ભારત જોડો યાત્રા પછી પ્રથમ ચૂંટણી પરીક્ષામાં રાહુલ ગાંધીને ઝટકો, પૂર્વોત્તરમાં કોંગ્રેસ સફાયા તરફ

Assembly Election Results 2023 : પૂર્વોત્તરના ત્રણેય રાજ્યોમાં કોંગ્રેસનું પ્રદર્શન નિરાશાજનક, કોંગ્રેસ માટે 2023ની શરૂઆત સારી રહી નથી. આ વર્ષે હજુ ઘણા રાજ્યોમાં ચૂંટણી થવાની છે

Written by Ashish Goyal
Updated : March 02, 2023 15:28 IST
ભારત જોડો યાત્રા પછી પ્રથમ ચૂંટણી પરીક્ષામાં રાહુલ ગાંધીને ઝટકો, પૂર્વોત્તરમાં કોંગ્રેસ સફાયા તરફ
રાહુલ ગાંધી અને કોંગ્રેસ પ્રમુખ મલ્લિકાર્જૂન ખડગે (Express Photo/Kamleshwar Singh)

ત્રિપુરા, નાગાલેન્ડ અને મેઘાલય વિધાનસભા ચૂંટણીમાં શરૂઆતી પરિણામોમાં કોંગ્રેસને ભારે નિરાશા હાથ લાગી છે. ભારત જોડો યાત્રા પુરી થયા પછી પ્રથમ વખત યોજાયેલી ચૂંટણીમાં કોંગ્રેસને પૂર્વોત્તર રાજ્યોમાં ફટકો પડ્યો છે. મેઘાલયમાં કોંગ્રેસ 5 સીટો પર સિમટતી જોવા મળી રહી છે. ગત ચૂંટણીમાં 21 સીટો પર જીત મેળવી હતી. જ્યારે નાગાલેન્ડ અને ત્રિપુરામાં કોંગ્રેસનું પ્રદર્શન નિરાશાજનક રહ્યું છે. કોંગ્રેસ માટે 2023ની શરૂઆત સારી રહી નથી. આ વર્ષે હજુ ઘણા રાજ્યોમાં ચૂંટણી થવાની છે.

ભારત જોડો યાત્રાની ના જોવા મળી અસર

રાહુલ ગાંધીના નેતૃત્વમાં ગત વર્ષે 7 સપ્ટેમ્બર ભારત જોડો યાત્રા શરુ કરી હતી. 12 રાજ્યો અને 2 કેન્દ્રશાસિત પ્રદેશોમાંથી પસાર થતા 3970 કિલોમીટરની સફર પુરી કરીને 30 જાન્યુઆરી 2023ના રોજ શ્રીનગરમાં સમાપ્ત થઇ હતી. આ યાત્રાથી કોંગ્રેસને ઘણી આશા હતી. કોંગ્રેસને આશા હતી કે જે રીતે ભીડ આ યાત્રામાં જોવા મળી ચૂંટણી પરિણામ પર તે પ્રકારે આવશે. જોકે પૂર્વોત્તરના ત્રણેય રાજ્યોમાં કોંગ્રેસનું પ્રદર્શન નિરાશાજનક રહ્યું છે.

વિધાનસભા ચૂંટણી પરિણામ 2023 લાઇવ અપડેટ જુઓ એક ક્લિક પર

રાહુલ ગાંધી ચૂંટણી પ્રચારમાં જોવા મળ્યા ન હતા

ચૂંટણી પરિણામો પર રાજનીતિક વિશ્લેષકોએ કોંગ્રેસ અને ખાસ કરીને રાહુલ ગાંધીની ભૂમિકાને લઇને સવાલ ઉઠાવ્યા છે. ત્રણેય રાજ્યોમાં પ્રચારથી રાહુલ ગાંધી લગભગ ગાયબ રહ્યા હતા. તેમણે ફક્ત મેઘાલયમાં એક રેલી કરી હતી. જ્યારે ત્રિપુરા અને નાગાલેન્ડમાં ચૂંટણી પ્રચારથી દૂર રહ્યા હતા. બીજી તરફ બીજેપીની વાત કરવામાં આવે તો ત્રણેય રાજ્યોમાં પીએમ નરેન્દ્ર મોદીથી લઇને પાર્ટી અધ્યક્ષ જેપી નડ્ડા અને ગૃહમંત્રી અમિત શાહે તાબડતોડ રેલીઓ કરી હતી. ત્રિપુરાની રાજનીતિને જોતા બીજેપીએ પોતાના સ્ટાર કેમ્પેઇનર અને યૂપીના સીએમ યોગી આદિત્યનાથને પણ પ્રચારમાં ઉતાર્યા હતા.

આ પણ વાંચો – : ત્રિપુરામાં ફરી બીજેપી તરફી ટ્રેન્ડ, મેઘાલયમાં NPP આગળ, નાગાલેન્ડમાં અડધાથી વધુ સીટો પર NDPP-BJP આગળ

કોંગ્રેસે માની લીધી હાર

ચૂંટણીના પરિણામો વચ્ચે કોંગ્રેસના નેતાઓએ પણ હાર સ્વીકારી લીધી છે. કોંગ્રેસ નેતા અખિલેશ પ્રતાપ સિંહે કહ્યું કે જે રીતના પરિણામ સામે આવી રહ્યા છે તે અમારી આશાથી અલગ છે. તેનાથી અમને ઘણો ઝટકો લાગ્યો છે. કોંગ્રેસ પ્રવક્તા સુપ્રિયા શ્રીનેતે કહ્યું કે ચૂંટણીમાં બીજેપીના પ્રચારને જીત મળી છે. જોકે પરિણામને આખા દેશ પર લાગુ કરવા ખોટું ગણાશે. વિધાનસભા ચૂંટણીમાં જનતા એ વાતનું પણ ધ્યાન રાખે છે કે કેન્દ્રની સત્તામાં કોણ બેઠું છે.

Read More
Read More
આજના લેટેસ્ટ ગુજરાતી સમાચાર અને ટ્રેન્ડિંગ ન્યૂઝ વાંચો ઈન્ડિયન એક્સપ્રેસ ગુજરાતી પર. અહીં તમને મળશે ગુજરાત, સ્પોર્ટ્સ, ધર્મ, વેપાર, લાઇફ સ્ટાઇલ, મનોરંજન, કરિયર તેમજ ભારત અને વિશ્વભરના દૈનિક સમાચાર અપડેટ્સ ગુજરાતી ભાષામાં.
Show comments
Next Story
ચેનલ JOIN કરો Follow us Shorts ટોપ ન્યૂઝ