 કલાકે ઇમિગ્રેશન કાઉન્ટરોને સૂચના મળી અને એક એલઓસી વિષય હોવાના કારણે તેને ઇમિગ્રેશને યાત્રાની મંજૂરી આપી નથી.
ફેબ્રુઆરીમાં થયા કિરણદીપ કૌર અને અમૃતપાલ સિંહના લગ્ન
અમૃતપાલ સિંહે આ વર્ષે ફેબ્રુઆરીમાં યૂકેની એનઆરઆઈ કિરણદીપ કૌર સાથે લગ્ન કર્યા હતા. ફેબ્રુઆરીમાં અમૃતપાલ સાથે લગ્ન પછી કિરણદીપ કૌર પંજાબમાં રહેવા લાગી અને હાલના દિવસોમાં અમૃતપાલના પૈતૃક ગામ જલ્લુપુર ખેડામાં રહે છે. કિરણદીપના પારિવારિક મૂળ જાલંધરમાં બતાવવામાં આવે છે. કિરણદીપના દાદા 1951માં યૂકે ચાલ્યા ગયા હતા. ત્યારથી તેમનો પરિવાર ત્યાં રહેશે. લગ્ન પછી કિરણદીપ પહેલીવાર ઈંગ્લેન્ડ જઈ રહી હતી.
આ પણ વાંચો – અમૃતપાલ સિંહ ભારત પરત ફરતા પહેલા જ્યોર્જિયા ગયો હતો, ભિંડરાવાલે જેવો દેખાવવા માટે કરાવી હતી સર્જરી
કિરણદીપ અને અમૃતપાલના લગ્ન તેના સંગઠન વારિસ પંજાબ દે ના પ્રમુખના રૂપમાં કાર્યભાર સંભાળ્યા પછી કેટલાક મહિના પછી થયા હતા. કિરણદીપની પંજાબ પોલીસ દ્વારા અમૃતપાલની ગતિવિધિયો માટે વિદેશી ફંડિંગના મામલા પર પૂછપરછ કરવામાં આવી હતી.
હજુ સુધી ફરાર છે અમૃતપાલ સિંહ
ખાલિસ્તાની સમર્થક અમૃતપાલ સિંહ 18 માર્ચથી તેના વારિસ પંજાબ દે સંગઠનના સભ્યો વિરુદ્ધ પોલીસ ક્રેકડાઉન પછી ફરાર છે. 18 માર્ચે તે જલંધર જિલ્લામાં વાહનો બદલીને અને દેખાવ બદલીને પોલીસથી બચી ગયો હતો પરંતુ 28 માર્ચે પંજાબ પાછો ફર્યો હતો. જોકે તે પોલીસની પકડમાં આવ્યો નથી.