Tripura Assembly Election 2023 Result News Updates: ત્રિપુરા વિધાનસભા ચૂંટણીમાં કુલ 60 વિધાનસભા સીટોના પરિણામ સામે આવી ગયા છે. રાજ્યમાં બીજેપી ફરી સરકાર બનાવશે. બીજેપી સૌથી મોટી પાર્ટી બનીને ઉભરી છે. ત્રિપુરામાં બીજેપીએ 32 સીટો પર જીત મેળવી છે. બીજેપીની સહયોગી IPFTએ 1 સીટ પર ચૂંટણી જીતી છે. ત્રિપરા મોથા પાર્ટીએ બધાને ચોંકાવતા 13 સીટો પર જીત મેળવી છે. કમ્યુનિસ્ટ પાર્ટી ઓફ ઇન્ડિયા (એમ)ને 11 બેઠકો, કોંગ્રેસને 3 બેઠકો મળી છે.
Meghalaya Election 2023 Result: મેઘાલય વિધાનસભા ચૂંટણી પરિણામ, કોની બનશે સરકાર?
Nagaland Election 2023 Result: નાગાલેન્ડ વિધાનસભા ચૂંટણી પરિણામ, કોની બનશે સરકાર?
Nagaland, Meghalaya, Tripura Election 2023 Result – live : ત્રિપુરા, મેઘાલય અને નાગાલેન્ડ વિધાનસભા ચૂંટણી પરિણામ, મતગણતરી શરુ, કોની બનશે સરકાર?

ત્રિપુરામાં ટિપરા મોથાએ 13 સીટો પર જીત મેળવી છે. ટિપરા મોથાના અધ્યક્ષ પ્રદ્યોત કિશોર માણિક્ય દેબબર્માએ આ પ્રદર્શન પર કહ્યું કે બે વર્ષ જૂની પાર્ટી લોકોના આશીર્વાદથી ત્રિપુરામાં બીજી સૌથી મોટી પાર્ટી બની ગઇ છે. અમે ભલે થોડા પાછળ રહ્યા હોય પણ 0-13થી આગળ વધવુ અમારા માટે મોટી વાત છે. અમે બીજી સૌથી મોટી પાર્ટી છે તેથી અમે રચનાત્મક વિપક્ષમાં બેસીશું પણ સીપીએમ કે કોંગ્રેસ સાથે બેસીશું નહીં.
ત્રિપુરામાં પાર્ટીના વોટ શેર


ત્રિપુરા વિધાનસભા ચૂંટણીમાં કુલ 60 વિધાનસભા સીટોના પરિણામ સામે આવી ગયા છે. રાજ્યમાં બીજેપી ફરી સરકાર બનાવશે. બીજેપી સૌથી મોટી પાર્ટી બનીને ઉભરી છે. ત્રિપુરામાં બીજેપીએ 32સીટો પર જીત મેળવી છે. બીજેપીની સહયોગી IPFTએ 1 સીટ પર ચૂંટણી જીતી છે. ત્રિપરા મોથા પાર્ટીએ બધાને ચોંકાવતા 13 સીટો પર જીત મેળવી છે. કમ્યુનિસ્ટ પાર્ટી ઓફ ઇન્ડિયા (એમ)ને 11 બેઠકો, કોંગ્રેસને 3 બેઠકો મળી છે.
ત્રિપુરા વિધાનસભા ચૂંટણીમાં કુલ 60 વિધાનસભા સીટોમાંથી 59ના પરિણામ આવી ગયા છે. પરિણામ પ્રમાણે રાજ્યમાં બીજેપી સૌથી મોટી પાર્ટી બનીને ઉભરી છે. ત્રિપુરામાં બીજેપીએ 31 સીટો પર જીત મેળવી છે જ્યારે 1 સીટ પર આગળ ચાલી રહી છે. બીજેપીની સહયોગી IPFT 1 સીટ પર ચૂંટણી જીતી છે.

ત્રિપુરા: ભાજપે 17 સીટો જીતી છે અને 16 સીટો પર આગળ ચાલી રહી છે. તેને જોતા મુખ્યમંત્રી માણિક સાહા અગરતલામાં બીજેપી કાર્યાલય પહોંચ્યા.
ત્રિપુરાના સીએમ માણિક સાહાએ ટાઉન બારદોવાલી મતવિસ્તારમાંથી ચૂંટણી જીતીને તેમનું જીતનું પ્રમાણપત્ર એકત્રિત કર્યું છે.
ટીપરા મોથા પાર્ટીએ પણ ચૂંટણીમાં શાનદાર પ્રદર્શન કર્યું છે. પાર્ટી 12 સીટો પર આગળ ચાલી રહી છે. બીજી તરફ ભાજપ ગઠબંધન 34 બેઠકો પર અને ડાબેરી ગઠબંધન 14 બેઠકો પર આગળ છે.
ત્રિપુરામાં ભાજપ 33 બેઠકો સાથે સત્તામાં પરત ફરતી જોવા મળી રહી છે. જેને લઈને ભાજપ છાવણીમાં ઉજવણી શરૂ થઈ ગઈ છે. પૂર્વોત્તરના ત્રણેય રાજ્યોમાં ભાજપે સારું પ્રદર્શન કર્યું છે

ત્રિપુરામાં ફરી બીજેપી તરફી ટ્રેન્ડ, મેઘાલયમાં NPP આગળ, નાગાલેન્ડમાં અડધાથી વધુ સીટો પર NDPP-BJP આગળ


ભાજપે ગઠબંધન માટે ટીપરા મોથા સાથે વાતચીત શરૂ કરી છે. જો ભાજપ બહુમતીના આંકડા સુધી ન પહોંચે તો ભાજપના નેતાઓ ટીપરા મોથા સાથે ગઠબંધન માટે વાતચીત કરી રહ્યા છે.
મતગણતરીનાં સાડા ત્રણ કલાકથી વધુ સમય બાદ ત્રિપુરામાં ભાજપ ધીમે ધીમે બહુમતીનાં આંકથી આગળ વધી ગયું

ત્રિપુરા ચૂંટણીના પરિણામ જોઇએ તો અમે પોતે જ ઓછી સીટ ઉપર ચૂંટણી લડી અને વિચાર્યું કે ગઠબંધથી અમને બહુમતી મળી શકે છે. જ્યારે ફાઇનલ પરિણામો આવશે તો ક્યાં અમને બહુમત મળી છે અને ક્યાં અમારી સરકાર નથી બનતીઃ કોંગ્રેસ અધ્યક્ષ મલ્લિકાર્જુન ખરગે
ભાજપ 31 સીટો પર આગળ છે. તે ફરી એકવાર સત્તામાં પરત ફરતી જોવા મળી રહી છે. બીજી તરફ ડાબેરી ગઠબંધન 17 સીટો પર અને ટીપરા મોથા 12 સીટો પર આગળ છે.

ત્રિપુરાની બનમાલીપુરા વિધાનસભા સીટ પર ત્રિપુરા બીજેપી અધ્યક્ષ રાજીબ ભટ્ટાચારજી 493 વોટથી પાછળ છે.
ટીપરા મોથાએ ત્રિપુરામાં ભાજપને ભારે નુકસાન પહોંચાડ્યું છે. ટીપ્રા મોથા 13 સીટો પર આગળ ચાલી રહી છે. ટ્રેન્ડમાં ભાજપને 16 બેઠકોનું નુકસાન જોવા મળી રહ્યું છે.
ટીપરા મોથા 8 સીટો પર આગળ છે. ટીપરા મોથાએ ભાજપ ગઠબંધનને સૌથી વધુ નુકસાન પહોંચાડ્યું છે. અગાઉ આ તમામ બેઠકો ભાજપના ગઠબંધન પાસે હતી.
પ્રારંભિક વલણોમાં ભાજપ 40 બેઠકો પર આગળ છે. સીપીએમ ગઠબંધન 15 સીટો પર અને ટીપ્રા મોથા 5 સીટો પર આગળ છે. ગત ચૂંટણીમાં ભાજપ ગઠબંધનને 44 બેઠકો મળી હતી.
ત્રિપુરામાં મત ગણતરી ચાલુ છે. ભાજપને જંગી બહુમતી મળતી જણાય છે. મતગણતરી કેન્દ્રની બહાર ભાજપના કાર્યકરોએ ઉજવણી શરૂ કરી દીધી છે.
2018માં ભાજપે ત્રિપુરામાં 35 બેઠકો જીતી હતી. જ્યારે CPI(M)એ 16 બેઠકો જીતી હતી, જ્યારે IPFTએ 8 બેઠકો જીતી હતી.
ત્રિપુરાના પ્રારંભિક વલણોમાં ભાજપે બહુમતીનો આંકડો પાર કરી લીધો છે. તેને 40 સીટો પર સરસાઈ મળી રહી હોય તેવું લાગી રહ્યું છે. બીજી તરફ ડાબેરી ગઠબંધન 15 બેઠકો પર અને ટીપરા મોથા 6 બેઠકો પર આગળ છે.
શરૂઆતના વલણમાં ભાજપ 25 સીટો પર આગળ છે. જ્યારે સીપીએમ ગઠબંધન 9 અને ટીપ્રા મોથા 5 સીટો પર આગળ છે.
ત્રિપુરામાં ભાજપ 18 સીટો પર આગળ છે. જ્યારે સીપીએમ ગઠબંધન 8 અને ટીપ્રા મોથા 3 સીટો પર આગળ છે.
સવારે 8 વાગ્યાથી ત્રિપુરા વિધાનસભા ચૂંટણીની મતગણતરી શરુ થઈ ગઈ છે અને રુઝાન પણ આવવાના શરુ થયા છે ત્યારે ભાજપ 10થી વધારે સીટો ઉપર આગળ ચાલી રહી છે.
આ વખતે ત્રિપુરાની ચૂંટણીમાં મેદાનમાં રહેલા મહત્વના પક્ષોમાં સત્તારૂઢ ભારતીય જનતા પાર્ટી (BJP) અને તેના સહયોગી ઈન્ડિજિનિયસ પીપલ્સ ફ્રન્ટ ઑફ ત્રિપુરા (IPFT), વિપક્ષી ડાબેરી મોરચો અને તેના સાથી પક્ષો કોંગ્રેસ અને TIPRA મોથા પાર્ટીનો સમાવેશ થાય છે.